આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઍપ્સમાં ટેક્સ્ટનો અનુવાદ કરો

iPadમાં તમે કૅમેરા, ફોટોસ, Safari, મેસેજ, Mail, સપોર્ટેડ તૃતીય-પક્ષ ઍપ વગેરેમાં ટેક્સ્ટનો અનુવાદ કરી શકો છો.

નોટ : સપોર્ટેડ ભાષાઓ માટે અનુવાદ ઉપલબ્ધ છે. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

ઍપ્સમાં ટેક્સ્ટનો અનુવાદ કરવા માટે

તમે Safari, મેસેજ, Mail, સપોર્ટેડ તૃતીય-પક્ષ ઍપ વગેરેમાં અનુવાદ કરવા માટે કોઈ પણ ટેક્સ્ટને સિલેક્ટ કરી શકો છો. તમે તમારા iPadમાં ટેક્સ્ટ એંટર કરો છો ત્યારે તમારા લખાણના બદલે અનુવાદ પણ રાખી શકો છો.

  1. તમારા iPadમાં Safari, મેસેજ અથવા Mail જેવી ઍપ પર જાઓ.

  2. તમે જે ટેક્સ્ટનો અનુવાદ કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને પછી “અનુવાદ કરો” પર ટૅપ કરો.

    જો તમને અનુવાદ દેખાતો ન હોય તો વધુ વિકલ્પો જોવા માટે “વધુ આઇટમ બતાવો” બટન પર ટૅપ કરો.

  3. તમે સિલેક્ટ કરેલી ટેક્સ્ટનો અનુવાદ કરવાની ભાષા પર ટૅપ કરો.

  4. ટેક્સ્ટ અનુવાદની નીચે નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • મૂળ ટેક્સ્ટના બદલે અનુવાદ લાવો : તમારી મૂળ ટેક્સ્ટના બદલે અનુવાદ લાવો (માત્ર સંપાદિત કરી શકાય તેવી ટેક્સ્ટનો અનુવાદ કરતી વખતે ઉપલબ્ધ).

    • અનુવાદ કૉપિ કરો : અનુવાદ કરેલી ટેક્સ્ટને કૉપિ કરો.

    • મનપસંદમાં ઉમેરો : અનુવાદને મનપસંદની યાદીમાં ઉમેરો.

    • અનુવાદમાં ખોલો : અનુવાદ ઍપમાં અનુવાદમાં બીજું ઘણું કરો.

    • ભાષાઓ ડાઉનલોડ કરો : ઑફલાઇન અનુવાદ કરવા માટે ભાષાઓ ડાઉનલોડ કરો.

    • મૂળ ટેક્સ્ટ સાંભળો : “વધુ” પર ટૅપ કરો અને પછી મૂળ ટેક્સ્ટને સાંભળવા માટે રાખોડી રંગનું “પ્લે” બટન પર ટૅપ કરો.

    • અનુવાદ કરેલી ટેક્સ્ટને સાંભળો : અનુવાદ કરેલી ટેક્સ્ટને સાંભળવા માટે ભૂરા રંગનું “પ્લે” બટન પર ટૅપ કરો.

ફોટોમાંની ટેક્સ્ટનો અનુવાદ કરવા માટે

જ્યારે તમને ટેક્સ્ટ સાથેનો ફોટો દેખાય ત્યારે “ટેક્સ્ટ ડિટેક્ટ કરો” બટન પર ટૅપ કરીને તમે જે ટેક્સ્ટનો અનુવાદ કરવા માંગો છો તેને ટચ કરી દબાવી રાખો પછી “અનુવાદ કરો” પર ટૅપ કરો.

જો તમને અનુવાદ દેખાતો ન હોય તો વધુ વિકલ્પો જોવા માટે “વધુ આઇટમ બતાવો” બટન પર ટૅપ કરો.

iPad કૅમેરા સાથે ટેક્સ્ટ અનુવાદિત કરવા માટે

તમે તમારા આસપાસના ટેક્સ્ટનો અનુવાદ કરવા માટે કૅમેરાનો ઉપયોગ કરી શકો છો—ઉદાહરણ તરીકે રૅસિપીના અનુવાદ માટે ઉપયોગ કરો.

  1. તમારા iPadમાં કૅમેરા ખોલો.

  2. iPadને એવી રીતે રાખો કે જેથી સ્ક્રીન પર ટેક્સ્ટ દેખાય.

  3. ડિટેક્ટ કરેલી ટેક્સ્ટની આસપાસ પીળી ફ્રેમ દેખાય ત્યારે “ટેક્સ્ટ ડિટેક્ટ કરો” બટન પર ટૅપ કરો.

  4. તમે જે ટેક્સ્ટનો અનુવાદ કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને પછી “અનુવાદ કરો” પર ટૅપ કરો.

    જો તમને અનુવાદ દેખાતો ન હોય તો વધુ વિકલ્પો જોવા માટે “વધુ આઇટમ બતાવો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.