આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં આરોગ્ય ઍપમાં પ્રૅગનંસિ લૉગ કરો

જ્યારે તમે આરોગ્ય ઍપમાં પ્રૅગનંસિ લૉગ કરો છો ત્યારે તમે તમારી ગર્ભાવસ્થાની અવધિ જોઈ શકો છો અને ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર અનુભવાતા લક્ષણો લૉગ કરો. આરોગ્ય ઍપ તમારા શારીરિક અને માનસિક આરોગ્યમાં થતા ફેરફારો બતાવવા માટે ઍડજસ્ટમેંટ અને ભલામણ કરીને તમને ગર્ભાવસ્થા દરમિયાન તમારા ડેટાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.

સ્ક્રીનમાં ઉપર પર એક અઠવાડિયાં માટે પ્રૅગનંસિ ટાઇમલાઇન સાથે પિરિઅડ સાઇકલ ટ્રૅકિંગ સ્ક્રીન. આછાં લીલા રંગના ઓવલ અને જાંબલી ડૉટ ટાઇમલાઇનના પહેલા 7 દિવસને અંકિત કરે છે. ડૅશ કરેલા આછાં લીલા ઓવલ ટાઇમલાઇન પર અન્ય દિવસોને અંકિત કરે છે. ટાઈમલાઇનની નીચે પ્રૅગનંસિનો સારાંશ છે જેમાં ગર્ભાવસ્થાની અવધિ, શરૂ થવાની તારીખ અને અનુમાનિત નિયત તારીખ દર્શાવવામાં આવી છે. પ્રૅગનંસિના સારાંશની નીચે ગર્ભાવસ્થા દરમિયાન રક્તસ્રાવ, લક્ષણો વગેરે જેવી વધુ માહિતી ઉમેરવાના વિકલ્પો છે.

પ્રૅગનંસિ લૉગ કરવી

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. “સાઇડબાર” બટન પર ટૅપ કરો પછી સાઇકલ ટ્રૅકિંગ પર ટૅપ કરો.

  3. નીચે સ્ક્રોલ કરો અને ફૅક્ટર પર ટૅપ કરો પછી “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  4. “પ્રૅગનંસિ” પર ટૅપ કરો પછી “શરૂ કરો” પર ટૅપ કરો.

  5. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા છેલ્લા પિરિઅડના પહેલા દિવસે લૉગ ઇન કરવા માટે : ગયા પિરિઅડની તારીખ પર ટૅપ કરો.

    • અંદાજિત આખર તારીખ લૉગ કરવા માટે : અંદાજિત આખર તારીખ પર ટૅપ કરો.

    • પ્રૅગનંસિનાં કેટલાં અઠવાડિયાં થયા તે લૉગ કરવા માટે : ગર્ભાવસ્થાના અંદાજિત સમય પર ટૅપ કરો.

    • IVF દરમિયાન ભ્રૂણ કયારે ટ્રાંસ્ફર કરવામાં આવ્યો તે લૉગ કરવા માટે : ભ્રૂણ ટ્રાંસફર તારીખ પર ટૅપ કરો.

    નોટ : અગાઉની પ્રૅગનંસિ લૉગ કરવા માટે “અગાઉની પ્રૅગનંસિ લૉગ કરો” પર ટૅપ કરો.

  6. “આગળ” પર ટૅપ કરીને ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો પછી “આગળ” પર ટૅપ કરો.

  7. “આગળ” પર ટૅપ કરો પછી નીચે પ્રમાણે કરો :

    • માનસિક સ્વાસ્થ્ય પ્રશ્નાવલિ રિમાઇંડર ચાલુ કરો (વૈકલ્પિક) : “સૂચનાઓ ચાલુ કરો” પર ટૅપ કરો.

    • તમારા મેડિકલ IDમાં તમારી પ્રૅગનંસિ ઉમેરો (વૈકલ્પિક) : “સૂચનાઓ ચાલુ કરો” પર ટૅપ કરો.

    • તમારી દવાની માહિતી રિવ્યૂ કરો : તમારી પ્રૅગનંસિ પર કોઈ પણ સંભવિત અસર વિષે જાણવા માટે દવાની નીચે “વધુ જાણો” પર ટૅપ કરો પછી “આગળ” પર ટૅપ કરો.

