આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad પર તમારા પાસવર્ડ અને સંબંધિત માહિતી

તમે iPadમાં સ્ટોર કરેલી એંક્રિપ્ટ કરેલી અકાઉંટ માહિતી સાથે પાસવર્ડ જોઈ અને કૉપિ કરવો, સુરક્ષા પ્રશ્ન રિમાઇંડર જેવી નોટ ઉમેરવી વગેરે કરી શકો છો. iCloud કીચેન સુરક્ષિત રીતે તમારાં તમામ અનુમતિ અપાયેલાં ડિવાઇસ પર આ માહિતીને અપ-ટૂ-ડેટ રાખે છે.

વેબસાઇટ અથવા ઍપ અકાઉંટ માટે પાસવર્ડ જુઓ અને કૉપિ કરો

  1. પાસવર્ડનો ઉપયોગ કરતા અકાઉંટ માટે નીચેનામાંથી એક કરો:

    • તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

    • સાઇન ઇન સ્ક્રીન પર પાસવર્ડ ઑટોફિલ બટન પર ટૅપ કરો.

  2. અકાઉંટ પર ટૅપ કરો અને પછી પાસવર્ડ ફીલ્ડ પર ટૅપ કરો.

  3. અન્ય જગ્યાએ ઉપયોગ કરવા માટે પાસવર્ડ કૉપિ કરવા માટે પાસવર્ડ કૉપિ કરો પર ટૅપ કરો.

પાસકી અથવા પાસવર્ડ સાથે અકાઉંટ માટે નોટ્સ ઉમેરો

તમે સુરક્ષિત રીતે રિકવરી કીની માહિતી, સુરક્ષા પ્રશ્નો, PIN નંબર વગેરે જેવી વિગતોની નોંધ રાખી શકો છો.

  1. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. તમામ પર ટૅપ કરો પછી અકાઉંટ પર ટૅપ કરો.

  3. “સંપાદિત કરો” પર ટૅપ કરો અને “નોટ્સ” પર ટૅપ કરીને તમારી ટેક્સ્ટ એંટર કરો પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

નોટ્સ અપડેટ કરવા માટે “સંપાદિત કરો” (ઉપર જમણી બાજુ) પર ટૅપ કરો પછી “નોટ્સ” ફીલ્ડ પર ટૅપ કરો.

અકાઉંટ માટે વેબસાઇટ પર જાઓ

  1. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. તમામ પર ટૅપ કરો પછી અકાઉંટ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “Safari” બટન પર ટૅપ કરો.

    • વેબસાઇટના URL પર ટૅપ કરો અને “વેબસાઇટ કૉપિ કરો” પર ટૅપ કરો પછી તમારા બ્રાઉઝરના અડ્રેસ ફીલ્ડમાં URL પેસ્ટ કરો.

તમારા iPad અને iCloud કીચેનમાંથી અકાઉંટ કાઢી નાખો

  1. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. અકાઉંટ પર ડાબી બાજુ સ્વાઇપ કરો.

    ઉદાહરણ તરીકે, કદાચ તમે એવી વેબસાઇટ અથવા ઍપના અકાઉંટને કાઢી નાખવા માંગો છો જે હવે ઉપલબ્ધ નથી.

નોટ : તમે જે વેબસાઇટ અથવા ઍપ બનાવી છે તેમાંથી આ ઍક્શન દ્વારા અકાઉંટ કાઢી નાખવામાં આવતું નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.