આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો

Apple Music એક એડ-ફ્રી સ્ટ્રીમિંગ સંગીત સેવા છે જે તમને લાખો ગીત અને તમારી સંગીત લાઇબ્રેરી પ્લે કરવાની સુવિધા આપે છે. સબ્સ્ક્રાઇબર તરીકે તમે ગમે તે સમયે—ઑનલાઇન અથવા ઑફલાઇન—સાંભળી શકો છો અને તમારું પોતાનું પ્લેલિસ્ટ બનાવી શકો છો, લૉસલેસ અને Dolby Atmos સંગીત સ્ટ્રીમ અને ડાઉનલોડ કરી શકો છો, પર્સનલાઇઝ કરેલી ભલામણો મેળવી શકો છો, કલાકારોને ફૉલો કરી શકો છો, તમારા મિત્રો સાંભળી રહ્યાં હોય તે સંગીત જોઈ શકો છો, એક્સક્લૂસિવ વીડિયો કૉન્ટેંટ જોઈ શકો છો અને ઘણું બધું કરી શકો છો.

તમે Apple Music અથવા Apple Oneને સબ્સ્ક્રાઇબ કરી શકો છો જેમાં Apple Music અને અન્ય સેવાઓ સામેલ છે. જુઓ : Apple સપોર્ટ લેખ Apple One સાથે Apple સબ્સ્ક્રિપ્શન જોડો.

નોટ : Apple Music, Apple One, લૉસલેસ અને Dolby Atmos તમામ દેશ અથવા પ્રદેશમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.

Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો

  1. તમારા iPadમાં સંગીત ઍપ પર જાઓ.

  2. Apple Musicને સબ્સ્ક્રાઇબ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    જ્યારે તમે પહેલી વાર સંગીત ઍપ ખોલો ત્યારે જો તમે Apple Musicને સબ્સ્ક્રાઇબ ન કરો તો તમે પછીથી સબ્સ્ક્રાઇબ કરી શકો છો—સેટિંગ્સ  > ઍપ્સ > સંગીત પર જાઓ પછી “Apple Musicમાં જોડાઓ” પર ટૅપ કરો.

નવા સબ્સ્ક્રાઇબર ટ્રાયલ શરૂ કરી શકે છે અને કોઈ પણ સમયે રદ કરી શકે છે. જો તમે તમારું Apple Musicનું સબ્સ્ક્રિપ્શન સમાપ્ત કરો છો તો તમે હવેથી Apple Musicનાં ગીત સ્ટ્રીમ કરી શકશો નહિ અથવા તમારા દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલાં Apple Musicનાં ગીત પ્લે કરી શકશો નહિ.

લાયકાત ધરાવતા વિદ્યાર્થી ડિસ્કાઉંટેડ ભાવે વિદ્યાર્થી સબ્સ્ક્રિપ્શન ખરીદી શકે છે. જુઓ : Apple સપોર્ટ લેખ Apple Music વિદ્યાર્થી સબ્સ્ક્રિપ્શન મેળવો.

પરિવારના સભ્યો સાથે Apple Music શેર કરો

જ્યારે તમે Apple Music, Apple One ફેમિલી અથવા Apple One પ્રીમિયરને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે તમે Apple Musicને પરિવારના અન્ય પાંચ સભ્યો સાથે શેર કરવા માટે ફેમિલી શેરિંગનો ઉપયોગ કરી શકો છો. એકવાર તમારો પરિવાર સેટ અપ થઈ જાય પછી તમારા પરિવારના ગ્રૂપને કંઈ કરવાની જરૂર નથી—તમારું સબ્સ્ક્રિપ્શન શરૂ થયા પછી જ્યારે તેઓ પહેલી વાર સંગીત ઍપ ખોલે છે ત્યારે Apple Music તેમના માટે ઉપલબ્ધ થાય છે.

જો તમે Apple Music, Apple One ફેમિલી અથવા Apple One પ્રીમિયરને સબ્સ્ક્રાઇબ કરનારા ફેમિલી ગ્રૂપમાં જોડાઓ છો અને તમે પહેલાંથી જ સબ્સ્ક્રાઇબ કરેલું હોય તો તમારું સબ્સ્ક્રિપ્શન તમારી આગામી બિલિંગ તારીખે રિન્યૂ કરવામાં આવશે નહિ; તેના બદલે તમે ગ્રૂપના સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ કરો. જો તમે સબ્સ્ક્રાઇબ ન કરનારા પરિવારના ગ્રૂપમાં જોડાઓ તો ગ્રૂપ તમારા સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે.

નોટ : પરિવારના ગ્રૂપ સાથે Apple Music શેર કરવાનું બંધ કરવા માટે તમે સબ્સ્ક્રિપ્શન રદ કરી શકો છો, ફેમિલી શેરિંગ ગ્રૂપમાંથી નીકળી શકો છો અથવા ફેમિલી શેરિંગ ગ્રૂપમાંથી સભ્યને કાઢી શકો છો .

તમારું Apple Music સબ્સ્ક્રિપ્શન બદલવા અથવા રદ કરવા માટે

તમે તમારો સબ્સ્ક્રિપ્શન પ્લાન બદલી શકો છો અથવા તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરી શકો છો.

  1. તમારા iPadમાં સંગીત ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં હોમ પર ટૅપ કરો પછી “મારું અકાઉંટ” બટન અથવા તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.

  3. “સબ્સ્ક્રિપ્શન મૅનેજ કરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

જો તમે સબ્સ્ક્રાઇબર ન હો તો તમે iPad સાથે સિંક થયેલું સંગીત Mac અથવા Windows ડિવાઇસથી પ્લે કરવા માટે સંગીતનો ઉપયોગ કરી શકો છો, અગાઉની iTunes Storeની ખરીદીઓ પ્લે અને ડાઉનલોડ કરી શકો છો અને Apple Music રેડિઓ ફ્રીમાં પ્લે કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.