iPadમાં મેસેજમાં મોકલનારને સ્પૅમ રિપોર્ટ કરો અને બ્લૉક કરો

તમે Appleને સ્પૅમ મેસેજ રિપોર્ટ કરી શકો છો, જેને ભૂલથી સ્પૅમ તરીકે અંકિત કરવામાં આવ્યા હતા તેવા મેસેજને સ્પૅમ ફોલ્ડરમાંથી રિકવર કરી શકો છો અને ચોક્કસ સંપર્ક પાસેથી મેસેજ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માટે તેમને બ્લૉક કરી શકો છો.

મેસેજમાં વાર્તાલાપની સૂચી. બધા મેસેજ બતાવવામાં આવે છે કારણ કે ફિલ્ટર મેન્યૂમાં કોઈ પણ ફિલ્ટર સિલેક્ટ કરવામાં આવ્યું નથી.

સ્પૅમ મેસેજ રિપોર્ટ કરવા માટે

જ્યારે તમે iMessageનો ઉપયોગ કરો ત્યારે તમે Appleને સ્પૅમ મેસેજ રિપોર્ટ કરી શકો છો.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જો તમે મેસેજ ખોલ્યો ન હોય તો : મેસેજ પર ડાબી બાજુ સ્વાઇપ કરીને “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો પછી ડિલીટ કરો અને સ્પૅમ તરીકે રિપોર્ટ કરો પર ટૅપ કરો.

    • જો તમે પહેલાંથી જ મેસેજ ખોલી દીધો હોય તો : કોઈ અજ્ઞાત મોકલનારના કોઈ પણ મેસેજની નીચે સ્પૅમ તરીકે રિપોર્ટ કરોની લિંક દેખાય છે. સ્પૅમ તરીકે રિપોર્ટ કરો પર ટૅપ કરીને પછી સ્પૅમને ડિલીટ કરો અને રિપોર્ટ કરો પર ટૅપ કરો.

      નોટ : તમે મેસેજનો જવાબ આપ્યા પછી રિપોર્ટ કરી શકતા નથી.

    • જો તમને તમારા iPhoneમાંથી ફૉરવર્ડ કરવામાં આવેલા SMS, MMS અથવા RCS સ્પૅમ મેસેજને રિપોર્ટ કરવાનો વિકલ્પ દેખાતો નથી તો : તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો. તમારા નેટવર્ક પ્રોવાઇડર અને દેશ અથવા પ્રદેશના આધારે તમારા iPhoneમાંથી ફૉરવર્ડ કરવામાં આવેલા SMS, MMS અથવા RCSને સ્પૅમ તરીકે રિપોર્ટ કરવામાં આવે છે અથવા RCS દ્વારા આ માહિતી તમારા નેટવર્ક પ્રોવાઇડર અને તેના સહયોગીઓ સાથે શેર કરવામાં આવે છે. iPhone માટે વાયરલૅસ નેટવર્ક પ્રોવાઇડર સપોર્ટ અને ફીચર શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

જો તમને iMessage વડે મેસેજ પ્રાપ્ત થયો હોય તો તે મોકલનારની માહિતી સાથે Appleને મોકલવામાં આવે છે અને મેસેજ તમારા iPadમાંથી કાયમ માટે ડિલીટ કરવામાં છે.

જો તમે મેસેજને ભૂલથી રિપોર્ટ અને ડિલીટ કરો તો તમે તેને રિકવર કરી શકો છો.

સ્પૅમ રિપોર્ટ કરવાથી મોકલનારને મેસેજ મોકલવાથી અટકાવતા નથી. તેમના મેસેજ પ્રાપ્ત કરવાનું ટાળવા માટે સંપર્કને બ્લૉક કરો.

નવા નંબર પરથી આવતા મેસેજથી બચવા માટે તમે તેમને ફિલ્ટર કરી શકો છો. ઉપર જુઓ : અજ્ઞાત મોકલનારના મેસેજને સ્ક્રીન અને ફિલ્ટર કરવા માટે.

સ્પૅમ ફોલ્ડરમાં મેસેજ રિકવર કરવા માટે

જ્યારે સ્પૅમ ડિટેક્ટ થાય ત્યારે તેને સ્પૅમ ફોલ્ડરમાં મુવ કરવામાં આવે છે અને તે તમારા વાર્તાલાપ સૂચીમાં દેખાતો નથી. તમે તપાસી શકો છો કે મેસેજને અજાણતા સ્પૅમ તરીકે માર્ક કરવામાં આવ્યા છે કે નહિ.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ સૂચીની સૌથી ઉપર “ફિલ્ટર” બટન પર ટૅપ કરીને પછી સ્પૅમ પર ટૅપ કરો.

  3. સ્પૅમ ન હોય તેવા મેસેજ પર ટૅપ કરો, સ્પૅમ નથી પર ટૅપ કરો પછી મેસેજમાં મુવ કરો પર ટૅપ કરો.

