આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાંથી પ્રિંટ કરો

Mail, ફોટોસ, Safari અને Freeform જેવી ઍપ્સમાંથી AirPrint-સક્ષમ પ્રિંટર પર વાયરલેસ રીતે પ્રિંટ કરવા માટે AirPrintનો ઉપયોગ કરો. App Store પર ઉપલબ્ધ ઘણી ઍપ્સ પણ AirPrintને સપોર્ટ કરે છે.

તમારું iPad અને પ્રિંટર એક જ Wi-Fi નેટવર્ક પર હોવા આવશ્યક છે. Apple સપોર્ટ લેખ AirPrintનો પરિચય જુઓ.

AirPrint-સક્ષમ પ્રિંટર પસંદ કરો

તમારું પ્રિંટર AirPrintને સપોર્ટ કરે છે અને તમારું iPad અને પ્રિંટર એક જ Wi-Fi નેટવર્ક પર છે તેની પુષ્ટિ કર્યા પછી નીચે મુજબ કરો :

  1. તમે જે ઍપમાંથી પ્રિંટ કરવા માંગો છો તે ખોલો.

  2. “શેર કરો” બટન, “વધુ” બટન, “જવાબ આપો” બટન અથવા ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરો (ઍપના આધારે).

  3. પ્રિંટ પર ટૅપ કરો, કોઈ પ્રિંટર સિલેક્ટ કરેલું નથી પર ટૅપ કરો પછી AirPrint-સક્ષમ પ્રિંટર પસંદ કરો.

ડૉક્યુમૅન્ટ પ્રિંટ કરો

  1. તમે જે ઍપમાંથી પ્રિંટ કરવા માંગો છો તે ખોલો.

  2. “શેર કરો” બટન, “વધુ” બટન, “જવાબ આપો” બટન અથવા ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરો (ઍપના આધારે).

  3. પ્રિંટ પર ટૅપ કરો. (જો તમને પ્રિંટ દેખાતું ન હોય તો ઉપર તરફ સ્વાઇપ કરો.)

પ્રિંટ જોબનું સ્ટેટસ જુઓ

ઍપ સ્વિચર ખોલો પછી પ્રિંટ સેંટર પર ટૅપ કરો.

આઇકન પરનો બૅજ કેટલા ડૉક્યુમૅન્ટ કતારમાં છે તે બતાવે છે.

પ્રિંટ જોબ રદ કરવા માટે તેને પ્રિંટ સેંટરમાં સિલેક્ટ કરો અને પછી પ્રિંટિંગ રદ કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.