આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Newsની સૂચનાઓ અને ન્યૂઝલેટર મેળવો

જો તમે મહત્વપૂર્ણ સ્ટોરીને ચૂકી જવા માંગતા ન હોવ, તો તમે તાજેતરના સમાચારોથી માહિતગાર રહેવા માટે સૂચનાઓ અને ન્યૂઝલેટરનો ઉપયોગ કરી શકો છો. તમે ફૉલો કરો તેવી અમુક ચૅનલ સૂચનાઓ મોકલી શકે છે. તમે Apple News સંપાદકો પાસેથી તમારા ઇમેલ ઇનબૉક્સમાં ન્યૂઝલેટર પ્રાપ્ત કરવાનું પણ પસંદ કરી શકો છો.

નોટ : Apple News અને Apple News+ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.

સૂચનાઓ ચાલુ કરવા માટે :

તમે ફૉલો કરો તેવી અમુક ચૅનલ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિષે સૂચનાઓ મોકલી શકે છે.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં નીચે ”મૅનેજ કરો”ની નીચે સૂચનાઓ & ઇમેલ પર ટૅપ કરો.

    જો તમને સાઇડબાર દેખાતું નથી તો “સાઇડબાર” બટન પર ટૅપ કરો.

  3. તમારી પસંદગીની ચૅનલ માટે સૂચનાઓ ચાલુ કરો તેમજ Apple Newsમાંથી સૂચનાઓ, જેમ કે Apple News ટોચની સ્ટોરી, Apple News, Spotlight વગેરે ચાલુ કરો.

જો તમે Apple News+ને સબ્સ્ક્રાઇબ કરો છો તો તમારા દ્વારા ફૉલો કરવામાં આવતા પ્રકાશનના નવા અંક ઉપલબ્ધ હોય ત્યારે તમે વધુ સૂચનાઓ પ્રાપ્ત કરી શકો છો. તમે નવાં ફીચર & ટિપ્સની સૂચનાઓ પણ પ્રાપ્ત કરી શકો છો.

Apple News ન્યૂઝલેટર પ્રાપ્ત કરો

તમે તમારા ઇમેલ ઇનબૉક્સમાં Apple News સંપાદકોના ન્યૂઝલેટર પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકો છો. ન્યૂઝલેટરમાં તમારી રુચિના આધારે પર્સનલાઇઝ કરેલી મુખ્ય સ્ટોરી બતાવવામાં આવે છે. જો તમે Apple News+ને સબ્સ્ક્રાઇબ કરો, તો ન્યૂઝલેટરમાં તમારાં મનપસંદ મૅગઝીનના નવા અંક પણ સામેલ થઈ શકે છે.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં નીચે સ્વાઇપ કરો પછી સૂચનાઓ & ઇમેલ પર ટૅપ કરો.

    જો તમને સાઇડબાર દેખાતું નથી તો “સાઇડબાર” બટન પર ટૅપ કરો.

  3. સ્ક્રીનમાં નીચે સુધી સ્વાઇપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • Apple News ન્યૂઝલેટર ચાલુ કરો.

    • ન્યૂઝલેટર માટે સાઇન અપ પર ટૅપ કરીને પછી “મને સાઇન અપ કરો” પર ટૅપ કરો.

  4. U.S.માં ઘણાં અલગ-અલગ ન્યૂઝલેટર ઉપલબ્ધ હોઈ શકે છે. તમે કયા પ્રાપ્ત કરવા માંગો છો તે પસંદ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પસંદ કરો : “સાઇન અપ કરો” પર ટૅપ કરો.

    • નાપસંદ કરો : “સબ્સ્ક્રાઇબ કરેલ” પર ટૅપ કરો.

ન્યૂઝલેટર પ્રાપ્ત કરવાનું બંધ કરવા માટે સૂચનાઓ & ઇમેલ સ્ક્રીન પર પાછા જાઓ પછી Apple News ન્યૂઝલેટર બંધ કરો. U.S.માં ન્યૂઝલેટરને મેનેજ કરો પર ટૅપ કરો પછી તમે હવેથી જે ન્યૂઝલેટર પ્રાપ્ત કરવા નથી માંગતા તે દરેક ન્યૂઝલેટરને અનસબ્સક્રાઇબ કરો.

નોટ : પર્સનલાઇઝ્ડ ન્યૂઝલેટર તમામ દેશો અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી. રમતના ન્યૂઝલેટર મેળવવા માટે તમારે પહેલા મારી રમતોને સિંક કરવી પડશે અને રમતના વિષયને ફૉલો કરવું પડશે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.