iPadમાં ફોટોસમાં યાદગીરી શેર કરો અથવા ડિલીટ કરો

તમે મેમરી મૂવિ અને તેમાં દેખાતા ફોટો અને વીડિયોને મિત્રો અને પરિવાર સાથે શેર કરી શકો છો. તમે યાદગીરીને ડિલીટ પણ કરી શકો છો અને તમે ઓછું ફીચર કરવા માંગતા હોવ એવા કૉન્ટેંટને ઓળખી પણ શકો.

મેમરી મૂવિ શેર કરવા માટે

તમે યાદગીરીને મિત્રો અને પરિવાર સાથે સીધી શેર કરી શકો છો અથવા સાથે મળીને જોવા માટે તેને AirPlay સાથે પ્લે કરી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો.

  3. તમારી યાદગીરીના સિલેક્શનને સ્ક્રોલ કરવા માટે યાદગીરી હેઠળ ડાબી બાજુ સ્વાઇપ કરો અથવા તે તમામ જોવા માટે યાદગીરી પર ટૅપ કરો.

  4. તેને પ્લે કરવા માટે યાદગીરીના નીચેના જમણા ખૂણામાં પ્લે કરો બટન પર ટૅપ કરો.

  5. યાદગીરી પ્લે થાય એટલે સ્ક્રીનની ટોચ પર “વધુ” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • AirDrop, મેસેજ અથવા Mailનો ઉપયોગ કરીને યાદગીરી શેર કરો : “શેર કરો” પર ટૅપ કરો પછી શેર કરવાનો વિકલ્પ પસંદ કરો.

    • AirPlayનો ઉપયોગ કરીને નજીકના ડિવાઇસ પર પ્લે કરો : AirPlay પર ટૅપ કરો પછી ઉપલબ્ધ ડિવાઇસ પસંદ કરો.

      ટિપ : તમે AirPlay પર ટૅપ કરો તે પહેલાં લૂપ પર ટૅપ કરો જેથી યાદગીરી ઑટોમૅટિક રીતે ફરી પ્લે થાય.

મેમરી કલેક્શન શેર કરવા માટે

મેમરી કલેક્શનમાં દેખાતા તમામ ફોટો અને વીડિયો તમે શેર કરી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો.

  3. તમારી યાદગીરીના સિલેક્શનને સ્ક્રોલ કરવા માટે યાદગીરી હેઠળ ડાબી બાજુ સ્વાઇપ કરો અથવા તે તમામ જોવા માટે યાદગીરી પર ટૅપ કરો.

  4. યાદગીરીને ટચ કરી દબાવી રાખો પછી “ફોટો શેર કરો” પર ટૅપ કરો.

મેમરી કલેક્શનમાં માત્ર કેટલાક ફોટો અને વીડિયો શેર કરવા માટે સિલેક્ટ કરો પર ટૅપ કરો અને તમે જે આઇટમ શેર કરવા માંગો છો તેના પર ટૅપ કરો પછી “શેર કરો” બટન પર ટૅપ કરો.

યાદગીરીમાં લોકો, સ્થળ અથવા દિવસોને ઓછી વાર બતાવો

તમે તમારી યાદગીરીમાં ઓછી વાર જોવા માંગતા હોવ તેવા વિષય (જેમ કે કોઈ વ્યક્તિ, સ્થળ અથવા કોઈ ચોક્કસ દિવસ) અને ફોટોસ ઍપમાં ફીચર કરેલા ફોટાને મેમરીમાં ઓળખી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો.

  3. તમારી યાદગીરીના સિલેક્શનને સ્ક્રોલ કરવા માટે યાદગીરી હેઠળ ડાબી બાજુ સ્વાઇપ કરો અથવા તે તમામ જોવા માટે યાદગીરી પર ટૅપ કરો.

  4. યાદગીરીને ટચ કરી દબાવી રાખો પછી “ઓછી ફીચર કરો” પર ટૅપ કરો.

  5. યાદગીરીના આધારે નીચેનામાંથી કોઈ એક સિલેક્ટ કરો :

    • આ દિવસ ઓછો ફીચર કરો

    • આ સ્થળ ઓછું ફીચર કરો

    • વ્યક્તિને ઓછી ફીચર કરો

રીસેટ કરવા માટે ફોટોસ ઍપ ખોલો, કલેક્શન પર ટૅપ કરો, ઉપરના જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો પછી “સૂચવેલી યાદગીરી રીસેટ કરો” પર ટૅપ કરો.

યાદગીરી ડિલીટ કરો

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો.

  3. તમારી યાદગીરીના સિલેક્શનને સ્ક્રોલ કરવા માટે યાદગીરી હેઠળ ડાબી બાજુ સ્વાઇપ કરો અથવા તે તમામ જોવા માટે યાદગીરી પર ટૅપ કરો.

  4. યાદગીરીને ટચ કરી દબાવી રાખો પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.