iPadમાં બ્રેલ ડિસ્પ્લે સાથે બ્રેલ ઍક્સેસનો ઉપયોગ કરો

બ્રેલ ઍક્સેસ સાથે તમે તમારા iPadને બ્રેલ નોટ ટેકરમાં ફેરવી શકો છો જે કનેક્ટેડ બ્રેલ ડિસ્પ્લે સાથે ટાઇપ કરીને કોઈ પણ ઍપને સરળતાથી ખોલી શકે છે. તમે ગણતરી કરી શકો છો, બ્રેલ રેડી ફૉર્મેટ (BRF) ફાઇલ ખોલી શકો છો, લાઇવ કૅપ્શન સાથે વાર્તાલાપ ટ્રાંસક્રાઇબ કરી શકો છો વગેરે.

નોટ : સપોર્ટેડ મૉડલમાં લાઇવ કૅપ્શન ઉપલબ્ધ છે. લાઇવ કૅપ્શન તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. લાઇવ કૅપ્શનની ચોકસાઈમાં તફાવત હોઈ શકે છે અને અતિ-જોખમી અથવા આપાતકાલીન સ્થિતિઓમાં તેમના પર આધાર રાખવો જોઈએ નહિ.

ખુલ્લી બ્રેલ ઍક્સેસ મેન્યૂ સાથેનો iPad જે નીચેના વિકલ્પ દર્શાવે છે : ઍપ લૉન્ચ કરો, આઇટમ, બ્રેલ નોટ, BRF ફાઇલ, UEB કેલક્યુલેટર, લાઇવ કૅપ્શન અને સમય પસંદ કરો.

બ્રેલ ઍક્સેસ મેન્યૂને નૅવિગેટ કરવા માટે

  1. બ્રેલ ડિસ્પ્લેને તમારા iPad સાથે કનેક્ટ કરીને પછી VoiceOver ચાલુ કરો. જુઓ : બ્રેલ ડિસ્પ્લે કનેક્ટ કરો અને VoiceOver ચાલુ અથવા બંધ કરો.

  2. ડૉટ 7 અને 8ને એકસાથે દબાવો અથવા તમારા બ્રેલ ડિસ્પ્લે પર ટૉગલ બ્રેલ ઍક્સેસ કમાંડનો ઉપયોગ કરો.

    જો તમે એઇટ-ડૉટ ટેબલનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ડૉટ 7 અને 8 અને સ્પેસ બાર એકસાથે દબાવો.

    તમારા iPadમાં ટૉગલ બ્રેલ ઍક્સેસ કમાંડની ઍક્સેસ કરવા માટે સેટિંગ્સ ઍપ > ઍક્સેસિબિલિટી > VoiceOver > બ્રેલ > તમારા બ્રેલ ડિસ્પ્લેની બાજુમાં “માહિતી” બટન પર ટૅપ કરો (તમારે કદાચ નીચે સ્ક્રોલ કરવું પડે) > બ્રેલ કમાંડ > બ્રેલ > ટૉગલ બ્રેલ ઍક્સેસ પર જાઓ.

    બ્રેલ ઍક્સેસ મેન્યૂને નૅવિગેટ કરવા માટે

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • આગામી આઇટમ અથવા લાઇન :

      • “આગળ” કમાંડનો ઉપયોગ કરવા : ડૉટ 4 + સ્પેસ

      • તમારા બ્રેલ ડિસ્પ્લે પર પૅનિંગ બટનનો ઉપયોગ કરો

    • પાછલી આઇટમ અથવા લાઇન :

      • “પાછળ” કમાંડનો ઉપયોગ કરવા : ડૉટ 1 + સ્પેસ

      • તમારા બ્રેલ ડિસ્પ્લે પર પૅનિંગ બટનનો ઉપયોગ કરો

    • મેન્યૂમાં પહેલી આઇટમ પર જાઓ :

      • “પહેલી આઇટમ” કમાંડનો ઉપયોગ કરવા : ડૉટ 1, 2, 3 + સ્પેસ

    • મેન્યૂમાં છેલ્લી આઇટમ પર જાઓ :

      • “છેલ્લી આઇટમ” કમાંડનો ઉપયોગ કરવા : ડૉટ 4, 5, 6 + સ્પેસ

    • પાછલી સ્ક્રીન પર જાઓ :

      • “પાછળ જાઓ” કમાંડનો ઉપયોગ કરવા : ડૉટ 1, 2 + સ્પેસ

    • મેન્યૂ આઇટમ સિલેક્ટ કરો :

      • “રિટર્ન” કમાંડનો ઉપયોગ કરવા : ડૉટ 8

    • સંદર્ભ મેન્યૂ ખોલવા માટે :

