આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઑનસ્ક્રીન કીબોર્ડ મુવ કરો

તમારા iPad મૉડલના આધારે તમે ફ્લોટિંગ અને મુવેબલમાંથી કોઈ પણ ઑનસ્ક્રીન કીબોર્ડથી સ્ક્રીનમાં ટાઇપ કરી શકો છો, સ્ક્રીનમાં નીચે સ્પ્લિટ કરી શકો છો અથવા સ્ક્રીનની મધ્યમાં અનડૉક કરી શકો છો.

ફ્લોટિંગ કીબોર્ડનો ઉપયોગ કરો

તમે ઑનસ્ક્રીન કીબોર્ડને ફ્લોટ કરી શકો છો અને તેને સ્ક્રીનમાં નીચેથી ડ્રૅગ કરીને સ્ક્રીન પર ક્યાંય પણ મુવ કરી શકો છો.

  1. ઑનસ્ક્રીન કીબોર્ડ ખોલવા માટે ટેક્સ્ટ ફીલ્ડ પર ટૅપ કરો.

  2. “કીબોર્ડ છુપાવો” કીને ટચ અને હોલ્ડ કરીને તમારી આંગળીને ફ્લોટિંગ પર સ્લાઇડ કરો પછી છોડો. કીબોર્ડનું મિનિએચર વર્ઝન ખુલે છે.

  3. કીબોર્ડને ફરીથી ગોઠવવા માટે “વધુ” બટનને ટચ કરી દબાવી રાખો અને કીબોર્ડને નવી જગ્યાએ ડ્રૅગ કરો.

  4. “કી” પર ટૅપ કરો અથવા તમારી આંગળી ઉપાડ્યા વિના એક અક્ષરથી બીજા અક્ષર પર સ્લાઇડ કરીને ટાઇપ કરો (તમામ ભાષાઓ માટે ઉપલબ્ધ નથી).

  5. કીબોર્ડને ફુલ સાઇઝ પર પાછું લાવવા માટે ફ્લોટિંગ વર્ઝનને પિંચ કરો. તમે “વધુ” બટન પર પણ ટૅપ કરી શકો છો પછી ફૂલ પર ટૅપ કરો.

સ્પ્લિટ કીબોર્ડને ચાલુ કરો

સ્પ્લિટ કીબોર્ડને સપોર્ટ કરતા મૉડલમાં સ્પ્લિટ કીબોર્ડ સેટિંગ ચાલુ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • સેટિંગ્સ  > સામાન્ય >કીબોર્ડ પર જાઓ પછી સ્પ્લિટ કીબોર્ડ ચાલુ અથવા બંધ કરો.

  • “ઇમોજી” બટન અથવા કીબોર્ડ સ્વિચ કરો કીને ટચ અને હોલ્ડ કરીને કીબોર્ડ સેટિંગ્સ પર ટૅપ કરો પછી સ્પ્લિટ કીબોર્ડ સિલેક્ટ કરો.

કીબોર્ડ સ્પ્લિટ કરવા માટે

સેટિંગ્સમાં સ્પ્લિટ કીબોર્ડ ચાલુ હોય ત્યારે ઑનસ્ક્રીન કીબોર્ડ ખોલવા માટે ટેક્સ્ટ ફીલ્ડ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • કીબોર્ડ સ્પ્લિટ કરો : “કીબોર્ડ છુપાવો” કીને ટચ અને હોલ્ડ કરીને તમારી આંગળીને સ્પ્લિટ પર સ્લાઇડ કરો પછી છોડો.

  • સ્પ્લિટ કીબોર્ડને પાછું એક કરો : “કીબોર્ડ છુપાવો” કીને ટચ અને હોલ્ડ કરીને તમારી આંગળીને મર્જ પર સ્લાઇડ કરો પછી છોડો.

કીબોર્ડ અનડૉક કરવા માટે

સેટિંગ્સમાં સ્પ્લિટ કીબોર્ડ ચાલુ હોય ત્યારે તમે કીબોર્ડને અનડૉક કરી શકો છો જેથી તે સ્ક્રીનમાં નીચેથી ઉપર તરફ જાય (સ્પ્લિટ કીબોર્ડને સપોર્ટ કરતા મૉડલમાં ઉપલબ્ધ).

  1. ઑનસ્ક્રીન કીબોર્ડ ખોલવા માટે ટેક્સ્ટ ફીલ્ડ પર ટૅપ કરો.

  2. “કીબોર્ડ છુપાવો” કીને ટચ અને હોલ્ડ કરીને તમારી આંગળીને અનડૉક પર સ્લાઇડ કરો પછી છોડો.

    કીબોર્ડ સ્ક્રીનમાં નીચેથી ઉપર તરફ મુવ કરે છે. તમે આ પોઝિશનમાં કીબોર્ડથી ટાઇપ કરી શકો છો.

  3. અનડૉક કરેલા કીબોર્ડને તેની મૂળ પોઝિશન પર પાછું લાવવા માટે “કીબોર્ડ છુપાવો” કીને ટચ અને હોલ્ડ કરીને તમારી આંગળીને ડૉક પર સ્લાઇડ કરો પછી છોડો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.