આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નોટ્સમાં ઑડિઓ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો

નોટ્સ ઍપમાં તમે ઑડિઓ રેકોર્ડ કરી શકો છો અને બોલાયેલા શબ્દોને ટેક્સ્ટમાં ટ્રાંસ્ક્રાઇબ કરી શકો છો. તમે ટ્રાંસક્રિપ્ટ સર્ચ કરી શકો છો, નોટમાં ટેક્સ્ટ ઉમેરી શકો છો અથવા અન્ય ડૉક્યુમૅન્ટમાં ટેક્સ્ટ કૉપિ કરી શકો છો.

નોટ : ડિવાઇસની ભાષા જ્યારે અંગ્રેજી, સ્પેનિશ, પોર્ટુગીઝ, ઇટાલિયન, ફ્રેંચ, જર્મન, જાપાનીઝ, કોરિયન, સરળીકૃત ચાઇનીઝ અને પરંપરાગત ચાઇનીઝ પર સેટ હોય ત્યારે iPadનાં સપોર્ટેડ મૉડલમાં ઑડિઓ ટ્રાંસક્રિપ્શન ઉપલબ્ધ છે.

લાઇવ ઑડિઓ રેકોર્ડ કરવા અને ટ્રાંસક્રિપ્ટ જોવા માટે

તમે ઑડિઓ રેકોર્ડ કરી શકો છો અને બોલાયેલા શબ્દોને નોટમાં ટ્રાંસ્ક્રાઇબ કરી શકો છો.

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટમાં “અટૅચમેંટ” બટન પર ટૅપ કરો પછી “ઑડિઓ રેકોર્ડ કરો” પર ટૅપ કરો.

  3. રેકોર્ડિંગ શરૂ કરવા માટે “રેકોર્ડ કરો” બટન પર ટૅપ કરો.

  4. રેકૉર્ડિંગ કરતી વખતે નોટ લેવા માટે સ્ક્રીનમાં ઉપરથી નીચે સ્વાઇપ કરો.

  5. તમે પૂર્ણ કરો ત્યારે પૉઝ કરો બટન પર ટૅપ કરો.

  6. ટ્રાંસક્રિપ્ટ જોવા માટે “ટ્રાંસક્રિપ્શન” બટન પર ટૅપ કરો.

    નોટ : સપોર્ટેડ ભાષામાં બોલાયેલા શબ્દો ઑટોમૅટિક રીતે ટ્રાંસ્ક્રાઇબ કરવામાં આવે છે. જો તમને “ટ્રાંસક્રિપ્શન” બટન ન દેખાય તો તમારું iPad કાં તો ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરતું નથી અથવા સપોર્ટેડ ભાષા શોધી શકતું નથી.

ઑડિઓ રેકોર્ડિંગ પ્લે કરવા અને ટ્રાંસક્રિપ્ટ રિવ્યૂ કરવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. ઑડિઓ રેકોર્ડિંગવાળી નોટ જુઓ.

  3. ઑડિઓ રેકોર્ડિંગ પ્લે કરવા માટે “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

  4. ટ્રાંસક્રિપ્ટ રિવ્યૂ કરવા માટે ઑડિઓ રેકોર્ડિંગ પર ટૅપ કરો.

    નોટ : સપોર્ટેડ ભાષામાં બોલાયેલા શબ્દો ઑટોમૅટિક રીતે ટ્રાંસ્ક્રાઇબ કરવામાં આવે છે. જો તમને “ટ્રાંસક્રિપ્શન” બટન ન દેખાય તો તમારું iPad ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરતું નથી અથવા સપોર્ટેડ ભાષા શોધી શકતું નથી.

  5. ટ્રાંસક્રિપ્ટ જોતી વખતે તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

    • ચોક્કસ પૉઇંટ પર ઑડિઓ પ્લે કરવા માટે : તમે જે ટેક્સ્ટ સાંભળવા માંગો છો તેના પર ટૅપ કરો.

    • રેકૉર્ડિંગનું નામ બદલવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી નામ બદલો પર ટૅપ કરો.

    • ટ્રાંસક્રિપ્ટ સર્ચ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “ટ્રાંસક્રિપ્ટમાં શોધો” પર ટૅપ કરો.

    • ટ્રાંસક્રિપ્ટ કૉપિ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “નોટમાં ટ્રાંસક્રિપ્ટ ઉમેરો” અથવા “ટ્રાંસક્રિપ્ટ કૉપિ કરો” પસંદ કરો.

    • ઑડિઓ રેકોર્ડિંગ સેવ કરવા અથવા ડિલીટ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.

      નોટ : ઑડિઓ રેકોર્ડિંગ ડિલીટ કરવાથી ટ્રાંસક્રિપ્ટ પણ ડિલીટ થઈ જાય છે.

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે ઑડિઓ રેકોર્ડિંગને સારાંશમાં આપી શકો છો. જુઓ : iPadમાં નોટ્સમાં Apple Intelligenceનો ઉપયોગ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.