આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફોટોના બૅકગ્રાઉંડમાંથી વિષયવસ્તુ ઉપાડો

તમે ફોટો અથવા વીડિયો ફ્રેમની વિષયવસ્તુને તેના બૅકગ્રાઉંડથી અલગ કરી શકો છો અને પછી તેને અન્ય ડૉક્યુમૅન્ટ અને ઍપ્સમાં કૉપિ અથવા શેર કરી શકો છો.

તમે ફોટો, Safari, ઝલક જુઓ વગેરેમાં આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.

નોટ : iPad (આઠમી જનરેશન)માં આ ફીચર સપોર્ટેડ નથી.

ફોટોસ ઍપની લાઇબ્રેરીમાં ફોટો ખુલ્લો છે. ફોટોની મધ્યમાં વિષયવસ્તુ આઉટલાઇન થયેલી હોય છે અને તેની ઉપર “કૉપિ કરો”, “ખોજો”, “સ્ટિકર ઉમેરો” અને “શેર કરો” બટન દેખાય છે.
  1. ફોટોને ફુલ સ્ક્રીનમાં ખોલો અથવા કોઈ પણ ફ્રેમ પર વીડિયોને પૉઝ કરો.

  2. વિષયવસ્તુને ટચ કરીને હોલ્ડ કરો. જ્યારે વિષયવસ્તુની આસપાસ આઉટલાઇન દેખાય ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વિષયવસ્તુને દબાવી રાખો પછી વિષયવસ્તુને બીજા ડૉક્યુમૅન્ટમાં ડ્રૅગ કરો.

    • “કૉપિ કરો” અથવા “વિષયવસ્તુ કૉપિ કરો” પર ટૅપ કરો અને પછી વિષયવસ્તુને ઇમેલ, ટેક્સ્ટ મેસેજ અથવા નોટમાં પેસ્ટ કરો.

    • વિષયવસ્તુ વિષે વધુ જાણવા માટે “ખોજો” પર ટૅપ કરો.

    • “સ્ટિકર ઉમેરો” પર ટૅપ કરો અને પછી સ્ટિકરને ફોટોસ, ઇમેલ, ટેક્સ્ટ મેસેજ વગેરેમાં ઉપયોગમાં લેવા માટે સેવ કરો.

    • “શેર કરો” પર ટૅપ કરો અને પછી AirDrop, મેસેજ અથવા Mail જેવો શેરિંગનો વિકલ્પ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.