આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તમારી પૉડકાસ્ટ લાઇબ્રેરી ઑર્ગનાઇઝ કરો

પૉડકાસ્ટ ઍપમાં તમે ફૉલો કરો છો તે પૉડકાસ્ટને કસ્ટમાઇઝ કરી શકો છો, તાજેતરના ઍપિસોડની માહિતી મેળવી શકો છો અને તમારાં પોતાનાં સ્ટેશન બનાવી શકો છો.

તમારી પૉડકાસ્ટ લાઇબ્રેરી જુઓ

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લાઇબ્રેરીની નીચે નીચેનામાંથી કોઈ પણ પર ટૅપ કરો :

    • તાજેતરમાં અપડેટ કરેલ : તમે ફૉલો કરો છો તે શોને તાજેતરમાં રિલીઝ થયેલા ઍપિસોડ સાથે જુઓ.

    • શો : તમારી લાઇબ્રેરીમાં રહેલા શો જુઓ. જો તમે પૉડકાસ્ટમાંથી તમે ફૉલો નથી કરતા એવા ઍપિસોડ ડાઉનલોડ અથવા સેવ કર્યા હોય તો તેને જોવા માટે “તમામ” પર ટૅપ કરો. માત્ર તમે ફૉલો કરો છો તે શો જોવા માટે “ફૉલો કરેલ” પર ટૅપ કરો. તમે સેવ અથવા ડાઉનલોડ કરેલા માહિતી પેજ અને ઍપિસોડ જોવા માટે કોઈપણ શો પર ટૅપ કરી શકો છો.

    • ચૅનલ : તમે સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલ, તમે તમારા મનપસંદમાં ઉમેરેલી ચૅનલ (iPadOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં) અને તમે ફૉલો કરો છો તે શો ધરાવતી ચૅનલ જુઓ. તમે ચૅનલના તમામ શો બ્રાઉઝ કરવા માટે તેના પર ટૅપ કરી શકો છો.

    • શ્રેણી : iPadOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં તમે ફૉલો કરો તે કોઈ પણ શોની શ્રેણી સાથે તમારા મનપસંદમાં ઉમેરેલી શ્રેણી જુઓ.

    • સેવ કરેલા : તમે સેવ કરેલા ઍપિસોડ જુઓ.

    • ડાઉનલોડ કરેલા : તમે ડાઉનલોડ કરેલા ઍપિસોડ જુઓ. તમે ઇંટરનેટ કનેક્શન વગર આ ઍપિસોડ સાંભળી શકો છો.

    • તાજેતરના એપિસોડ : તમે ફૉલો કરો છો તે દરેક શોમાંથી સૌથી તાજેતરના ઍપિસોડને જુઓ. આ પ્લેલિસ્ટમાં ઍપિસોડ રાખવાના સમયમાં ફેરફાર કરવા માટે “વધુ” બટનપર ટૅપ કરો.

    • સ્ટેશન : જો તમે સ્ટેશન બનાવ્યાં હોય તો દરેકને લિસ્ટ કરવામાં આવે છે.

ઍપિસોડ પ્લેબૅકનો ક્રમ બદલો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લાઇબ્રેરીની નીચે શો પર ટૅપ કરો.

  3. તમે ફૉલો કરો છો તે શોની માહિતી પેજ જોવા માટે તેના પર ટૅપ કરો.

  4. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “સેટિંગ્સ” પર ટૅપ કરો.

  5. ઍપિસોડ ક્રમ વિકલ્પ પસંદ કરો.

દરેક પૉડકાસ્ટમાંથી ડાઉનલોડની સંખ્યાને સીમિત કરો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લાઇબ્રેરીની નીચે શો પર ટૅપ કરો.

  3. તમે ફૉલો કરો છો તે શોની માહિતી પેજ જોવા માટે તેના પર ટૅપ કરો.

  4. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “સેટિંગ્સ” પર ટૅપ કરો.

  5. “ઑટોમૅટિક રીતે ડાઉનલોડ” પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો.

ઍપિસોડને પ્લે કરેલ તરીકે અંકિત કરો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. શો શોધવા માટે શોધો અથવા બ્રાઉઝ કરો.

  3. શોની માહિતીના પેજને જોવા માટે તેના પર ટૅપ કરો.

  4. ઍપિસોડની હેઠળ “વધુ” બટન પર ટૅપ કરો પછી “પ્લે કરેલ તરીકે અંકિત કરો” પર ટૅપ કરો.

જો તમે પહેલેથી જ કોઈ ચોક્કસ ઍપિસોડ જોઈ રહ્યા હોવ તો “વધુ” બટન પર ટૅપ કરો પછી “પ્લે કરેલ તરીકે અંકિત કરો” પર ટૅપ કરો.

તમે પહેલા પ્લે કરેલા ઍપિસોડ છુપાવો

તમે પહેલા પ્લે કરેલા ઍપિસોડને છુપાવવા માટે તમે શોના સેટિંગ બદલી શકો છો.

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લાઇબ્રેરીની નીચે શો પર ટૅપ કરો.

  3. તમે ફૉલો કરો છો તે શોની માહિતી પેજ જોવા માટે તેના પર ટૅપ કરો.

  4. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “પ્લે કરેલા ઍપિસોડને છુપાવો” પર ટૅપ કરો.

તમે ફૉલો કરો છો તે તમામ શો માટે પ્લે કરેલા એપિસોડને ઑટોમૅટિક રીતે છુપાવવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > પૉડકાસ્ટ પર જાઓ પછી “પ્લે કરેલા ઍપિસોડને છુપાવો” ચાલુ કરો.

તમારું પોતાનું સ્ટેશન બનાવો

સમાચાર, કૉમેડી અથવા મોર્નિંગ કમ્યૂટ જેવી થીમના આધારે તમે ફૉલો કરો છો તે શોના ગ્રૂપ બનાવવા માટે સ્ટેશન (સંગીત પ્લેલિસ્ટની જેમ)નો ઉપયોગ કરો. તમે પસંદ કરેલા પૉડકાસ્ટના ઍપિસોડ નિયમિતપણે ઑટોમૅટિક રીતે તમારા સ્ટેશન પર ઉમેરવામાં આવે છે.

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં સ્ટેશનની નીચે “નવું સ્ટેશન” પર ટૅપ કરો.

  3. શીર્ષક ઉમેરો પછી “સેવ કરો” પર ટૅપ કરો.

  4. “પૉડકાસ્ટ પસંદ કરો” પર ટૅપ કરો અને પછી તમે જે શોને સ્ટેશન પર ઉમેરવા માંગો છો તેના પર ટૅપ કરો (અથવા “તમામ પૉડકાસ્ટ સામેલ કરો” ચાલુ કરો).

ટિપ : તમે તમારા સ્ટેશન પર ઉમેરવામાં આવેલ દરેક પૉડકાસ્ટમાંથી ઍપિસોડની સંખ્યાને ઍડજસ્ટ કરી શકો છો. સ્ટેશન પર ટૅપ કરીને “વધુ” બટન પર ટૅપ કરો પછી સ્ટેશન સેટિંગ્સ પર ટૅપ કરો. સ્ટેશનના બધા પૉડકાસ્ટ માટે સમાન સેટિંગ્સનો ઉપયોગ કરવા માટે ઍપિસોડ પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો. સિંગલ શો માટે સેટિંગ્સ ઍડજસ્ટ કરવા માટે પૉડકાસ્ટ લિસ્ટમાં શો પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.