આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઍપ્સ વચ્ચે સ્વિચ કરો

તમારા iPadમાં એક ઍપમાંથી બીજી ઍપમાં ઝડપથી સ્વિચ કરવા માટે તમે Dock, ઍપ સ્વિચર અથવા જેસ્ચરનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે પાછા સ્વિચ કરો છો ત્યારે તમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી પિક કરી શકો છો.

Dockમાંથી કોઈ ઍપ ખોલો

Dock દર્શાવવા માટે સ્ક્રીનની નીચેની ધારથી સહેજ દૂર ઉપર તરફ સ્વાઇપ કરો પછી તમે જે ઍપ ખોલવા માંગો છો તેના પર ટૅપ કરો.

મનપસંદ ઍપ્સ Dockની ડાબી બાજુએ છે અને તમે તાજેતરમાં ખોલેલી ઍપ અને તમારા iPhone અથવા Macમાં ખોલેલી ઍપ્સ જેવી સૂચવેલી ઍપ્સ Dockની જમણી બાજુએ દેખાય છે. Dockમાં સૌથી જમણા બટનથી ઍપ લાઇબ્રેરી ખુલે છે.

ડાબી બાજુએ સાત મનપસંદ ઍપ અને જમણી બાજુએ ત્રણ સૂચવેલી ઍપ દર્શાવતી Dock સાથેની હોમ સ્ક્રીન. Dockમાં સૌથી જમણા આઇકનથી ઍપ લાઇબ્રેરી ખુલે છે.

ઍપ સ્વિચરનો ઉપયોગ કરો

  1. ઍપ સ્વિચરમાં તમારી તમામ ખોલેલી ઍપ્સ, Split View વર્કસ્પેસ અને Slide Over વિંડો જોવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • iPadનાં તમામ મૉડલમાં : સ્ક્રીનમાં નીચેથી ઉપર સ્વાઇપ કરો, સ્ક્રીનના સેંટરમાં પૉઝ કરો અને પછી તમારી આંગળી ઉઠાવો.

    • હોમ બટન સાથેના iPadમાં : હોમ બટન પર ડબલ ક્લિક કરો.

      ઍપ સ્વિચર તાજેતરમાં વપરાયેલી ઘણી ઍપ બતાવે છે.
  2. ખોલેલી ઍપ્સને બ્રાઉઝ કરવા માટે જમણે સ્વાઇપ કરો પછી ઍપ અથવા તમે જે Split View વર્કસ્પેસનો ઉપયોગ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

    તમે ડાબી બાજુએ સ્વાઇપ કરીને Slide Over વિંડો જોઈ શકો છો અને તેમના પર ટૅપ કરીને તેમની વચ્ચે સ્વિચ કરી શકો છો. Slide Overમાં ઍપ્સ વચ્ચે સ્વિચ કરો જુઓ.

ખુલ્લી ઍપ્સ વચ્ચે સ્વિચ કરો

ખોલેલી ઍપ્સની વચ્ચે સ્વિચ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • સ્ક્રીનની નીચેની ધાર પર એક આંગળીથી ડાબે અથવા જમણે સ્વાઇપ કરો. (હોમ બટન સાથેના iPadમાં આ જેસ્ચર સહેજ આર્ક સાથે કરો.)

  • ચાર અથવા પાંચ આંગળીથી ડાબે અથવા જમણે સ્વાઇપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.