આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadની લૉક સ્ક્રીનમાંથી ફીચર ઍક્સેસ કરો

જ્યારે તમે પહેલી વાર iPad ચાલુ કરો અથવા સક્રિય કરો ત્યારે લૉક સ્ક્રીન વર્તમાન સમય અને તારીખ અને તમારી સૌથી તાજેતરની સૂચનાઓ બતાવે છે. લૉક સ્ક્રીન પરથી તમે સૂચના જોવી, કૅમેરા અને કંટ્રોલ સેંટર ખોલવું, તમારી મનપસંદ ઍપ્સની માહિતી એક નજરમાં મેળવવી વગેરે કરી શકો છો.

તમે વૉલપેપર પસંદ કરીને, મનપસંદ ફોટો બતાવીને, સમયના ફૉન્ટ બદલીને, વિજેટ ઉમેરીને વગેરે દ્વારા તમારી લૉક સ્ક્રીનને પર્સનલાઇઝ કરી શકો છો. કસ્ટમ iPad લૉક સ્ક્રીન બનાવો જુઓ.

સમય અને તારીખ બતાવતી iPad લૉક સ્ક્રીન.

લૉક સ્ક્રીનમાંથી ફીચર અને માહિતી ઍક્સેસ કરો

જ્યારે iPad લૉક હોય ત્યારે પણ તમે લૉક સ્ક્રીનમાંથી સૌથી વધુ જરૂરી ફીચર અને માહિતીને ઝડપથી ઍક્સેસ કરી શકો છો.

લૉક સ્ક્રીનમાંથી તમે જે ઍક્સેસ કરી શકો છો તે પસંદ કરવા માટે iPadમાં લૉક સ્ક્રીન ફીચર ચાલુ કરો જુઓ.

લૉક સ્ક્રીન પર સૂચના પ્રિવ્યૂ બતાવો

  1. સેટિંગ્સ  > સૂચનાઓ પર જાઓ.

  2. “પ્રિવ્યૂ બતાવો” પર ટૅપ કરો અને પછી “હંમેશાં” ટૅપ કરો.

સૂચના પ્રિવ્યૂમાં મેસેજની ટેક્સ્ટ, Mail મેસેજની લાઇન અને કૅલેંડર આમંત્રણની વિગતો સામેલ છે. iPad પર સૂચનાઓ જુઓ અને તેનો જવાબ આપો જુઓ.

લૉક સ્ક્રીન પર લાઇવ ઍક્ટિવિટી જુઓ અને કંટ્રોલ કરો

તમે તમારી લૉક સ્ક્રીન પર ઍપની લાઇવ ઍક્ટિવિટી જોઈ શકો છો જેથી તમે સરળતાથી તેમની પ્રગતિ જોઈ શકો. ઉદાહરણમાં નકશામાંથી દિશા નિર્દેશન, Apple TV ઍપમાંથી લાઇવ સ્પોર્ટ અપડેટ, ફૂડ ડિલિવરી ઍપમાંથી ઑર્ડરની અપડેટ વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે તમે iPad પર સંગીત, મૂવિ અથવા અન્ય મીડિયા પ્લે કરો ત્યારે તમે પ્લે કરવા, પૉઝ કરવા, રિવાઇંડ કરવા અને ફાસ્ટ-ફૉરવર્ડ કરવા માટે તમારી લૉક સ્ક્રીન પર પ્લેબૅક કંટ્રોલનો ઉપયોગ કરીને આ લાઇવ ઍક્ટિવિટીને કંટ્રોલ કરી શકો છો. તમે iPadની લૉક સ્ક્રીનમાંથી રિમોટ ડિવાઇસ (જેમ કે તમારું Apple TV 4K અથવા HomePod) પર મીડિયા પ્લેબૅકને પણ કંટ્રોલ કરી શકો છો.

તમારા લાઇવ ઍક્ટિવિટી સેટિંગ્સને બદલવા માટે સેટિંગ્સ  પર જઈને ઍપ્સ પર ટૅપ કરીને તમે જે સેટિંગ્સ બદલવા માંગો છો તે ઍપ પર ટૅપ કરીને પછી લાઇવ ઍક્ટિવિટી પર ટૅપ કરો.

નોટ : તમામ ઍપ્સમાં લાઇવ ઍક્ટિવિટી સેટિંગ નથી.

બૅકગ્રાઉંડ ટાસ્ક મૉનિટર કરવા માટે

iPadમાં તમે એક્સટેંડેડ બૅકગ્રાઉંડ ટાસ્ક શરૂ કરી શકો છો (ઉદાહરણ તરીકે Safariમાંથી ફાઇલ ડાઉનલોડ કરવી) અને પછી તે સમાપ્ત થાય ત્યાં સુધી બીજા ટાસ્ક પર સ્વિચ કરી શકો છો. તમે કંઇક બીજું કરી રહ્યા હોવ ત્યારે બૅકગ્રાઉંડ ટાસ્ક પૂર્ણ ન થાય ત્યાં સુધી બૅકગ્રાઉંડમાં ચાલતા રહી શકે છે.

ચાલુ બૅકગ્રાઉંડ ટાસ્ક લાઇવ ઍક્ટિવિટી તરીકે તમારી હોમ સ્ક્રીન અને લૉક સ્ક્રીન પર દેખાય છે જેથી તમે જાણો કે તે ચાલી રહી છે અને તેમની પ્રગતિનું મૉનિટર કરી શકો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.