      • “ડિલીટ” કમાંડનો ઉપયોગ કરવા : ડૉટ 7

    • ટેક્સ્ટ સર્ચ કરો :

      • સર્ચ કમાંડનો ઉપયોગ કરો : ડૉટ 1, 2, 4 + સ્પેસ

    • બ્રેલ ઍક્સેસમાંથી બહાર નીકળો :

      • ડૉટ 7 + 8 દબાવો

બ્રેલ ડિસ્પ્લે સાથે બ્રેલ ઍક્સેસનો ઉપયોગ કરો

  1. બ્રેલ ડિસ્પ્લેને તમારા iPad સાથે કનેક્ટ કરો અને VoiceOver ચાલુ કરો. જુઓ : બ્રેલ ડિસ્પ્લે કનેક્ટ કરો અને VoiceOver ચાલુ અથવા બંધ કરો.

  2. ડૉટ 7 અને 8ને એકસાથે દબાવો અથવા તમારા બ્રેલ ડિસ્પ્લે પર ટૉગલ બ્રેલ ઍક્સેસ કમાંડનો ઉપયોગ કરો.

    જો તમે એઇટ-ડૉટ ટેબલનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ડૉટ 7 અને 8 અને સ્પેસ બાર એકસાથે દબાવો.

    તમારા iPadમાં ટૉગલ બ્રેલ ઍક્સેસ કમાંડની ઍક્સેસ કરવા માટે સેટિંગ્સ ઍપ > ઍક્સેસિબિલિટી > VoiceOver > બ્રેલ > તમારા બ્રેલ ડિસ્પ્લેની બાજુમાં “માહિતી” બટન પર ટૅપ કરો (તમારે કદાચ નીચે સ્ક્રોલ કરવું પડે) > બ્રેલ કમાંડ > બ્રેલ > ટૉગલ બ્રેલ ઍક્સેસ પર જાઓ.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઍપ લૉન્ચ કરો : ખોલવા માટે ઍપ પસંદ કરો—જેમ કે Mail, News અથવા વૉલેટ.

    • આઇટમ પસંદ કરો : સ્ક્રીન પર ખોલવા માટે આઇટમ પસંદ કરો—જેમ કે ડિક્ટેટ, કંપોઝ અથવા સંપાદિત.

    • બ્રેલ નોટ્સ : નવી નોટ અથવા ફોલ્ડર બનાવવા માટે નવું > નવી નોટ અથવા નવું ફોલ્ડર એંટર કરો. નોટ્સ બનાવ્યા પછી તમે તેમને અહીં ઍક્સેસ કરી શકો છો.

      નોટ : તમારી બ્રેલ નોટ iCloud સાથે સિંક થશે.

    • BRF ફાઇલ : નવી BRF ફાઇલ અથવા ફોલ્ડર બનાવવા માટે નવું > ફાઇલનું નામ અથવા નવું ફોલ્ડર નામ એંટર કરો. BRF ફાઇલ બનાવ્યા પછી તમે તેમને અહીં ખોલી શકો છો. તમે ટેક્સ્ટ માટે સર્ચ પણ કરી શકો છો અને iCloud સાથે સિંક થતાં બુકમાર્ક પણ ઉમેરી શકો છો.

      • ટેક્સ્ટ સર્ચ કરવા માટે સંદર્ભ મેન્યૂ અથવા ટેક્સ્ટ સર્ચ કમાંડ (ડૉટ 1, 2, 4 + સ્પેસ)નો ઉપયોગ કરો.

      • ટેક્સ્ટ માટે શોધ્યા પછી અથવા બુકમાર્ક પર મુવ કર્યા પછી, સર્ચ ચાલુ રાખવા અથવા અન્ય બુકમાર્ક પર મુવ કરવા માટે રિટર્ન કમાંડ (ડૉટ 8)નો ઉપયોગ કરો.

      નોટ : બ્રેલ ઍક્સેસ ખોલવાથી iCloud Driveમાં BRF ફાઇલ ફોલ્ડર બને છે. તમે iCloudમાં BRF ફાઇલની લોકેશન બદલી શકતા નથી.

    • કેલક્યુલેટર : ગણતરી ટાઇપ કરવા માટે નેમથ અથવા UEB ગણિતનો ઉપયોગ કરો.

      નોટ : જો વિઝ્યુઅલ બતાવો સક્ષમ હોય તો ફૉર્મ્યૂલાનું ગાણિતિક સ્વરૂપ સ્ક્રીન પર દેખાય છે.

