આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં હોમ ઍપમાં દૃશ્ય બનાવો અને તેનો ઉપયોગ કરો

હોમ ઍપમાં તમે એવા દૃશ્ય બનાવી શકો છો જેનાથી તમે એક સાથે અનેક ઍક્સેસરિને કંટ્રોલ કરી શકો. ઉદાહરણ તરીકે તમે "રીડિંગ" દૃશ્યને નિર્ધારિત કરી શકો છો જે લાઇટને એડજસ્ટ કરે છે, HomePod પર ધીમું સંગીત વગાડે છે, ડ્રૅપ બંધ કરે છે અને થર્મોસ્ટૅટને ઍડજસ્ટ કરે છે.

દૃશ્ય બનાવો

  1. તમારા iPadમાં હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર “ઉમેરો” બટન ટૅપ કરો અને પછી દૃશ્ય ઉમેરો પર ટૅપ કરો.

  3. કસ્ટમ પર ટૅપ કરો, દૃશ્ય માટે નામ એંટર કરો (જેમ કે "ડિનર પાર્ટી" અથવા "TV જોવું") પછી ઍક્સેસરિ ઉમેરો પર ટૅપ કરો.

  4. તમે જે ઍક્સેસરિને આ દૃશ્યમાં સામેલ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો અને પછી પૂર્ણ પર ટૅપ કરો.

    તમે સિલેક્ટ કરેલ પ્રથમ ઍક્સેસરિ તે રૂમને નિર્ધારિત કરે છે જેને દૃશ્ય અસાઇન કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, જો તમે પહેલાં તમારા બેડરૂમના લેમ્પને સિલેક્ટ કરો છો તો દૃશ્ય તમારા બેડરૂમને અસાઇન કરવામાં આવે છે.

  5. જ્યારે તમે દૃશ્ય રન કરો છો ત્યારે દરેક ઍક્સેસરિને તમે ઇચ્છો તે સ્થિતિમાં સેટ કરો.

    ઉદાહરણ તરીકે રીડિંગ દૃશ્ય માટે તમે બેડરૂમ લાઇટને 100 ટકા પર સેટ કરી શકો છો, ડ્રૅપ બંધ કરી શકો છો, HomePod માટે ઓછો વૉલ્યૂમ પસંદ કરી શકો છો અને થર્મોસ્ટૅટને 68 ડિગ્રી પર સેટ કરી શકો છો.

  6. આ દૃશ્યને ટેસ્ટ કરો અને તેને હોમ ટૅબ પર બતાવવું કે નહિ તે પસંદ કરો (ડિફૉલ્ટ રૂપે દૃશ્ય હોમ ટૅબ પર દેખાય છે) પછી પૂર્ણ પર ટૅપ કરો.

દૃશ્યનો ઉપયોગ કરવા

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • દ્રશ્ય રન કરો : હોમ ટૅબ પર દૃશ્ય પર ટૅપ કરો.

    જો તમે હોમ ટૅબ પર દૃશ્ય ન બતાવવાનું નક્કી કર્યું હોય તો “વધુ” બટન પર ટૅપ કરો અને જે રૂમને દૃશ્ય અસાઇન કરવામાં આવ્યું છે તે સિલેક્ટ કરો અને પછી દૃશ્ય પર ટૅપ કરો.

  • દૃશ્ય સંપાદિત કરો : દૃશ્યને ટચ કરીને હોલ્ડ કરો પછી દૃશ્ય સંપાદિત કરો પર ટૅપ કરો.

    તમે દૃશ્યનું નામ બદલી શકો છો, દૃશ્યને ટેસ્ટ કરી શકો છો, ઍક્સેસરિ ઉમેરી શકો છો અથવા કાઢી શકો છો અને બીજું ઘણું કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.