  8. સાઇકલ ટાઇમલાઇનને રિવ્યૂ કરો પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

પ્રૅગનંસિ લૉગ કરતી વખતે તમને સૂચનાઓની વિવિધ ભલામણો મળે છે જેને પ્રૅગનંસિ દરમિયાન અને પછી ચાલુ અથવા બંધ કરવી જોઈએ :

  • ચાલવાની સ્થિરતા : ચાલુ કરવા માટે ભલામણ કરેલ. ચાલવાની સ્થિરતા તમારા ત્રીજા ત્રિમાસિકમાં જ્યારે પડવાનું જોખમ વધી શકે છે તે દરમિયાન તમને વધુ ઝડપથી ચેતવણી આપી શકે છે.

  • ઉચ્ચ હૃદય દર (ફક્ત Apple Watch) : જો તમારા ઉચ્ચ હૃદય દરની સૂચના માટે થ્રેશોલ્ડને 120 ધબકારા પ્રતિ મિનિટ (bPM)થી નીચે સેટ કરવામાં આવે તો તમને તેનો રિવ્યૂ કરવા અને તેને ઍડજસ્ટ કરવા માટે કહેવામાં આવશે.

  • કાર્ડિઓ ફિટનેસ (ફક્ત Apple Watch) : તમારી પ્રૅગનંસિ દરમિયાન અને તે સમાપ્ત થયા પછી 12 અઠવાડિયાં સુધી કાર્ડિયો ફિટનેસ સૂચનાઓ બંધ રાખવાની ભલામણ કરવામાં આવે છે.

તમારાં આરોગ્ય સૂચના સેટિંગ્સને રિવ્યૂ કરવા માટે iPhone યૂઝર ગાઇડમાં તમારા આરોગ્ય ચેકલિસ્ટને રિવ્યૂ કરો પર જાઓ.

બ્લીડિંગ અને અન્ય લક્ષણોને લૉગ કરો

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો પછી સાઇકલ ટ્રૅકિંગ પર ટૅપ કરો.

  3. દિવસ પસંદ કરવા સ્વાઇપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • બ્લીડિંગ લૉગ કરવા માટે : “પ્રૅગનંસિ દરમિયાન બ્લીડિંગ” પર ટૅપ કરો પછી બ્લીડિંગ થયું હતું તેના પર ટૅપ કરો અને બ્લીડિંગ લેવલ સિલેક્ટ કરો પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

      નોટ : જ્યારે તમે તમારી ગર્ભાવસ્થા દરમિયાન બ્લીડિંગ લૉગ કરો છો ત્યારે તમને એક સૂચના પ્રાપ્ત થાય છે જેમાં ભલામણ કરવામાં આવે છે કે તમે તમારા ડૉક્ટર અથવા કેર ટીમનો સંપર્ક કરો.

    • લક્ષણો અથવા અન્ય માહિતી લૉગ કરવા માટે : દિવસ સિલેક્ટ કરવા માટે ટાઇમલાઇન સ્વાઇપ કરો, શ્રેણી (અન્ય ડેટા નીચે) પર ટૅપ કરો, માહિતી આપો પછી પૂર્ણ પર ટૅપ કરો.

ડેટા લૉગિંગ સ્ક્રીન પર શ્રેણી ઉમેરવા માટે લૉગની બાજુમાં વિકલ્પો પર ટૅપ કરો પછી લૉગની નીચે શ્રેણીઓમાંથી પસંદ કરો.

પ્રૅગનંસિ સાઇકલની ટાઇમલાઇન જુઓ

“સર્ચ કરો” બટન પર ટૅપ કરો પછી સાઇકલ ટ્રૅકિંગ પર ટૅપ કરો.

સ્ક્રીનમાં ટોચ પર ટાઇમલાઇનમાં નીચેના આઇકન બતાવવામાં આવ્યા છે.

આઇકન

વર્ણન

આછું લીલું ઓવલ

જે દિવસે તમે પ્રૅગનંસિ લૉગ કરી હતી.

ડૅશ કરેલ આછું લીલું ઓવલ

ભવિષ્યનો એવો દિવસ જ્યાં તમે હજી પણ પ્રૅગનંટ હોઈ શકો.

ઘેરું લીલું ઓવલ

તમારી અનુમાનિત નિયત તારીખનો દિવસ.

જુદા-જુદા દિવસો સિલેક્ટ કરવા માટે ટાઇમલાઇનને સ્વાઇપ કરો.

