આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Siriને ચાલુ કરો અને સક્રિય કરો

Siri એક ઇંટેલિજંટ અસિસ્ટંટ છે જે તમને કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરવા માટે તમારા iPadમાં બનાવવામાં આવ્યું છે.

નોટ : તમારી માહિતી સુરક્ષિત રહે અને તમારે જે કંઈ શેર કરવું હોય તેને તમે પસંદ કરી શકો એવી રીતે Siri તૈયાર કરવામાં આવ્યું છે. વધુ જાણવા માટે જુઓ : Siri, ડિક્ટેશન & પ્રાઇવસિ વેબસાઇટ અને Siriને સુધારો અને ડિક્ટેશન & પ્રાઇવસિ વેબસાઇટ.

Siri ચાલુ કરો

Siriનો ઉપયોગ કરીને તમે માહિતી મેળવી શકો તે પહેલાં તેને ચાલુ કરવું આવશ્યક છે. તમે સૌથી પહેલીવાર તમારું iPad સેટ અપ કર્યું ત્યારે Siri સેટ અપ કર્યું ન હોય તો નીચે મુજબ કરો :

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. Siri (અથવા Apple Intelligence અને Siri) પર ટૅપ કરીને પછી “Siri સાથે વાત કરો” પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • “Siri” અથવા “Hey Siri”: iPad વિનંતીની શરૂઆતમાં “Siri” અથવા “Hey Siri” બોલવા પર જવાબ આપે છે.

      નોટ : iPadનાં સપોર્ટેડ મૉડલમાં અમુક ભાષાઓ અને ક્ષેત્રમાં ફક્ત “Siri” કહેવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. તમારા ડિવાઇસ અને ભાષા માટે “Hey Siri” અથવા “Siri” ઉપલબ્ધ છે કે નહિ તે તપાસવા માટે iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

    • “Hey Siri” : iPad વિનંતીની શરૂઆતમાં “Hey Siri” બોલવા પર જવાબ આપે છે.

    ટૉપ બટન સાથે Siriને સક્રિય કરવા માટે “Siri માટે ટૉપ બટન દબાવો” ચાલુ કરો.

વધારાનાં Siri સેટિંગ્સ બદલવા માટે જુઓ : Siri સેટિંગ્સ બદલો.

Siri ઍક્ટિવેટ કરો

તમે Siri ચાલુ કરો તે પછી તમારે તેનેસક્રિય કરવું આવશ્યક છે પછી પ્રશ્ન પૂછો અથવા વિનંતી કરો.

નોટ : Siriનો ઉપયોગ કરવા માટે તમારે ઇંટરનેટ સાથે કનેક્ટ હોવું જરૂરી છે.

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા વૉઇસ સાથે : “Siri” અથવા “Hey Siri” કહો

    • હોમ બટન સાથેના iPadમાં : “હોમ” બટન દબાવીને હોલ્ડ કરો.

    • iPadનાં અન્ય મૉડલમાં : ટૉપ બટન દબાવો અને હોલ્ડ કરો.

    • રિમોટ અને માઇક સાથેના EarPodsમાં : (અલગથી વેચાતા) સેંટર અથવા કૉલ બટન દબાવો અને હોલ્ડ કરો.

  2. પ્રશ્ન પૂછો અથવા વિનંતી કરો ઉદાહરણ તરીકે “What’s 18 percent of 225?” અથવા “Set the timer for 3 minutes.” જેવું કંઈક કહો

    ટિપ : તમે બોલવાનું પૂરું કરો તે માટે Siri કેટલો સમય રાહ જુએ તે બદલવા માટે સેટિંગ્સ ઍપ પર જઈને ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને Siri પર ટૅપ કરીને પછી Siri પૉઝ સમયની નીચે ડિફૉલ્ટ, લાંબો સમય અથવા સૌથી લાંબો સમય પસંદ કરો.

જ્યારે તમે બટનથી Siriને સક્રિય કરો અને iPad મ્યૂટ હોય ત્યારે Siri શાંતિથી પ્રતિસાદ આપે છે. જ્યારે તમે તમારા વૉઇસથી Siriને સક્રિય કરો છો ત્યારે Siri મોટેથી જવાબ આપે છે. આ વર્તણૂક બદલવા માટે જુઓ : Siri કેવી રીતે જવાબ આપે તે બદલો.

તમે સપોર્ટેડ AirPods પર ટચ કરીને પણ Siriને સક્રિય કરી શકો છો. AirPods યૂઝર ગાઇડમાં જુઓ : Siri સેટ અપ કરો.

