આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મેસેજમાં કૉન્ટેંટ શેર કરો

તમે મેસેજ ઍપનો ઉપયોગ કરીને ઇમેજ, લિંક અને અન્ય કૉન્ટેંટ શેર કરી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે કૉન્ટેંટ શેર કરે છે ત્યારે તમે તેને સંબંધિત ઍપ્સમાં “તમારી જોડે શેર કરેલ” સેક્શનમાં શોધી શકો છો. “તમારી જોડે શેર કરેલ”ને સપોર્ટ કરતી ઍપ્સમાં ફોટોસ, સંગીત, News વગેરે સામેલ છે.

અન્ય લોકો સાથે કૉન્ટેંટ શેર કરો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા મેસેજમાં ઇમેજ અથવા લિંકને કૉપિ અને પેસ્ટ કરો.

    • “ઉમેરો” બટન પર ટૅપ કરીને તાજેતરના ફોટો અને વીડિયો બ્રાઉઝ કરવા માટે ફોટોસ પર ટૅપ કરો પછી ઉમેરવા માટે ટૅપ કરો.

    • મેસેજ અટૅચમેંટ પર ટૅપ કરીને “શેર કરો” બટન પર ટૅપ કરો પછી સંપર્ક અથવામેસેજ ઍપ આઇકન પર ટૅપ કરો.

      ટિપ : તમે “શેર કરો” બટન પર ટૅપ કરો છો ત્યારે તમે તમારા અટૅચમેંટને કૉપિ પણ કરી શકો છો, સેવ પણ કરી શકો છો અથવા પ્રિંટ પણ કરી શકો છો.

  3. મેસેજ ઉમેરો (વૈકલ્પિક) પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

બીજી ઍપમાંથી (જેમ કે પૉડકાસ્ટ, News અથવા સંગીત) તમે જે કૉન્ટેંટ શેર કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને “વધુ” બટનપર ટૅપ કરો અને “શેર કરો” પર ટૅપ કરો પછી મેસેજ પસંદ કરો.

કોઈ વ્યક્તિએ તમારી જોડે શેર કરેલ તમામ કૉન્ટેંટ શોધો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. તમે જોવા માંગો છો તે કૉન્ટેંટનો વાર્તાલાપ ખોલો.

  3. વાર્તાલાપમાં સૌથી ઉપર સંપર્ક અથવા ગ્રૂપ આઇકન પર ટૅપ કરો.

  4. ડાબે સ્વાઇપ કરો પછી ફોટોસ, લિંક, ડૉક્યુમૅન્ટ, લોકેશન અથવા વૉલેટ પર ટૅપ કરો.

    જો કોઈ શ્રેણી દેખાતી ન હોય તો તમને આ વાર્તાલાપમાં તે પ્રકારનું કંઈ પ્રાપ્ત થયું નથી.

નોટ : કૉન્ટેંટ મોકલનાર વ્યક્તિ તમારા સંપર્કમાં હોય ત્યારે જ “તમારી જોડે શેર કરેલ”માં કૉન્ટેંટ દેખાય છે.

તમે ફોટોસ, Safari, સંગીત, પૉડકાસ્ટ અને અન્ય સપોર્ટેડ ઍપ્સમાં તમારી સાથે શેર કરેલ સેક્શનને શોધી શકો છો. જો તમે ઇચ્છતા ન હોવ કે કોઈએ તમને મોકલેલી આઇટમ તે અન્ય ઍપ્સમાં દેખાય તો વાર્તાલાપની ટોચ પર સંપર્ક અથવા ગ્રૂપ આઇકન પર ટૅપ કરીને માહિતી પર ટૅપ કરીને પછી તમારી જોડે શેર કરેલ બંધ કરો.

ફોટો અથવા વીડિયો રિવ્યૂ કરો અને સેવ કરો

જો તમને એક જ સમયે ઘણા ફોટો અથવા વીડિયો પ્રાપ્ત થાય છે તો તે ઑટોમૅટિક રીતે કૉલાઝ (બેથી ત્રણ આઇટમ) અથવા સ્ટૅક (ચાર અથવા વધુ) તરીકે ગ્રૂપ કરવામાં આવે છે.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સ્ટૅકની અંદર જુઓ : ખોલવા માટે ટૅપ કરો પછી દરેક ફોટો અથવા વીડિયોને એક-એક કરીને જોવા, જવાબ આપવા અથવા તેમની સાથે વાર્તાલાપ કરવા માટે સ્ટૅક પર સ્વાઇપ કરો.

    • ફોટો અથવા વીડિયો સેવ કરો : ફોટો અથવા સ્ટૅકની બાજુમાં “ફોટો સેવ કરો” બટન પર ટૅપ કરો.

શેર કરેલું કૉન્ટેંટ પિન કરો

જો કોઈ વ્યક્તિ ખાસ કરીને રસપ્રદ કૉન્ટેંટ શેર કરે છે તો તમે ઝડપથી તેને મેસેજમાં પિન કરી શકો છો. આ તેને સપોર્ટેડ ઍપ્સના તમારી જોડે શેર કરેલ સેક્શનમાં, મેસેજ સર્ચમાં અને વાર્તાલાપની વિગતોમાં ઉપર બતાવવામાં આવે છે (જ્યારે તમે વાર્તાલાપની ટોચ પર સંપર્ક અથવા ગ્રૂપ આઇકન પર ટૅપ કરો છો ત્યારે તમને જે માહિતી દેખાય છે).

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. તમે પિન કરવા માંગો છો તે કૉન્ટેંટ સાથેનો વાર્તાલાપ ખોલો.

  3. અટૅચમેંટવાળા મેસેજ બબલને ટચ કરી દબાવી રાખો પછી પિન કરો પર ટૅપ કરો.

નોટ : ફોટોને તમારી લાઇબ્રેરીમાં સેવ કરી શકાય છે પરંતુ પિન કરી શકાતા નથી.

શેર કરેલું કૉન્ટેંટ છુપાવો

ઍપના “તમારી જોડે શેર કરેલ” સેક્શનને છુપાવવા માટે તમે તમારાં સેટિંગ્સ ઍડજસ્ટ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી મેસેજ પર ટૅપ કરો.

  3. “તમારી જોડે શેર કરેલ” પર ટૅપ કરો પછી ઑટોમૅટિક શેરિંગ બંધ કરો અથવા કોઈ ચોક્કસ ઍપ માટે “તમારી જોડે શેર કરેલ” બંધ કરો.

નોટ : તમે તમારા (અથવા પરિવારના કોઈ સભ્યના) iPad પર સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરી શકો છો અને તેને મોકલતા અથવા પ્રાપ્ત કરતા પહેલાં તમને ચેતવી શકાય છે. જુઓ : સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો અથવા સંવેદનશીલ ઇમેજ અને વીડિયો માટે તપાસો ચાલુ અથવા બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.