આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં તમારી લાઇબ્રેરીમાં સ્થળ અને નોટ્સ ઉમેરો

તમે પિન, સ્થળ, ગાઇડ અને રૂટને એક જગ્યાએ શોધી શકો છો : નકશો ઍપમાં તમારી લાઇબ્રેરીમાં. સેવ કરેલા સ્થળમાં તમારી પોતાની વ્યક્તિગત નોટ્સ ઉમેરો—જે માત્ર તમે જોઈ શકો છો—અથવા સરળ ઍક્સેસ માટે તમારા વારંવાર વિઝિટ કરવામાં આવતા સ્થળને પિન કરો.

સ્થળને તમારી લાઇબ્રેરીમાં સેવ કરવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. સ્થળ કાર્ડ જોઈ રહ્યાં હોવ ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “ઉમેરો” બટન પર ટૅપ કરો. તે “ઉમેર્યું” બટનમાં બદલાય છે.

    • “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “લાઇબ્રેરીમાં ઉમેરો” પર ટૅપ કરો.

સ્થળમાં નોટ્સ ઉમેરવા માટે

તમે સ્થળમાં ઉમેરેલી નોટ્સ કોઈ પણ સમયે વાંચી શકો છો પરંતુ જો તમે સ્થળને શેર કર્યું હોય તો તે અન્ય લોકોને દેખાતી નથી.

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. સ્થળ કાર્ડ જોઈ રહ્યાં હોવ ત્યારે “વધુ” બટન પર ટૅપ કરીને પછી “નોટ ઉમેરો” પર ટૅપ કરો.

  3. કંઇક લખીને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

કોઈ સ્થળ પર નોટ ઉમેરવાથી તે સ્થળ તમારી લાઇબ્રેરીમાં સેવ થઈ જાય છે.

પિનને તમારી લાઇબ્રેરીમાં ઉમેરવા માટે

તમે નકશો અને CarPlayમાં સરળ ઍક્સેસ માટે વારંવાર વિઝિટ કરવામાં આવતા સ્થળને પિન કરી શકો છો. તે તમારી લાઇબ્રેરીમાં અને પિન કરેલા નીચે આઇકન તરીકે પણ દેખાય છે.

વિસ્તારનો નકશો બતાવતી નકશો ઍપ. ઉપરની ડાબી બાજુએ સર્ચ ફીલ્ડ છે અને તેની નીચે Siri સૂચનો, લાઇબ્રેરીમાં પિન કરેલા સ્થળો, તાજેતરના સર્ચ અને ભલામણ કરેલી માર્ગદર્શિકાઓ છે.
  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરીની નીચે “ઉમેરો” બટન પર ટૅપ કરીને (તમારે ડાબી બાજુ સ્વાઇપ કરવું પડી શકે છે) પછી સર્ચ કરો અથવા સૂચનને ટૅપ કરો. તમે પિન ડ્રૉપ કરો પણ પસંદ કરી શકો છો.

  3. જો પિન તમારા ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલ માટે હોય તો તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

    • તેને આપેલા પ્રકારમાં અસાઇન કરો : ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલ સિલેક્ટ કરો.

    • મારા કાર્ડમાં સિંક કરો : “સંપર્ક કાર્ડમાં ઉમેરો” પર ટૅપ કરો.

જુઓ : પિન સંપાદિત કરવા માટે.

સ્થળને તમારી લાઇબ્રેરીમાંથી કાઢી નાખવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરીની નીચે “સ્થળ” બટન પર ટૅપ કરીને પછી સ્થળ પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો પછી “લાઇબ્રેરીમાંથી ડિલીટ કરો” પર ટૅપ કરો.

જો તમે સ્થળ કાર્ડમાં હોવ તો “ઉમેર્યું” બટન પર ટૅપ કરો. તે ફરી “ઉમેરો” બટનમાં બદલાય છે.

તમારી લાઇબ્રેરીમાંથી કોઈ સ્થળને કાઢી નાખવાથી તમે તેમાં ઉમેરેલી કોઈ પણ વ્યક્તિગત નોટ્સ ડિલીટ થઈ જશે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.