આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં રિમાઇંડરમાં ટેંપ્લેટમાં કામ કરો

રિમાઇંડર ઍપમાં તમે લિસ્ટની દિનચર્યા, પૅકિંગ લિસ્ટ વગેરે માટે લિસ્ટનો ફરી ઉપયોગ કરવા માટે તેને ટેંપલેટ તરીકે સેવ કરી શકો છો. ટેંપ્લેટને અન્ય લોકો સાથે પબ્લિશ અને શેર કરવા માટે લિંક બનાવો અથવા અન્ય લોકોએ શેર કરેલાં ટેંપ્લેટને ડાઉનલોડ કરો.

લિસ્ટને ટેંપ્લેટ તરીકે સેવ કરવા માટે

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. સૂચીની ઉપર “વધુ” બટન પર ટૅપ કરો પછી “ટેંપ્લેટ તરીકે સેવ કરો” પર ટૅપ કરો.

  3. ટેંપ્લેટ માટે નામ એંટર કરો.

  4. પૂર્ણ થયેલ રિમાઇંડર સામેલ કરો ચાલુ અથવા બંધ કરીને પૂર્ણ બટન પર ટૅપ કરો.

તમે લિસ્ટમાંથી ટેંપ્લેટ બનાવો તે પછી તે લિસ્ટમાં કરેલા કોઈ પણ ફેરફારની ટેંપ્લેટ પર અસર થતી નથી.

ટેંપ્લેટમાંથી નવું લિસ્ટ બનાવવા માટે

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. તમારી સૂચીની ઉપર “વધુ” બટન પર ટૅપ કરીને ટેંપ્લેટ પર ટૅપ કરો પછી ટેંપ્લેટના નામ પર ટૅપ કરો.

  3. લિસ્ટ માટે નામ એંટર કરો અને પછી “બનાવો” પર ટૅપ કરો.

ટેંપ્લેટ સંપાદિત અથવા ડિલીટ કરવા માટે

ટેંપ્લેટમાં તમે કરેલા કોઈ પણ ફેરફારની ટેંપ્લેટમાંથી અગાઉ બનાવેલાં લિસ્ટ પર અસર થતી નથી.

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. તમારી સૂચીની ઉપર “વધુ” બટન પર ટૅપ કરીને ટેંપ્લેટ પર ટૅપ કરો પછી “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • ટેંપ્લેટ સંપાદિત કરો : ટેંપ્લેટમાં કોઈ પણ આઇટમ ઉમેરો, સંપાદિત કરો અથવા ડિલીટ કરો. તમે ટેંપ્લેટનું નામ, રંગ અને આઇકન પણ બદલી શકો છો.

    • ટેંપ્લેટ ડિલીટ કરો : ટેંપ્લેટ કાઢી નાખો.

ટેંપ્લેટ શેર કરવા માટે

જ્યારે તમે ટેંપ્લેટ શેર કરો છો ત્યારે Appleનાં સર્વર પાસે તેનો ઍક્સેસ હોય છે જેથી iOS 16, iPadOS 16, macOS 13 અથવા તેના પછીના વર્ઝનવાળા ડિવાઇસનો ઉપયોગ કરી રહેલી કોઈ પણ વ્યક્તિ લિંકથી ટેંપ્લેટની કૉપિ ડાઉનલોડ કરી શકે. શેર કરેલા ટેંપ્લેટમાં કોઈ તારીખ, ટૅગ અથવા લોકેશન રાખવા કે નહિ; ઇમેજને કાઢી નાખવી કે નહિ તે તમે પસંદ કરી શકો છો.

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. તમારી સૂચીની ઉપર “વધુ” બટન પર ટૅપ કરીને ટેંપ્લેટ પર ટૅપ કરો પછી તમે જે ટેંપ્લેટને શેર કરવા માંગો છો તેની બાજુમાં “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. “ટેંપ્લેટ શેર કરો” પર ટૅપ કરો અને પછી શેર કરવાની પદ્ધતિ પસંદ કરો.

શેર કરેલા ટેંપ્લેટને મૅનેજ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો, “ટેંપ્લેટ” પર ટૅપ કરો, “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો પછી “લિંક મૅનેજ કરો” પર ટૅપ કરો.

જો તમે ટેંપ્લેટને શેર કર્યા પછી તેમાં ફેરફાર કરો છો તો તમે શેર કરેલા વર્ઝનને અપડેટ કરી શકો છો. પહેલાંનું વર્ઝન ડાઉનલોડ કર્યું હોય તેવી કોઈ પણ વ્યક્તિએ અપડેટ મેળવવા માટે ફરી ટેંપ્લેટ ડાઉનલોડ કરવું પડશે.

જો તમે ટેંપ્લેટ શેર કરવાનું બંધ કરો છો તો ટેંપ્લેટ ડાઉનલોડ કરી ચૂકેલા કોઈ પણ વ્યક્તિ પર તેની અસર થશે નહિ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.