આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાંથી HomePod અને અન્ય વાયરલૅસ સ્પીકર પર ઑડિઓ પ્લે કરો

તમે HomePod, Apple TV, AirPlay 2-સક્ષમ સ્માર્ટ TV અને Bluetooth® હેડફોન અને સ્પીકર જેવાં વાયરલૅસ ડિવાઇસ પર iPadમાંથી ઑડિઓ પ્લે કરી શકો છો.

કોઈ વાયરલૅસ ડિવાઇસ પર iPadમાંથી ઑડિઓ પ્લે કરવા માટે

  1. તમારા iPadમાં ઑડિઓ ઍપ જેમ કે પૉડકાસ્ટ અથવા સંગીત ખોલો પછી પ્લે કરવા માટે એક આઇટમ પસંદ કરો.

  2. “પ્લેબૅક ડેસ્ટિનેશન” બટન પર ટૅપ કરો અને પછી પ્લેબૅક ડેસ્ટિનેશન પસંદ કરો.

    નોટ : જો તમારાં AirPlay 2-સક્ષમ ડિવાઇસ પ્લેબૅક ડેસ્ટિનેશનની લિસ્ટમાં ન દેખાય તો ખાતરી કરો કે તેઓ એક જ Wi-Fi નેટવર્ક પર છે. જો તમે ડિવાઇસને Bluetooth રેંજમાંથી બહાર મુવ કરો છો તો Bluetooth ડિવાઇસ સાથે પ્લેબૅક ડેસ્ટિનેશન iPadમાં પાછું આવે છે.

પ્લેબૅક ડેસ્ટિનેશન સિલેક્ટ કરવા માટે તમે લૉક સ્ક્રીન પર અથવા કંટ્રોલ સેંટરમાં “પ્લેબૅક ડેસ્ટિનેશન” બટન પર પણ ટૅપ કરી શકો છો.

નોટ : Bluetooth ઑડિઓ ડિવાઇસ સેટ અપ કરવા વિષેની માહિતી માટે જુઓ : તમારા iPadને Bluetooth ઍક્સેસરિ સાથે પેર કરો.

ઘણાં AirPlay 2-સક્ષમ ડિવાઇસ પર ઑડિઓ પ્લે કરો

AirPlay 2 અને iPad દ્વારા તમે એક જ Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટેડ ઘણાં AirPlay 2-સક્ષમ ડિવાઇસ પર ઑડિઓ પ્લે કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે લિવિંગ રૂમ અને રસોડામાં HomePod સ્પીકર પર, બેડરૂમમાં Apple TV પર અને ડેનમાં AirPlay 2-સક્ષમ સ્માર્ટ TV પર પાર્ટી પ્લેલિસ્ટ પ્લે કરી શકો છો.

Siri: આવું કંઈક કહો :

  • “Stop playing music everywhere”

  • “Set the dining room volume to 10 percent”

  • “What’s playing in the kitchen?”

  • “Play a song I like in the kitchen”

  • “Add the living room speaker”

  • “Remove the music from the kitchen”

  • “Move the music to the den”

તમે iPadની સ્ક્રીનમાંથી પણ પ્લેબૅક ડેસ્ટિનેશન પસંદ કરી શકો છો.

  1. કંટ્રોલ સેંટરમાં “પ્લેબૅક ડેસ્ટિનેશન” બટન પર, લૉક સ્ક્રીન પર અથવા તમે સાંભળી રહ્યાં છો તે ઍપ માટે “હમણાં પ્લે થઈ રહ્યું છે” સ્ક્રીન પર ટૅપ કરો.

  2. તમે ઉપયોગ કરવા માંગતા હોવ તે દરેક ડિવાઇસ સિલેક્ટ કરો.

નોટ : સ્ટીરિયો પેરમાં ગોઠવાયેલાં ડિવાઇસને એક ઑડિઓ ડિવાઇસ તરીકે ગણવામાં આવે છે.

HomePod સ્પીકર અને Apple TVનો ઉપયોગ કરવા વિષે વધુ જાણવા માટે HomePod યૂઝર ગાઇડ અને Apple TV યૂઝર ગાઇડ જુઓ.

AirPlay 2 સક્ષમ સ્માર્ટ TVના લિસ્ટ માટે હોમ ઍક્સેસરિ વેબસાઇટ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.