    • લાઇવ કૅપ્શન : લાઇવ કૅપ્શન એંટર કરો અને iPad તમારી આસપાસના વાતાવરણને સાંભળશે અને તેનો તમારા ડિવાઇસમાં બ્રેલમાં અનુવાદ કરશે.

      તમે ન વાંચેલા નવા ટ્રાંસક્રિપ્શન તમારા બ્રેલ ડિસ્પ્લે પર સંપૂર્ણ સેલ (ડૉટ 1, 2, 3, 4, 5, 6, 7, 8)થી ઘેરાયેલા દેખાય છે.

      નોટ : નવીનતમ કૅપ્શન લાઇન પર ફોકસ લાવવા માટે કોઈ પણ રાઉટર કી દબાવો.

    • સમય : તમારા iPadમાં વર્તમાન સમય તપાસો.

    • બંધ કરો : બ્રેલ ઍક્સેસ મેન્યૂ બંધ કરો.

      નોટ : બ્રેલ ઍક્સેસના મોટાભાગના પેજમાં તમે મેન્યૂની નીચે “બંધ કરો” અથવા “પાછળ જાઓ” સિલેક્ટ કરી શકો છો. જુઓ : બ્રેલ ઍક્સેસમાંથી બહાર નીકળવા માટે.

જો મેન્યૂ આઇટમના અંતે કર્સર હોય તો તમે તરત જ ટાઇપ કરવાનું શરૂ કરી શકો છો. તમારા iPhone, iPad અને iPod touch પર VoiceOver માટે સામાન્ય બ્રેલ કમાંડ શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

સંદર્ભ મેન્યૂ સાથે બ્રેલ નોટ, BRF ફાઇલ અને લાઇવ કૅપ્શન મૅનેજ કરવા માટે

તમે બ્રેલ ઍક્સેસમાં બ્રેલ નોટ્સ અને BRF ફાઇલ બનાવો પછી તમે તેને સંદર્ભ મેન્યૂ સાથે ગોઠવી શકો છો. તમે લાઇવ કૅપ્શનમાં ઑડિઓને પૉઝ કરીને પણ સાંભળી શકો છો. નોટ, ફોલ્ડર અને BRF ફાઇલ કેવી રીતે બનાવવી તે જાણવા માટે જુઓ : બ્રેલ ડિસ્પ્લે સાથે બ્રેલ ઍક્સેસનો ઉપયોગ કરો.

  1. બ્રેલ ડિસ્પ્લેને તમારા iPad સાથે કનેક્ટ કરીને પછી VoiceOver ચાલુ કરો. જુઓ : બ્રેલ ડિસ્પ્લે કનેક્ટ કરો અને VoiceOver ચાલુ અથવા બંધ કરો.

  2. ડૉટ 7 અને 8ને એકસાથે દબાવો અથવા તમારા બ્રેલ ડિસ્પ્લે પર ટૉગલ બ્રેલ ઍક્સેસ કમાંડનો ઉપયોગ કરો.

    જો તમે એઇટ-ડૉટ ટેબલનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ડૉટ 7 અને 8 અને સ્પેસ બાર એકસાથે દબાવો.

    તમારા iPadમાં ટૉગલ બ્રેલ ઍક્સેસ કમાંડની ઍક્સેસ કરવા માટે સેટિંગ્સ ઍપ > ઍક્સેસિબિલિટી > VoiceOver > બ્રેલ > તમારા બ્રેલ ડિસ્પ્લેની બાજુમાં “માહિતી” બટન પર ટૅપ કરો (તમારે કદાચ નીચે સ્ક્રોલ કરવું પડે) > બ્રેલ કમાંડ > બ્રેલ > ટૉગલ બ્રેલ ઍક્સેસ પર જાઓ.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • બ્રેલ નોટ્સ : નોટ અથવા ફોલ્ડર પર નૅવિગેટ કરીને પછી ડિલીટ કમાંડ (ડૉટ 7)નો ઉપયોગ કરીને સંદર્ભ મેન્યૂ ખોલો. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

      • મુવ કરો : નોટ અથવા ફોલ્ડરને નવા લોકેશન પર મુવ કરો.

      • ડિલીટ કરો : નોટ અથવા ફોલ્ડરને ડિલીટ કરો.

      • પિન કરો : સરળ ઍક્સેસ માટે નોટ અથવા ફોલ્ડરને પિન કરો.

    • BRF ફાઇલ : BRF ફાઇલ પર નૅવિગેટ કરીને પછી ડિલીટ કમાંડ (ડૉટ 7)નો ઉપયોગ કરીને સંદર્ભ મેન્યૂ ખોલો. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

      • શોધો : ચોક્કસ BRF ફાઇલ શોધો.

