આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Mailમાંથી ઇમેલ અટૅચમેંટ ડાઉનલોડ કરો

તમે ઇમેલ મેસેજમાં તમને મોકલવામાં આવેલાં અટૅચમેંટ ડાઉનલોડ કરી શકો છો અથવા તમારા મેલબૉક્સમાં અટૅચમેંટ સાથેના મેસેજ સરળતાથી સર્ચ કરી શકો છો.

તમને મોકલવામાં આવેલું અટૅચમેંટ ડાઉનલોડ કરો

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. અટૅચમેંટ સાથેનો મેસેજ ખોલો પછી અટૅચમેંટને ટચ કરીને હોલ્ડ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તેને ફોટોસ ઍપમાં સેવ કરો : “ઇમેજ સેવ કરો” પસંદ કરો.

    • તેને ફાઇલ ઍપમાં સેવ કરો : “ફાઇલમાં સેવ કરો” પસંદ કરો.

    • તેને બીજી ઍપ સાથે ખોલો : શેર કરો” પર ટૅપ કરીને પછી ઍપ પસંદ કરો.

    લિસ્ટમાં આપેલી સંભવિત ઍક્શન સાથે ઇમેલ અટૅચમેંટ સિલેક્ટ કરવામાં આવે છે.

    ટિપ : તમે પ્રાપ્ત કરેલા ફોટોમાં ઑબજેક્ટની ઓળખ કરી શકો છો અને તેના વિષે વધુ જાણી શકો છો. ફોટોને ટચ અને હોલ્ડ કરીને પછી “ખોજો” પસંદ કરો. જુઓ : iPadમાં તમારા ફોટો અને વીડિયોમાં દેખાતી વિષયવસ્તુઓની ઓળખ કરવા માટે વિઝ્યુઅલ ખોજોનો ઉપયોગ કરો

Mailમાં તમને પ્રાપ્ત થતાં ફૉર્મ ઝડપથી ભરો

તમે Mail ઍપમાં પ્રાપ્ત થતા ફૉર્મ ઝડપથી ભરવા માટે ઑટોફિલનો ઉપયોગ કરી શકો છો અને પછી Mail છોડ્યા વગર મૂળ મોકલનારને ફૉર્મ પરત મોકલી શકો છો.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેસેજમાં ડૉક્યુમૅન્ટ ખોલવા માટે અટૅચમેંટ પર ટૅપ કરો.

  3. “ઑટોફિલ” બટન પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરીને ટેક્સ્ટ એંટર કરવા માટે ખાલી ફીલ્ડ પર ટૅપ કરો.

  4. બીજી લાઇન ભરવા માટે તેને ટૅપ કરો અને પછી ટેક્સ્ટ એંટર કરો.

  5. “પૂર્ણ” પર ટૅપ કરો અને પછી [નામ]ને “જવાબ આપો” પર ટૅપ કરો.

અટૅચમેંટ સાથેના ઇમેલ શોધો

જો તમને કોઈએ મોકલેલા અટૅચમેંટ શોધવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમે ફક્ત અટૅચમેંટ ધરાવતા ઇમેલ બતાવવા માટે તમારા ઇમેલ મેસેજને ફિલ્ટર કરી શકો છો.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. ફિલ્ટર કરવાનું ચાલુ કરવા માટે મેલબૉક્સમાં “ફિલ્ટર કરવાનું ટૉગલ કરો” બટન પર ટૅપ કરો.

  3. “આ મુજબ ફિલ્ટર કરેલ” પર ટૅપ કરો અને પછી ફક્ત અટૅચમેંટ સાથેના મેલ ચાલુ કરો.

ટિપ : તમે એક જ મેલબૉક્સમાં તમામ અકાઉંટનાં અટૅચમેંટ સાથેના ઇમેલ મેસેજ પણ બતાવી શકો છો. અટૅચમેંટ મેલબૉક્સ સેટ અપ કરવા માટે તમારા મેલબૉક્સ જોવા માટે ઉપરની ડાબી બાજુએ “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરીને “સંપાદિત કરો” પર ટૅપ કરો પછી અટૅચમેંટ સિલેક્ટ કરો. તમારા અન્ય મેલબૉક્સ સાથે મેલબૉક્સ લિસ્ટમાં અટૅચમેંટ મેલબૉક્સ દેખાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.