આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં 3D નકશા જુઓ

નકશા પર કોઈ પણ લોકેશન એક્સપ્લોર કરતી વખતે તમે નકશાને ફેરવીને વધારાના પરિમાણવાળું ક્ષેત્ર જોઈ શકો છો.

સપોર્ટેડ મૉડલમાં અને સિલેક્ટ કરેલા શહેરોમાં નકશો ઍપ એલિવેશન, રસ્તાઓ, વૃક્ષો, ઇમારતો, લેંડમાર્ક વગેરે માટે ઇનહાંસ વિગતો પ્રદાન કરે છે. (ઉપલબ્ધતા માટે iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ પર શહેરનો વિગતવાર અનુભવ જુઓ.)

નકશા અથવા ગોળાને મુવ, ઝૂમ કરવા અથવા ફેરવવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નકશામાં આસપાસ મુવ કરો : નકશાને ડ્રૅગ કરો.

    • ઝૂમ ઇન અથવા આઉટ કરવા માટે : ડબલ-ટૅપ કરીને પછી ઝૂમ કરવા માટે ઉપર ડ્રૅગ કરો અથવા ઝૂમ આઉટ કરવા માટે નીચે ડ્રૅગ કરો. અથવા નકશા પર બે આંગળી રાખીને તેને નજીક અથવા દૂર લઈ જાઓ.

    • નકશો ફેરવો : બે આંગળીથી નકશાને ટચ અને હોલ્ડ કરીને પછી તમારી આંગળીઓ ફેરવો.

      તમે નકશો ફેરવો તે પછી સ્ક્રીનમાં ઉપરની તરફ ઉત્તર બતાવવા માટે “કંપોઝ” બટન પર ટૅપ કરો.

3D નકશો જોવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. 2D નકશાને 3D નકશામાં ફેરવવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  3. 3D નકશો જોતી વખતે તમે નીચેનામાંથી કોઈ પણ કરી શકો છો :

    • એંગલ ઍડજસ્ટ કરવા માટે : બે આંગળીઓને ઉપર કે નીચે ડ્રૅગ કરો.

    • ઇમારત અને અન્ય નાની જગ્યા 3Dમાં જુઓ : ઝૂમ ઇન કરો.

    • પૃથ્વી જુઓ : જ્યાં સુધી નકશાનો આકાર બદલાઈને ગોળા જેવો ન થાય ત્યાં સુધી ઝૂમ આઉટ કરો. ગ્લૉબને ફેરવવા માટે ડ્રૅગ કરો અથવા પર્વતમાળાઓ, રણ, સમુદ્ર વગેરેની વિગતો એક્સપ્લોર કરવા માટે ઝૂમ ઇન અથવા આઉટ કરો (સપોર્ટેડ મૉડલમાં).

    • 2D નકશા પર પાછા જાઓ : ઉપર જમણી બાજુની નજીક 2D પર ટૅપ કરો.

નકશો ઍપમાં બ્રિજ અને પાર્ક દર્શાવતો 3D નકશો.

તમે Flyover યાત્રા કરી શકો છો અથવા આસપાસની જગ્યાઓ જોઈ શકો છો.

નકશો ઍપના ફીચર વિસ્તાર અને દેશ પ્રમાણે બદલાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.