આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ટેક્સ્ટ, વૉઇસ અને વાર્તાલાપનો અનુવાદ કરો

તમે ટેક્સ્ટ, વૉઇસ અને વાર્તાલાપનો કોઈ પણ સપોર્ટેડ ભાષામાં અનુવાદ કરી શકો છો. ઇંટરનેટ કનેક્શન વગર પણ તમે ડિવાઇસમાં સંપૂર્ણ રીતે અનુવાદ કરવા માટે ભાષાઓ ડાઉનલોડ કરી શકો છો.

અંગ્રેજીમાંથી સ્પૅનિશ, અંગ્રેજીમાંથી મેંડરીન અને અંગ્રેજીમાંથી કોરિયનમાં અનુવાદ કરેલા વાક્યાંશ દર્શાવતું અનુવાદ ટૅબ.

નોટ : સપોર્ટેડ ભાષાઓ માટે અનુવાદ ઉપલબ્ધ છે. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

ટેક્સ્ટ અથવા તમારો વૉઇસ અનુવાદ કરવા માટે

  1. તમારા iPadમાં અનુવાદ ઍપ પર જાઓ.

  2. તમે સિલેક્ટ કરેલી ટેક્સ્ટનો અનુવાદ કરવાની ભાષા પર ટૅપ કરો.

    ભાષાઓ સ્વેપ કરવા માટે “ભાષા સ્વેપ” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ એક પર ટૅપ કરો :

    • ટેક્સ્ટનો અનુવાદ કરો : “ટેક્સ્ટ એંટર કરો” પર ટૅપ કરીને વાક્યાંશ ટાઇપ કરો (અથવા ટેક્સ્ટ પેસ્ટ કરો) અને પછી કીબોર્ડમાં “આગળ” પર ટૅપ કરો.

      તમે સ્ક્રીનમાં ઉપર જમણા ખૂણામાં “પૂર્ણ” પર પણ ટૅપ કરી શકો છો.

    • તમારા વૉઇસનો અનુવાદ કરો : “સાંભળો” બટન પર ટૅપ કરો અને પછી વાક્યાંશ કહો.

      નોટ : તમે ટાઇપ કરો અથવા બોલો એટલે તરત જ શબ્દોનો અનુવાદ કરવામાં આવે છે.

  4. અનુવાદ બતાવવામાં આવે ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો.:

    • ઑડિઓ અનુવાદ પ્લે કરો : “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

      ટિપ : પ્લેબૅક સ્પીડ ઍડજસ્ટ કરવા માટે “પ્લે કરો” બટનને ટચ કરીને હોલ્ડ કરો.

    • અન્ય વ્યક્તિને અનુવાદ બતાવો : “ફૂલ સ્ક્રીનમાં જાઓ” બટન પર ટૅપ કરો.

    • અનુવાદને મનપસંદ તરીકે સેવ કરો : “મનપસંદ” બટન પર ટૅપ કરો.

    • શબ્દકોશમાં શબ્દ ખોજો : “શબ્દકોશ” બટન પર ટૅપ કરો.

    • અનુવાદને કૉપિ કરો : “કૉપિ” બટન પર ટૅપ કરો.

ટિપ : તમારી તાજેતરની હિસ્ટરી જોવા માટે અનુવાદમાં નીચે સ્વાઇપ કરો.

અનુવાદને ડિલીટ કરવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

તમારા મનપસંદ અનુવાદને જોવા માટે

અંગ્રેજીમાંથી કોરિયન અને અંગ્રેજીમાંથી સ્પૅનિશમાં સેવ કરેલા અનુવાદિત વાક્યાંશ દર્શાવતું મનપસંદ ટૅબ. “તાજેતરના”ની નીચે તાજેતરમાં અનુવાદ કરેલા વાક્યાંશ છે.
  1. તમારા iPadમાં અનુવાદ ઍપ પર જાઓ.

  2. “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરીને “તમામ મનપસંદ” પર ટૅપ કરો પછી તમારા મનપસંદ કરેલા અનુવાદ અને તમે તાજેતરમાં અનુવાદ કરેલા શબ્દો અને વાક્યાંશ જોવા માટે સ્ક્રોલ કરો.

    અનુવાદને તમારા મનપસંદમાંથી કાઢી નાખવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “મનપસંદમાંથી હટાવો” બટન પર ટૅપ કરો.

નોટ : તમે તમારા iPhone, iPad અથવા Apple Watchમાં તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય ત્યાં અનુવાદ ઍપમાં તમારા મનપસંદ અનુવાદ જોઈ શકો છો.

વાર્તાલાપનો અનુવાદ કરવા માટે

iPad વાર્તાલાપની બંને બાજુના અનુવાદ કરેલા ટેક્સ્ટ બબલ દર્શાવે છે. તમારી પાસે ઇંટરનેટ કનેક્શન ન હોય અથવા ઑન-ડિવાઇસ મોડ ચાલુ હોય ત્યારે ડાઉનલોડ કરેલી ભાષાઓ માટે વાર્તાલાપ કામ કરે છે.