ટિપ : iPadને “Siri” અથવા “Hey Siri”નો જવાબ આપવાથી અટકાવવા માટે તમારું iPad ઊંધું કરો અથવા સેટિંગ્સ ઍપ પર જઈને Siri (અથવા Apple Intelligence અને Siri) પર ટૅપ કરીને Siri સાથે વાત કરો (અથવા Siri સાથે વાત કરો અને ટાઇપ કરો) પર ટૅપ કરીને પછી બંધ કરો પસંદ કરો.

એક પછી એક વિનંતીઓ કરો

તમે Siri સક્રિય કરો પછી તેને ફરી સક્રિય કર્યા વગર ફોલો-અપ વિનંતી કરી શકો છો. (અમુક દેશ અથવા વિસ્તારમાં iPadનાં સપોર્ટેડ મૉડલ પર ઉપલબ્ધ.)

  1. Siri સક્રિય કરો પછી તમારી વિનંતી કરો.

  2. વિનંતી કર્યા પછી તરત જ બીજી વિનંતી કરો.

    ઉદાહરણ તરીકે કહો “Hey Siri, what’s the weather like in San Francisco? What about Cupertino?”

વિનંતી ઓવરરાઇડ કરવા માટે જ્યારે Siri બોલી રહ્યું હોય ત્યારે Siriને અટકાવો.

તમે જે બોલો તે Siriને સમજાય નહિ તો તેમાં સુધારો કરો

  • એક પછી એક વિનંતીઓ કરતી વખતે : તમારી વિનંતીને અલગ રીતે રિપીટ કરો.

  • જો તમે એક પછી એક વિનંતીઓ ન કરતા હોવ તો : “સાંભળો” બટન પર ટૅપ કરો પછી તમારી વિનંતીને અલગ રીતે રિપીટ કરો.

  • તમારી વિનંતીનો ભાગ બોલીને જણાવો : “સાંભળો” બટન પર ટૅપ કરો પછી Siriને ન સમજાયા હોય એવા શબ્દો બોલીને તમારી વિનંતીને રિપીટ કરો. ઉદાહરણ તરીકે “Call” કહો અને પછી વ્યક્તિનું નામ બોલો.

  • મેસેજ મોકલતા પહેલાં તેમાં ફેરફાર કરો : “Change it” કહો.

  • ટેક્સ્ટ દ્વારા તમારી વિનંતી સંપાદિત કરો : જો તમારી વિનંતી ઑનસ્ક્રીન દેખાય તો તમે તેને સંપાદિત કરી શકો છો. “વિનંતી” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો.

ટિપ : Siriને ફરી સક્રિય કર્યા વગર તમારી વિનંતીને સુધારવા માટે મૂળ વિનંતી કર્યા પછી તરત જ સુધારેલી સાચી વિનંતી કરો. (અમુક દેશ અને વિસ્તારમાં iPadનાં સપોર્ટેડ મૉડલ પર ઉપલબ્ધ.)

Siri માટે બોલવાને બદલે ટાઇપ કરો

જો તમે Apple Intelligence ચાલુ ન કર્યું હોય તો તમે ઍક્સેસિબિલિટી સેટિંગ્સમાં Siri માટે ટાઇપ કરો ચાલુ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને Siri પર ટૅપ કરીને પછી “Siri માટે ટૅપ કરો” ચાલુ કરો.

  3. વિનંતી ટાઇપ કરવા માટે Siriને સક્રિય કરો પછી પ્રશ્ન પૂછવા અથવા વિનંતી કરવા માટે કીબોર્ડ અને ટેક્સ્ટ ફીલ્ડનો ઉપયોગ કરો.

નોટ : Apple Intelligence સાથે Siri માટે ટાઇપ કરવા માટે જુઓ : Siri માટે ટાઇપ કરો.

Siri બંધ કરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. Siri (અથવા Apple Intelligence અને Siri) પર ટૅપ કરીને પછી “Siri સાથે વાત કરો” (અથવા Siri સાથે વાત કરો અને ટાઇપ કરો) પર ટૅપ કરો.

  3. બંધ કરો પર ટૅપ કરો પછી Siri માટે ઉપરનું બટન દબાવો બંધ કરો.

    નોટ : iPadનાં સપોર્ટેડ મૉડલમાં અમુક ભાષાઓ અને ક્ષેત્રમાં ફક્ત “Siri” કહેવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

જો Siri તમારા iPhone અથવા iPad પર અપેક્ષા મુજબ કામ કરતું નથી તો જો Siri તમારા iPhone પર કામ કરતું નથી શીર્ષક ધરાવતો Apple સપોર્ટ લેખ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.