આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં કૅલેંડરમાં અલગ ટાઇમઝોનમાં ઇવેંટ શેડ્યૂલ અથવા ડિસ્પ્લે કરવા માટે

કૅલેંડર ઍપમાં તમારા વર્તમાન લોકેશનના ટાઇમઝોન અનુસાર ઇવેંટ દેખાય છે. જો કે, તમે કોઈ અલગ લોકેશન પર પ્રવાસ કરો તો પણ તમારું કૅલેંડર હંમેશાં ચોક્કસ ટાઇમઝોન ડિસ્પ્લે કરે તે પ્રમાણે તેને સેટ કરી શકો છો. તમે કૅલેંડરમાં વર્તમાનમાં બતાવવામાં આવતા ટાઇમઝોન કરતાં અલગ ટાઇમઝોનમાં ઇવેંટને શેડ્યૂલ કરી શકો છો.

નવી ઇવેંટનો ટાઇમઝોન બદલવા માટે

તમે કૅલેંડરમાં ઇવેંટ બનાવી અને સંપાદિત કરી શકો છો અને ઇવેંટનો ટાઇમઝોન બદલી શકો છો—ભલે તમારા વર્તમાન ટાઇમઝોન કરતાં તે અલગ હોય. ઉદાહરણ તરીકે જો તમે મુંબઈમાં રહો છો તો તમે ઇવેંટ બનાવી અથવા સંપાદિત કરી શકો છો અને તેને બીજા લોકેશન—જેમ કે USના ટાઇમઝોન અનુસાર શેડ્યૂલ કરી શકો છો.

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં ઉપર “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. ઇવેંટની વિગતો (ટાઇટલ, લોકેશન, પ્રવાસનો સમય, અટૅચમેંટ વગેરે) ઉમેરો.

  4. ઇવેંટનો પ્રારંભ અને સમાપ્તિ સમય એંટર કરો અને પછી “ટાઇમઝોન” પર ટૅપ કરો.

  5. લોકેશન સર્ચ કરીને તેના પર ટૅપ કરો અને પછી “ઉમેરો” પર ટૅપ કરો.

નોટ : જો જરૂર પડે તો તમે ઇવેંટનાં ટાઇમઝોનને પછીથી સંપાદિત કરી શકો છો.

તમારા કૅલેંડરને હંમેશાં ચોક્કસ ટાઇમઝોનમાં જોવા માટે

તમે ડિફૉલ્ટ ટાઇમઝોન સેટિંગને ઓવરરાઇડ કરી શકો છો જેથી તમે કૅલેંડરને તમારી પસંદગીના ટાઇમઝોનમાં ડિસ્પ્લે કરી શકો. જો તમે રિમોટલી કામ કરી રહ્યાં હોવ અને અલગ ટાઇમઝોનમાં તમારા સહકર્મીઓ સાથે મીટિંગ શેડ્યૂલ કરતી વખતે સમયનું ધ્યાન રાખવા માટે આ મદદરૂપ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો તમે મુંબઈમાં રહો છો અને તમારી નોકરી US આધારિત છે તો તમે તમારા વર્તમાન લોકેશનના ટાઇમઝોનને ઓવરરાઇડ કરી શકો છો અને USના ટાઇમઝોન અનુસાર કૅલેંડર ઇવેંટ જોઈ શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > કૅલેંડર પર જાઓ.

  2. “ટાઇમઝોન ઓવરરાઇડ” પર ટૅપ કરો અને પછી તેને ચાલુ કરવા માટે “ટાઇમઝોન ઓવરરાઇડ કરો” પર ટૅપ કરો.

  3. “ટાઇમઝોન” પર ટૅપ કરીને લોકેશન (ઉદાહરણ તરીકે, દિલ્હી) સર્ચ કરો અને પછી “લોકેશન” પર ટૅપ કરો.

તમે ટાઇમઝોન ઓવરરાઇડ ચાલુ કરો તે પહેલાં બનાવેલી ઇવેંટ તમે સિલેક્ટ કરેલા લોકેશનના ટાઇમ ઝોન અનુસાર દેખાય છે પરંતુ તેની સાથે જેમાં ઇવેંટ બનાવવામાં આવી હતી તે અસલ ટાઇમ ઝોન પણ બતાવે છે.

નોટ : ટાઇમઝોન ઓવરરાઇડ ફક્ત કૅલેંડર ઍપમાં બતાવવામાં આવતા ટાઇમઝોનને બદલે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.