આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મેસેજમાંથી મેસેજ અને અટૅચમેંટ ડિલીટ કરો

તમે કોઈ પણ સમયે તમારા પ્રાપ્તકર્તાઓ જે કંઈ પણ જોતા હોય તેને અસર કર્યા વગર તમારા iPadમાંથી ટેક્સ્ટ મેસેજ, અટૅચમેંટ અને સંપૂર્ણ વાર્તાલાપને ડિલીટ કરી શકો છો.

ટિપ : તમે ભૂલથી મોકલેલો મેસેજ પાછો ખેંચવા માટે (2 મિનિટની અંદર), તમારા અને પ્રાપ્તકર્તાના ફોનમાંથી તેને ડિલીટ કરવા માટે મોકલવાનું અનડૂ કરોનો ઉપયોગ કરો.

ડિલીટ કરેલા મેસેજ અને અટૅચમેંટ તમારા “તાજેતરમાં ડિલીટ કરેલ” ફોલ્ડરમાં 30 દિવસ સુધી રહે છે અને તમે તેમને રિકવર કરી શકો છો.

મેસેજ અને અટૅચમેંટ ડિલીટ કરો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ ખોલો અને મેસેજ બબલ અથવા અટૅચમેંટને ટચ કરો અને હોલ્ડ કરો પછી વધુ પર ટૅપ કરો.

  3. તમે ડિલીટ કરવા માંગો છો તે મેસેજ અથવા અટૅચમેંટ સિલેક્ટ કરો પછી “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

તમે સંપૂર્ણપણે વાર્તાલાપને ડિલીટ કરી શકો છો.

સમાન પ્રકારના ઘણાં અટૅચમેંટ ડિલીટ કરો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં સૌથી ઉપર તમે જે વ્યક્તિ અથવા ગ્રૂપ સાથે વાર્તાલાપ કરી રહ્યાં છો તે વ્યક્તિ અથવા ગ્રૂપના નામ પર ટૅપ કરો.

  3. ફોટોસ જેવી શ્રેણીમાં નીચે સ્ક્રોલ કરો અને પછી તમામ જુઓ પર ટૅપ કરો.

  4. “સિલેક્ટ કરો” પર ટૅપ કરો અને તમે ડિલીટ કરવા માંગો છો તે દરેક આઇટમ પર ટૅપ કરો પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

વાર્તાલાપ ડિલીટ કરો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. મેસેજ વાર્તાલાપ લિસ્ટમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વાર્તાલાપની ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “ડિલીટ કરો” બટન ટૅપ કરો.

    • વાર્તાલાપને ટચ અને હોલ્ડ કરો પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

ઘણા વાર્તાલાપ ડિલીટ કરો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. મેસેજ વાર્તાલાપ લિસ્ટમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઉપરના ડાબા ખૂણામાં “સંપાદિત કરો” પર ટૅપ કરો.

    • ઉપરના ડાબા ખૂણાની નજીક “વધુ” બટન પર ટૅપ કરો.

  3. “મેસેજ સિલેક્ટ કરો” પર ટૅપ કરો અને તમે જે વાર્તાલાપને ડિલીટ કરવા માંગો છો તે પસંદ કરો પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

તાજેતરમાં ડિલીટ કરેલા મેસેજ અને અટૅચમેંટ કાયમ માટે કાઢી નાખો

ડિલીટ કરેલા મેસેજ અને અટૅચમેંટ “તાજેતરમાં ડિલીટ કરેલ” ફોલ્ડરમાં 30 દિવસ સુધી રહે છે પરંતુ તે પહેલાં તમે તેને કાયમ માટે કાઢી શકો છો.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. મેસેજ વાર્તાલાપ લિસ્ટમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઉપરના ડાબા ખૂણામાં સંપાદિત કરો પર ટૅપ કરો અને પછી તાજેતરમાં ડિલીટ કરેલ બતાવો પર ટૅપ કરો.

    • ઉપરના ડાબા ખૂણામાં “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો પછી તાજેતરમાં ડિલીટ કરેલ પર ટૅપ કરો.

    જો તમે વાર્તાલાપમાં હોવ તો વાર્તાલાપ લિસ્ટ પર પાછા જવા માટે “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

  3. જેમના મેસેજ તમે કાયમ માટે ડિલીટ કરવા માંગતા હોવ એવા વાર્તાલાપને સિલેક્ટ કરો અને “ડિલીટ કરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

જૂના મેસેજને ઑટોમૅટિક રીતે ડિલીટ કરો

તમે 30 દિવસથી વધુ જૂના અથવા એક વર્ષ જૂના મેસેજ અને અટૅચમેંટ નિરંતર ધોરણે ડિલીટ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > મેસેજ પર જાઓ.

  2. નીચે સ્ક્રોલ કરો અને મેસેજ રાખો (મેસેજ હિસ્ટરીની નીચે) પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.

મહત્ત્વપૂર્ણ : જો તમે “હંમેશાં” સિવાયનો કોઈ અન્ય વિકલ્પ પસંદ કરો છો તો તમારો વાર્તાલાપ (તમામ અટૅચમેંટ સહિત) દર્શાવેલી સમય અવધિ પછી ઑટોમૅટિક રીતે કાઢી નાખવામાં આવે છે.

જો તમે iCloudમાં મેસેજનો ઉપયોગ કરો છો તો તમારા iPad પર મેસેજ અથવા વાર્તાલાપ ડિલીટ કરવાથી iCloudમાં મેસેજ ચાલુ હોય તેવાં તમારાં તમામ ડિવાઇસમાંથી ડિલીટ થઈ જાય છે. iCloud યૂઝર ગાઇડમાં જુઓ : iCloud દ્વારા તમારા મેસેજને અપ-ટૂ-ડેટ રાખો.

નોટ : મેસેજને ડિલીટ કરવાથી ફક્ત જ્યાં તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તેવા તમારા iPad અને અન્ય Apple ડિવાઇસ પર અસર થાય છે. તમે અન્ય કોઈ વ્યક્તિ માટે મેસેજ, અટૅચમેંટ અને વાર્તાલાપ ડિલીટ કરી શકતા નથી.

બધું ડિલીટ કરવા (માત્ર તમારા મેસેજ નહિ) માટે iPadનો ડેટા મિટાવી દો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.