ચૅટ બબલ અને તેમના અનુવાદ દર્શાવતું વાર્તાલાપ ટૅબ.
  1. તમારા iPadમાં અનુવાદ ઍપ પર જાઓ.

  2. “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો પછી વાર્તાલાપ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ એક પર ટૅપ કરો :

    • ટેક્સ્ટ ટાઇપ કરો : “ટેક્સ્ટ એંટર કરો” પર ટૅપ કરીને વાક્યાંશ ટાઇપ કરો (અથવા ટેક્સ્ટ પેસ્ટ કરો) અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

    • તમારા વૉઇસનો ઉપયોગ કરો : “સાંભળો” બટન પર ટૅપ કરો અને પછી વાક્યાંશ કહો.

    નોટ : તમે ટાઇપ કરો અથવા બોલો એટલે તરત જ શબ્દોનો અનુવાદ કરવામાં આવે છે.

  4. ઑડિઓ અનુવાદને સાંભળવા માટે “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

    ઑડિઓ અનુવાદને ઑટોમૅટિક રીતે સાંભળવા માટે “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો અને પછી “અનુવાદ પ્લે કરો” પર ટૅપ કરો.

ટિપ : દરેક વ્યક્તિ બોલે તે પહેલાં માઇક્રોફોન બટન ટૅપ કર્યા વગર તમે વાર્તાલાપનું ભાષાંતર કરી શકો છો. “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરીને “ઑટોમૅટિક રીતે અનુવાદ કરો” પર ટૅપ કરો પછી વાર્તાલાપ શરૂ કરવા માટે “સાંભળો” બટન પર ટૅપ કરો. તમે બોલવાનું શરૂ કરો અને બંધ કરો ત્યારે iPad તેને ઑટોમૅટિક રીતે ડિટૅક્ટ કરી લે છે.

સામસામે ચૅટ કરતી વખતે ઉપર ડાબી બાજુએ “જુઓ” પર ટૅપ કરો અને પછી “સામસામે” પર ટૅપ કરો જેથી દરેક વ્યક્તિ પોતાની સ્ક્રીનમાં વાર્તાલાપ જોઈ શકે.

ઘણા અર્થવાળા શબ્દોને રિવ્યૂ કરવા માટે

ઘણા અર્થ ધરાવતા શબ્દનો બીજી ભાષામાં અનુવાદ કરતી વખતે તમે ઇચ્છો તે પસંદ કરી શકો છો. તમે વ્યાકરણાત્મક લિંગ ભિન્નતા ધરાવતા શબ્દો માટે સ્ત્રીલિંગી અથવા પુલ્લિંગી અનુવાદ પણ સિલેક્ટ કરી શકો છો.

નોટ : જ્યારે લિંગનો ઉલ્લેખ કરવામાં ન આવે ત્યારે અનુવાદમાં શબ્દનું લિંગ ઑટોમૅટિક રીતે નાન્યતર સ્વરૂપમાં ડિફૉલ્ટ સેટ થઈ જાય છે.

અંગ્રેજીથી સ્પૅનિશમાં અનુવાદ કરેલા વાક્યાંશ અને નીચે સૂચિબદ્ધ વિવિધ લિંગ ભિન્નતા સાથે રાખોડી રંગમાં હાઇલાઇટ કરેલા શબ્દ દર્શાવતું અનુવાદ ટૅબ.
  1. તમારા iPadમાં અનુવાદ ઍપ પર જાઓ.

  2. શબ્દ અથવા વાક્યાંશનો અનુવાદ કરો પછી કીબોર્ડમાં “આગળ” પર ટૅપ કરો.

  3. ઉપલબ્ધ હોય ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અલગ અર્થ પસંદ કરો : ઉપલબ્ધ હોય ત્યારે ઇચ્છિત અર્થ પસંદ કરવા માટે આછા રંગના શબ્દ પર ટૅપ કરો.

    • વ્યાકરણાત્મક લિંગ અનુવાદ પસંદ કરો : ઉપલબ્ધ હોય ત્યારે સ્ત્રીલિંગી અથવા પુલ્લિંગી અનુવાદ સિલેક્ટ કરવા માટે આછા રંગના શબ્દ પર ટૅપ કરો.

વ્યાકરણાત્મક લિંગ અનુવાદ બંધ કરવા માટે “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો અને પછી વ્યાકરણાત્મક લિંગ બતાવો પર ટૅપ કરો.

ઑફલાઇન અનુવાદ અથવા ઑન-ડિવાઇસ મોડ માટે ભાષાઓ ડાઉનલોડ કરો

તમારી પાસે ઇંટરનેટ કનેક્શન ન હોય અથવા ઑન-ડિવાઇસ મોડ ચાલુ હોય ત્યારે અનુવાદ કરવા માટે ભાષાઓ ડાઉનલોડ કરો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > અનુવાદ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “ડાઉનલોડ કરેલી ભાષાઓ” પર ટૅપ કરો પછી તમે જે ભાષાઓ ડાઉનલોડ કરવા માંગો છો તેની બાજુમાં “ડાઉનલોડ કરો” બટન પર ટૅપ કરો.

    • ઑન-ડિવાઇસ મોડ ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.