      • પહેલાની શોધો : તમારી પહેલાની શોધેલી સર્ચ જુઓ.

      • બુકમાર્ક ઉમેરો : સરળ ઍક્સેસ માટે બુકમાર્ક ઉમેરો.

      • મુવ કરો : ફાઇલને નવા લોકેશન પર મુવ કરો.

      • ડિલીટ કરો : ફાઇલ ડિલીટ કરો.

      • નામ બદલો : ફાઇલનું નામ બદલો.

    • લાઇવ કૅપ્શન : લાઇવ કૅપ્શન ખોલીને પછી ડિલીટ કમાંડ (ડૉટ 7)નો ઉપયોગ કરીને સંદર્ભ મેન્યૂ ખોલો. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

      • પૉઝ કરો : લાઇવ કૅપ્શન પૉઝ કરો.

      • ઑડિઓ સાંભળો : તમારી આસપાસના ઑડિઓ વર્ણન સાંભળો.

      • બોલવા માટે ટાઇપ કરો : Macમાં મોટેથી બોલવા માટે તમારા બ્રેલ ડિવાઇસમાં ટાઇપ કરો.

      • સારાંશ બનાવો : જો તમારી પાસે Apple Intelligence ચાલુ હોય તો તમે તમારી આસપાસના ઑડિઓનો સારાંશ મેળવી શકો છો.

બ્રેલ ઍક્સેસમાંથી બહાર નીકળવા માટે

જો તમારા iPadમાં બ્રેલ ઍક્સેસ ખુલ્લુ હોય અને તમે બહાર નીકળવા માંગતા હોવ તો નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • તમારા બ્રેલ ડિસ્પ્લે પર હોમ અથવા પાછળ જાઓ કમાંડનો ઉપયોગ કરો.

    તમારા iPhone, iPad અને iPod touch પર VoiceOver માટે સામાન્ય બ્રેલ કમાંડ શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

  • તમારા બ્રેલ ડિસ્પ્લે પર ડૉટ 7 અને 8 એકસાથે દબાવો.

  • બ્રેલ ઍક્સેસમાંથી બહાર નીકળવા માટે મેન્યૂમાં નીચે બંધ કરો અથવા પાછળ જાઓ સિલેક્ટ કરો.

બ્રેલ ઍક્સેસ સેટિંગ્સ બદલવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરો, VoiceOver પર ટૅપ કરો, બ્રેલ પર ટૅપ કરીને પછી બ્રેલ ઍક્સેસ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • મુખ્ય મેન્યૂ આઇટમ : બ્રેલ ઍક્સેસમાં કઈ મેન્યૂ આઇટમ દેખાય તે કસ્ટમાઇઝ કરવા માટે આઇટમ પર ટૅપ કરો. આઇટમ જે ક્રમમાં દેખાય છે તે બદલવા માટે ક્રમ ફરી ગોઠવો બટન પર ટૅપ કરો અને ડ્રૅગ કરીને ઇચ્છિત સ્થાન પર લઇ જાઓ.

    • છેલ્લી સ્થિતિ ખોલો : જ્યારે બ્રેલ ઍક્સેસને ફરી ખોલવામાં આવે ત્યારે પાછલી સેટિંગ્સ દેખાય શકે તે માટે છેલ્લી સ્થિતિ ખોલો ચાલુ કરો.

    • સૂચીની આઇટમ બોલવા : iPadમાં આઇટમ મોટેથી બોલાવા માટે સૂચીની આઇટમ બોલો ચાલુ કરો.

    • વિઝ્યુઅલ બતાવવા : “વિઝ્યુઅલ બતાવો” ચાલુ અથવા બંધ કરો.

    • સ્પીચ ફીડબૅક ટાઇપ કરવા : “સ્પીચ ફીડબૅક ટાઇપ કરો” ચાલુ અથવા બંધ કરો.

    • બ્રેલ નોટ્સ : સંપાદિત અથવા બનાવેલી તારીખ અનુસાર નોટ્સ સૉર્ટ કરો. તમે જૂની અથવા નવી નોટ્સના ક્રમમાં પણ સૉર્ટ કરી શકો છો.

    • BRF ફાઇલ : “ફિટ BRF કૉન્ટેંટ” ચાલુ અથવા બંધ કરો. “BRF પેજ ઇંડિકેટર છુપાવો” ચાલુ અથવા બંધ કરો.

    • કેલક્યુલેટર : ગણિત કોડ તરીકે નેમથ અથવા UEB ગણિત પસંદ કરો.

    • લાઇવ કૅપ્શન : લાઇવ કૅપ્શન માટે સોર્સ તરીકે માઇક્રોફોન અથવા iPhone ઑડિઓ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.