આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariને કસ્ટમાઇઝ કરવા માટે એક્સટેંશન મેળવો

તમારા બ્રાઉઝરની કામ કરવાની રીત કસ્ટમાઇઝ કરવા માટે તમે એક્સટેંશન ઇંસ્ટૉલ કરી શકો છો. ઉદાહરણ તરીકે ખરીદી કરતી વખતે કૂપન શોધવા, વેબસાઇટ પર કૉન્ટેંટ બ્લૉક કરવા વગેરેમાં એક્સટેંશન તમને મદદ કરી શકે છે.

Safari એક્સટેંશન ઉમેરો

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડની જમણી બાજુએ “એક્સટેંશન મૅનેજ કરો” બટન પર ટૅપ કરો અને પછી “એક્સટેંશનને મૅનેજ કરો” પર ટૅપ કરો.

  3. App Storeમાં જોવા માટે એક્સટેંશન સર્ચ કરો, ભલામણો સ્કૅન કરો અથવા એક્સટેંશન બ્રાઉઝ કરો પર ટૅપ કરો.

  4. જ્યારે તમને ઈચ્છિત વસ્તુ મળી જાય ત્યારે કિંમત પર ટૅપ કરો અથવા જો ઍપ ફ્રી હોય તો “મેળવો” પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

નોટ : તમે iPadમાં Safari માટે ઇંસ્ટૉલ કરેલા એક્સ્ટેંશન જે અન્ય પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તે જ્યાં તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તેવા કોઈ પણ iPhone, iPad અથવા Mac પર સેટિંગ્સમાં દેખાશે જેથી તેને શોધવામાં અને ડાઉનલોડ કરવામાં સરળતા રહે.

Safari એક્સટેંશન સેટિંગ્સ બદલો

તમારા બ્રાઉઝરની કામ કરવાની રીત કસ્ટમાઇઝ કરવા માટે તમે એક્સટેંશનનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈ પણ સમયે Safari એક્સટેંશન ચાલુ અથવા બંધ કરી શકો છો.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડની જમણી બાજુએ “એક્સટેંશન મૅનેજ કરો” બટન પર ટૅપ કરો અને પછી “એક્સટેંશનને મૅનેજ કરો” પર ટૅપ કરો.

  3. તમે જે એક્સટેંશનને પરવાનગી આપવા માંગો છો તે દરેક પર ટૅપ કરો પછી દરેક એક્સટેંશનને કેટલો ઍક્સેસ આપવી તે પસંદ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    મહત્ત્વપૂર્ણ : તમે ઇંસ્ટૉલ કરેલાં એક્સટેંશનની તપાસ કરો અને ખાતરી કરો કે તે જે કરે છે તેનાથી તમે પરિચિત છો.

તમે વધુ સેટિંગ્સ  > ઍપ્સ > Safari > એક્સટેંશનમાં મૅનેજ કરી શકો છો.

વ્યક્તિગત વેબસાઇટ માટે Safari એક્સટેંશન સેટિંગ્સ બદલો

તમે તમારાં એકંદર Safari સેટિંગ્સ બદલ્યા વગર વ્યક્તિગત વેબસાઇટ માટે એક્સટેંશન ચાલુ અથવા બંધ કરી શકો છો.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડની જમણી બાજુએ “એક્સટેંશન મૅનેજ કરો” બટન પર ટૅપ કરો અને પછી “એક્સટેંશનને મૅનેજ કરો” પર ટૅપ કરો.

  3. દરેક એક્સટેંશન ચાલુ અથવા બંધ કરો.

Safari એક્સટેંશનને કાઢી નાખો

  1. હોમ સ્ક્રીન પર નીચે સ્વાઇપ કરો અને પછી તમે જે એક્સટેંશનને કાઢી નાખવા માંગો છો તે સર્ચ કરો.

  2. એક્સટેંશન આઇકનને ટચ કરીને હોલ્ડ કરો, “ઍપ ડિલીટ કરો” પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.