આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં સ્થળો વિષે માહિતી મેળવો

તમે રસ્તાનું સરનામું અને દેખાતા સ્થળો વિષે અન્ય માહિતી શોધી શકો છો.

મ્યૂઝિઅમનું સ્થળ કાર્ડ જેમાં તેની ખુલ્લી હોવાની સ્થિતિ, રેટિંગ, વર્ણન, ફોટો અને કૉલ કરવા, તેની વેબસાઇટ પર જવા અથવા ટિકિટ ખરીદવા માટેનાં બટન છે.

સ્થળ વિષે માહિતી મેળવવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. કોઈ સ્થળ (ઉદાહરણ તરીકે નકશામાં કોઈ શહેર અથવા લેંડમાર્ક, તમે પિનથી અંકિત કરેલું સ્થળ અથવા નકશો ઍપમાં સર્ચ પરિણામ) પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • લોકેશન માટે રૂટ મેળવો : દિશા નિર્દેશન બટન પર ટૅપ કરો.

    • વધુ માહિતી જુઓ : સ્થળ કાર્ડમાં નીચે સ્ક્રોલ કરો.

      માહિતીમાં રસ્તાનું સરનામું, ફોન નંબર, વેબ પેજ લિંક, ગ્રાહકનાં રિવ્યૂ વગેરે સામેલ હોઈ શકે છે. ઘણાં રેસ્ટૉરંટ અને અન્ય વ્યવસાયો ઍપ ક્લિપ ઑફર કરે છે જે તમને તેમના સ્થળ કાર્ડ પર બટન ટૅપ કરીને ઑર્ડર કરવાની અથવા રિઝર્વેશન કરવાની અનુમતિ આપે છે.

સ્થળ વિષેની માહિતી સેવ કરવા માટે

તમે સ્થળ સેવ કરી શકો છો અથવા તેને પિન તરીકે તમારી કસ્ટમ ગાઇડમાં ઉમેરી શકો છો અથવા તમારા કોઈ એક સંપર્ક તરીકે ઉમેરી શકો છો.

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. નકશો ઍપમાં નકશામાં અથવા સર્ચ પરિણામમાં સ્થળ પર ટૅપ કરો અને વધુ (સ્થળ કાર્ડની જમણી બાજુએ) પર ટૅપ કરીને પછી વિકલ્પ પસંદ કરો.

તૃતીય પક્ષને રેસ્ટૉરંટનાં નામ મોકલવાનું રોકવા માટે

જો તમે ટેબલ-બુકિંગ એક્સટેંશન ધરાવતી ઍપ ઇંસ્ટૉલ કરો તો રેસ્ટૉરંટમાં રિઝર્વેશન કરવામાં પણ તે મદદ કરી શકે છે. તમે જે રેસ્ટૉરંટ જુઓ છો તેનાં નામ એક્સ્ટેંશન પર મોકલવાનું રોકી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > નકશો પર જાઓ.

  2. રેસ્ટૉરંટ બુકિંગ પર ટૅપ કરીને પછી ઍપ એક્સટેંશન બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.