આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Freeform બોર્ડ બનાવો

તમે વિચારમંથન અને કોલૅબરેટ કરવા બોર્ડ બનાવવા માટે Freeform ઍપનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે મિત્રો સાથે ટ્રિપનો પ્રસ્તાવ મૂકો અને દરેકને પ્લાનિંગમાં ભાગ લેવા દો. તમે ટેક્સ્ટ, સ્ટિકી નોટ, ફોટો, વીડિયો અને અન્ય પ્રકારની ફાઇલ ઉમેરી શકો છો. જેમ તમે કૉન્ટેંટ ઉમેરો છો તેમ કૅન્વસ મોટું થાય છે જેથી તમને ક્યારેય સ્પેસ લિમિટ અથવા પેજ ફૉર્મેટિંગની ચિંતા ન રહે.

ખુલ્લી Freeform ઍપ સાથેનું iPad. બોર્ડમાં હસ્તલેખન, ટેક્સ્ટ, ડ્રૉઇંગ, આકાર, સ્ટિકી નોટ, લિંક અને અન્ય ફાઇલ સામેલ છે.

નવું બોર્ડ બનાવવા માટે

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. તમારું બોર્ડ બનાવવાનું શરૂ કરવા માટે સ્ક્રીનમાં ઉપર આપેલા સ્ટિકી નોટ અથવા ટેક્સ્ટ બૉક્સ જેવા કોઈ પણ એક વિકલ્પ પર ટૅપ કરો.

    સ્ક્રીનમાં ઉપર બાજુમાં આવેલા બટનને અનુરૂપ ડ્રૉઇંગ, સ્ટિકી નોટ, આકાર, ટેક્સ્ટ બૉક્સ અને ઇમેજ સાથેનું Freeform બોર્ડ.
  4. તમારી આંગળી ડ્રૅગ કરીને બોર્ડમાં મુવ કરો અને પિંચ ખોલીને અથવા બંધ કરીને ઝૂમ ઇન અથવા ઝૂમ આઉટ કરો.

    ટિપ : વધુ સચોટ રીતે મૅગ્નિફાઇ કરવા માટે નીચે-ડાબા ખૂણામાં વર્તમાન ટકાવારી પર ટૅપ કરો.

  5. તમે કામ કરો છો ત્યારે તમારું બોર્ડ ઑટોમૅટિક રીતે સેવ થાય છે. તેને નામ આપવા માટે ઉપરની ડાબી બાજુએ “શીર્ષક વગરનું” પર ટૅપ કરો અને પછી “નામ બદલો” પર ટૅપ કરો.

    જો તમે Split Viewમાં છો તો “વધુ” બટન પર ટૅપ કરો પછી “નામ બદલો” પર ટૅપ કરો.

આઇટમને અલાઇન કરવાની અથવા કોઈ વસ્તુને મુવ કરીને બૅકગ્રાઉંડમાં લઈ જવાની રીત જાણવા માટે જુઓ : Freeform બોર્ડમાં આઇટમને પોઝિશન કરો.

બીજી ઍપમાંથી બોર્ડ બનાવવા માટે

તમે નોટ્સ, નકશો, Safari, ફાઇલ, ફોટોસ જેવી બીજી સપોર્ટેડ ઍપમાંથી કૉન્ટેંટનો ઉપયોગ કરીને નવું Freeform બોર્ડ શરૂ કરી શકો છો.

  1. તમારા iPadમાં તમે જે ઍપના કૉન્ટેંટનો નવા Freeform બોર્ડ પર ઉપયોગ કરવા માંગો છો તેના પર જાઓ.

  2. તમે જે આઇટમને Freeform બોર્ડ પર મૂકવા માંગો છો તેને ખોલો (ઉદાહરણ તરીકે નોટ, નકશો, વેબપેજ, PDF અથવા સ્ક્રીનશૉટ).

    ફાઇલના માત્ર એક ભાગને (આખા વેબપેજ અથવા નોટને બદલે) બોર્ડ પર શેર કરવા માટે આઇટમ સિલેક્ટ કરો. જો તમે સિલેક્ટ કરેલામાં ટેક્સ્ટ સામેલ હોય તો માત્ર ટેક્સ્ટ શેર કરવામાં આવે છે.

  3. શેર કરો અથવા “બોર્ડ શેર કરો” બટન પર ટૅપ કરો પછી Freeform ઍપ આઇકન પર ટૅપ કરો.

  4. નવું બોર્ડ અથવા પ્રવર્તમાન બોર્ડના નામ પર ટૅપ કરો.

    બોર્ડમાં લિંક અથવા તો આઇટમ દેખાય છે.

બોર્ડ ખોલવા

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં કોઈ શ્રેણી પર ટૅપ કરો પછી તમે જે બોર્ડને ખોલવા માંગો છો તેના પર ટૅપ કરો અથવા નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જો તમને સાઇડબાર ન દેખાય તો : “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો.

    • જો તમે બોર્ડમાં હોવ તો : ઉપર-ડાબા ખૂણામાં “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

      નોટ : મેસેજ ઍપમાં તમને આમંત્રિત કરાયેલાં કોઈ પણ કોલૅબરેશનને જ્યાં સુધી તમે સ્વીકારતા નથી ત્યાં સુધી તે શેર કરેલી બોર્ડની સ્ક્રીનમાં આમંત્રણ સેક્શનમાં દેખાય છે.

iPadમાં Freeform ખુલ્લું છે. સાઇડબારમાં તમામ બોર્ડ સિલેક્ટ કરવામાં આવે છે અને બોર્ડ થંબનેલ જમણી બાજુ દેખાય છે.

ડ્યૂપ્લિકેટ બોર્ડ બનાવવા માટે

જ્યારે તમે પ્રવર્તમાન Freeform બોર્ડની કૉપિ કરવા માંગો છો ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • તમામ બોર્ડ બ્રાઉઝ કરતી વખતે : સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં ”સિલેક્ટ કરો” પર ટૅપ કરો. તમે જે બોર્ડની કૉપિ બનાવવા માંગો છો તેના પર ટૅપ કરો (દરેકને સિલેક્ટ કરતાની સાથે ચેકમાર્ક દેખાય છે) અને પછી “ડ્યૂપ્લિકેટ કરો” પર ટૅપ કરો.

    અથવા બોર્ડની થંબનેલ અથવા નામને ટચ કરીને હોલ્ડ કરો અને પછી “ડ્યૂપ્લિકેટ કરો” પર ટૅપ કરો.

  • જો તમે બોર્ડમાં હોવ તો : ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરો પછી “ડ્યૂપ્લિકેટ કરો” પર ટૅપ કરો.

    જો તમે Split Viewમાં છો તો “વધુ” બટન પર ટૅપ કરો પછી ડ્યૂપ્લિકેટ પર ટૅપ કરો.

નોટ : જો તમે શેર કરેલા બોર્ડની ડ્યૂપ્લિકેટ બનાવો છો તો કૉપિ શેર કરવામાં આવતી નથી.

બોર્ડને મનપસંદમાં ઉમેરવા માટે

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમામ બોર્ડ બ્રાઉઝ કરતી વખતે : બોર્ડના થંબનેલ અથવા નામને ટચ કરીને હોલ્ડ કરો અને પછી મનપસંદ પર ટૅપ કરો.

    • જો તમે બોર્ડમાં હોવ તો : ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરો પછી મનપસંદ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.