    વાર્તાલાપ તમારી મુખ્ય વાર્તાલાપ સૂચીમાં મુવ થાય છે જ્યાં તમે જવાબ મોકલી શકો છો. “ફિલ્ટર” બટન પર ટૅપ કરીને પછી મેસેજ પર ટૅપ કરો.

રિકવર કરેલા મેસેજને તમારા વાર્તાલાપની સૂચીમાં પાછા મુવ કરવામાં આવે છે.

ચોક્કસ વ્યક્તિ અથવા ફોન નંબર તરફથી મળતા મેસેજ બ્લૉક કરો

જ્યારે તમે કોઈ ચોક્કસ સંપર્ક અથવા ફોન નંબરને બ્લૉક કરો છો ત્યારે તે વ્યક્તિ અથવા નંબરના મેસેજ ડિલિવર કરી શકાતા નથી. મેસેજ મોકલનાર વ્યક્તિને ખબર નથી કે તેમનો મેસેજ બ્લૉક કરવામાં આવ્યો છે.

નોટ : જ્યારે તમે મેસેજમાં સંપર્કને બ્લૉક કરો છો ત્યારે તે સંપર્કને Mail, ફોન, FaceTime, કૅલેંડર અને અન્ય ઍપ્સમાં પણ બ્લૉક કરવામાં આવે છે. જુઓ : સંપર્કને તમારી સાથે વાતચીત કરતા અટકાવો.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. તમે જે વ્યક્તિને બ્લૉક કરવા માંગો છો તેની સાથેના વાર્તાલાપ પર જાઓ પછી ટોચ પર વ્યક્તિના આઇકન પર ટૅપ કરો.

  3. માહિતી પર ટૅપ કરો, નીચે સ્ક્રોલ કરો પછી “સંપર્ક બ્લૉક કરો” પર ટૅપ કરો.

    તમે કોઈ વ્યક્તિનો શેર કરેલી આઇટમનો ઍક્સેસ કાઢી નાખી શકો છો.

ટિપ : તમે ગ્રૂપ વાર્તાલાપને બ્લૉક કરી શકતા નથી તેથી ગ્રૂપ વાર્તાલાપમાં તમામ લોકોને બ્લૉક કરવાને બદલે તમે માત્ર તેને છોડી શકો છો અથવા તેની સૂચનાઓ બંધ કરી શકો છો.

જો તમને હજુ પણ અનિચ્છનીય મેસેજની સમસ્યા આવી રહી હોય તો તમારા iPhone અથવા iPad પર ફોન નંબર, સંપર્ક અને ઇમેલ બ્લૉક કરો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

તમે કોને બ્લૉક કર્યા છે તે તપાસો

જો તમને કોઈના મેસેજ ન મળી રહ્યા હોય તો તમે ચકાસી શકો છો કે તેઓ તમારા બ્લૉક કરેલા સંપર્કમાં છે કે નહિ.

જ્યારે તમે મેસેજમાં સંપર્કને બ્લૉક કરો છો ત્યારે તે સંપર્કને Mail, ફોન, FaceTime, કૅલેંડર અને અન્ય ઍપ્સમાં પણ બ્લૉક કરવામાં આવે છે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. પ્રાઇવસિ અને સુરક્ષા પર ટૅપ કરીને બ્લૉક કરેલા સંપર્ક પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમે બ્લૉક કરેલા નંબરને અનબ્લૉક કરો : [નંબર] અજ્ઞાત પર ટૅપ કરીને સૂચીમાં નંબર પર ડાબી બાજુ સ્વાઇપ કરીને પછી અનબ્લૉક કરો પર ટૅપ કરો. અથવા “સંપાદિત કરો” પર ટૅપ કરો અને પછી “કાઢી નાખો” બટન પર ટૅપ કરો.

    • લિસ્ટમાં સીધા જ વધારે સંપર્ક અથવા નંબર ઉમેરો : બ્લૉક કરેલ સંપર્ક ઉમેરો પર ટૅપ કરો.

મોકલનારને ખબર નથી પડતી કે તે બ્લૉક છે કે નહિ.

ટિપ : અનિછનીય મેસેજ અટકાવવાનો બીજો રસ્તો એ છે કે જ્યારે તમે સ્ક્રીન ટાઇમ સાથે મેસેજ બ્લૉક કરો છો ત્યારે ફ્ક્ત તમારા સંપર્કને અનુમતિ આપો.

સૂચના દેખાવાની રીત વગેરે બદલવા માટે તમે તમારા સૂચના વિકલ્પ સેટ કરી શકો છો.

મેસેજમાંથી સૂચનાઓ પૉઝ કરવા માટે ડૂ નૉટ ડિસ્ટર્બ અથવા અન્ય ફોકસ ચાલુ કરો.

તમે અનિચ્છનીય મેસેજને રિપોર્ટ કરી શકો અને તેને અટકાવી શકો તેવી અન્ય રીતો વિષે જાણવા માટે ફિશિંગ મેસેજ, ખોટા સપોર્ટ કૉલ અને આવા અન્ય સ્કૅમને ઓળખો અને ટાળો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.