iPadમાં ફોનમાં Apple Intelligenceનો ઉપયોગ કરો

તમે તમારા iPadમાંથી કરેલા ફોન કૉલ અથવા FaceTime ઑડિઓ કૉલનો સારાંશ જનરેટ કરવા માટે Apple Intelligence*નો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારા iPadમાં ફોન કૉલ રેકોર્ડ કર્યો હોય તો તમે નોટ્સ ઍપમાં પણ તેના સારાંશ જોઈ શકો છો. તમે સારાંશને કૉપિ અને શેર કરી શકો છો

તમે ચૂકી ગયેલ કૉલ સાથે ઇનલાઇન દેખાતા વૉઇસમેલનો સારાંશ પણ જોઈ શકો છો જેથી તમે તરત જોઈ શકો કે કોણે સંપર્ક કર્યો અને તેમણે શું કહ્યું.

નોટ : Apple Intelligence iPadનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iPadOSના તાજેતરના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

ફોન કૉલનો સારાંશ જુઓ

તમે ફોન ઍપમાં કૉલ રેકોર્ડ કરી લો અથવા FaceTime ઑડિઓ કૉલ રેકોર્ડ કરી લો તે પછી રેકૉર્ડિંગનો સારાંશ જોઈ શકો છો.

નોટ : કૉલ રેકૉર્ડિંગ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. વધુ માહિતી માટે iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ તપાસો.

  1. તમારા iPadમાં ફોન ઍપ પર જાઓ.

  2. કૉલ રેકોર્ડ કરો.

    નોટ્સ ઍપમાં તમારું રેકોર્ડિંગ સેવ કરવામાં આવ્યું છે.

  3. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  4. તમારા કૉલના રેકોર્ડિંગને ખોલો (કૉલ રેકોર્ડિંગ ફોલ્ડરમાં).

  5. રેકોર્ડિંગ પર ટૅપ કરો પછી સારાંશ પર ટૅપ કરો.

સારાંશને કૉપિ કરવા અથવા શેર કરવા માટે સારાંશમાં ઉપર “વધુ” બટન પર ટૅપ કરીને પછી સારાંશ કૉપિ કરો અથવા સારાંશ શેર કરો પર ટૅપ કરો.

વૉઇસમેલ સારાંશ જુઓ

  1. તમારા iPadમાં ફોન ઍપ પર જાઓ.

  2. કૉલ પર ટૅપ કરીને “ફિલ્ટર” બટન પર ટૅપ કરીને પછી વૉઇસમેલ પર ટૅપ કરો.

  3. ન વાંચેલા વૉઇસમેલનો સારાંશ જોવા માટે વૉઇસમેલ યાદીની નીચે જુઓ.

વૉઇસમેલનો સારાંશ બંધ કરવા માટે FaceTime અને ફોન માટે સૂચનાનો સારાંશ બનાવો બંધ કરો. જુઓ : સૂચનાના સારાંશ કસ્ટમાઇઝ કરો.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.