તમારી પ્રૅગનંસિની વિગતો સંપાદિત કરો

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો પછી સાઇકલ ટ્રૅકિંગ પર ટૅપ કરો.

  3. પ્રૅગનંસિ વિસ્તાર પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અનુમાન પદ્ધતિ બદલવા માટે : “બદલો” પર ટૅપ કરો પછી અનુમાન પદ્ધતિ પર ટૅપ કરો.

    • તમારી અનુમાન પદ્ધતિ સંપાદિત કરવા માટે : ફેરફાર કરવા માટે ફીલ્ડ પર ટૅપ કરો.

    • તમારી પ્રૅગનંસિની માહિતી ડિલીટ કરવા માટે : આરોગ્ય ઍપમાંથી “ફૅક્ટર ડિલીટ કરો” પર ટૅપ કરો.

  4. તમે સમાપ્ત કરી લો ત્યારે પૂર્ણ બટન પર ટૅપ કરો.

તમારા આરોગ્ય ડેટા અને પ્રાઇવસિ વિષે

તમે તમારા વિષે જે માહિતી આરોગ્ય ઍપમાં ઉમેરશો તે તમારા માટે ઉપયોગ અને શેર કરવા માટે છે. આરોગ્ય ઍપમાં કઈ માહિતી સ્ટોર કરવામાં આવે છે અને તમારો ડેટા કોણ ઍક્સેસ કરી શકે છે તે તમે નક્કી કરી શકો છો.

જો તમે મેડિકલ IDમાં પ્રૅગનંસિ ઉમેરવાનું પસંદ કરો છો તો iPhone પર “લૉક કરવામાં આવ્યું હોય ત્યારે બતાવો” ચાલુ હોય તો તમારું પ્રૅગનંસિ સ્ટેટસ લૉક સ્ક્રીન પર ઍક્સેસ કરવા યોગ્ય હશે. જો આપાતકાલીન કૉલ દરમિયાન “આપાતકાલીન કૉલ દરમિયાન શેર કરો” સક્ષમ હોય તો તમારા પ્રૅગનંસિના સ્ટેટસને પણ પ્રથમ પ્રતિસાદકર્તા સાથે શેર કરવામાં આવશે. તમે કોઈ પણ સમયે તમારી આરોગ્ય ઍપ પ્રોફાઇલ પર જઈને તમારાં મેડિકલ ID સેટિંગ્સ બદલી શકો છો. જો તમારા સ્ટેટસમાં ફેરફાર થાય તો તમે મેડિકલ IDમાંથી તમારી પ્રૅગનંસિના સ્ટેટસને કાઢી અથવા અપડેટ કરી શકો છો.

જ્યારે Face ID, Touch ID અથવા પાસકોડ દ્વારા તમારું iPad લૉક હોય ત્યારે તમારા મેડિકલ ID સિવાયનો આરોગ્ય ઍપનો તમારો આરોગ્ય અને ફિટનેસ ડેટા એંક્રિપ્ટ કરવામાં આવે છે. iCloud સાથે સિંક કરેલો કોઈ પણ આરોગ્ય ડેટા ટ્રાંઝિટ અને Apple સર્વર બંનેમાં એંક્રિપ્ટ કરવામાં આવે છે. અને જો તમારી પાસે iPadOS, iOS અને watchOSનું વર્ઝન (જો તમે iPhone અને Apple Watchનો ઉપયોગ પિરિઅડ સાઇકલ ટ્રૅકિંગ માટે કરી રહ્યાં હોવ તો) ડિફૉલ્ટ બે ફૅક્ટર ઑથેંટિકેશન અને પાસકોડ સાથે હોય તો તમારો આરોગ્ય અને ઍક્ટિવિટી ડેટા Apple વાંચી શકે નહિ એવી રીતે તેને સ્ટોર કરવામાં આવે છે.

આનો અર્થ એ છે કે જ્યારે તમે પિરિઅડ સાઇકલ ટ્રૅકિંગ ફીચર અને બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરો છો ત્યારે iCloud સાથે સિંક કરેલો તમારો આરોગ્ય ડેટા ઍન્ડ ટૂ ઍન્ડ એંક્રિપ્ટ કરવામાં આવે અને Apple પાસે ડેટાને ડિક્રિપ્ટ કરવાની કી નથી હોતી અને તેથી તેને વાંચી શકાતો નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.