આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં વૉક અથવા હાઇક સેવ કરો

તમે હાઇક, કસરત રૂટ અથવા સિટી ટૂરનો પ્લાન બનાવવા માટે વૉકિંગ પાથને કસ્ટમાઇઝ કરી શકો છો. યુ.એસ.ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમે હાઇક બ્રાઉઝ કરી શકો છો અને તેમને લંબાઈ, ઊંચાઈ અને રૂટના પ્રકાર પ્રમાણે ફિલ્ટર કરી શકો છો. તમે ઑફલાઇન હોવ ત્યારે રૂટની સાથે જે પણ નોટ્સ ઉમેરો તેને ઍક્સેસ કરવા માટે તેમને સેવ પણ કરી શકો છો.

નોટ : તમામ ફીચર તમામ દેશ અને વિસ્તારમાં ઉપલબ્ધ નથી.

વૉકિંગ અથવા હાઈકિંગ માટે તમારો પોતાનો રૂટ બનાવવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. નકશામાં આરંભ પૉઇંટ સિલેક્ટ કરવા માટે કોઈ પણ રસ્તો, પાથ, ટ્રેલ અથવા વૉકિંગ માટે ઍક્સેસિબલ અન્ય સ્થળને પિન ડ્રૉપ કરવા માટે તેના પર ટચ કરી દબાવી રાખો, “વધુ” બટન પર ટૅપ કરો પછી કસ્ટમ રૂટ બનાવો પર ટૅપ કરો.

  3. પાથ પસંદ કરવા માટે તમારા રૂટ પરના અન્ય પૉઇંટ પર ટૅપ કરો પછી તમારો રૂટ પૂર્ણ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • રૂટ રિવર્સ કરવા માટે : રિવર્સ કરો બટન પર ટૅપ કરો.

    • તમારા પગલાં રિટ્રેસ કરવા માટે : બહાર નીકળી અને પાછળ જાઓ બટન પર ટૅપ કરો.

    • લૂપ બંધ કરવા માટે : લૂપ બંધ કરો બટન પર ટૅપ કરો.

    • પૉઇંટ અનડૂ કરવા માટે : “અનડૂ” બટન પર ટૅપ કરો.

    નકશો ઍપમાં અંતર, એલિવેશન પ્રોફાઇલ, અંદાજિત સમય અને રૂટની શરૂઆત માટેનાં દિશા નિર્દેશનો સેવ કરવા અથવા મેળવવાના વિકલ્પ સાથેનો કસ્ટમ રૂટ.
  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • આરંભ પૉઇંટ પર નૅવિગેટ કરો : દિશા નિર્દેશનો પર ટૅપ કરો (રૂટની શરૂઆતની નજીક ઉપલબ્ધ).

    • વળાંક-દર-વળાંક વૉકિંગનાં દિશા નિર્દેશનો શરૂ કરો : “શરૂ કરો” પર ટૅપ કરો (જો તમે રૂટની નજીક ન હોવ તો ઉપલબ્ધ).

    • પછીથી ઉપયોગમાં લેવા માટે રૂટ સેવ કરો : સેવ કરો પર ટૅપ કરો, રૂટને નામ આપો અને નોટ્સ ઉમેરો (વૈકલ્પિક) પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

      ટિપ : જો તમારી પાસે ઇંટરનેટ કનેક્શનનો ઍક્સેસ ન હોય ત્યારે પણ તમે રૂટ અને આસપાસના નકશાને ઍક્સેસ કરવા માંગતા હોવ તો “રૂટ ડાઉનલોડ કરો” ચાલુ છે તેની ખાતરી કરો.

તમે પૉઇંટ પર ટૅપ કરીને, “પૉઇંટ કાઢી નાખો” પર ટૅપ કરીને, “પ્રારંભ પૉઇંટ કાઢી નાખો” અથવા “અંતિમ પૉઇંટ કાઢી નાખો” પર ટૅપ કરીને પણ પૉઇંટ કાઢી શકો છો.

હાઇક બ્રાઉઝ અને સેવ કરવા માટે

હાઇક સર્ચ કરવા માટે તમારે ઑનલાઇન રહેવું પડે છે.

રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાઇકની સર્ચ સાથે મૅચ થતા પરિણામોને દર્શાવતી નકશો ઍપ.
  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. તમે તમારા નકશામાં ઉપર જમણી બાજુએ દ્વારા દર્શાવવામાં આવેલા એક્સપ્લોર નકશામાં છો તેની ખાતરી કરો. જુઓ : નકશાના અલગ વ્યૂ પર સ્વિચ કરવા માટે.

  3. “[રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ]માં હાઇક” માટે સર્ચ કરીને પછી “સર્ચનું પરિણામ” પર ટૅપ કરો.

  4. તમારી પસંદગીઓને વધુ યોગ્ય બનાવવા માટે તમામ લંબાઈ અથવા તમામ પ્રકારના રૂટ જેવા ફિલ્ટર પર ટૅપ કરો. વધુ વિકલ્પો જોવા માટે ડાબે સ્વાઇપ કરો.

  5. હાઇક ખોલવા માટે ટૅપ કરો પછી “ઉમેરો” બટન પર ટૅપ કરો.

    તમે હાઇકને તમારા સ્થળમાં સેવ કરવાને બદલે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

    • જો તમે રૂટની શરૂઆતની નજીક છો તો : જો તમે ટ્રેલહેડ પર નૅવિગેટ કરવા માંગતા હોવ તો દિશા નિર્દેશનો પર ટૅપ કરો.

    • જો તમે રૂટની નજીક નથી તો : વળાંક-દર-વળાંક વૉકિંગનાં દિશા નિર્દેશનો શરૂ કરવા માટે “શરૂ કરો” પર ટૅપ કરો.

    અંતર, એલિવેશન પ્રોફાઇલ, અંદાજિત સમય અને રૂટની શરૂઆત માટેના દિશા નિર્દેશનો સેવ કરવા અથવા મેળવવાના વિકલ્પ સાથે ડાઉનલોડ કરી શકાય તેવા હાઇકનું ઓવરવ્યૂ.

    ટિપ : જ્યારે તમારી પાસે ઇંટરનેટ કનેક્શનનો ઍક્સેસ ન હોય ત્યારે તમારા iPadમાં રૂટ અને આસપાસના નકશાને ઍક્સેસ કરવા માંગતા હોવ તો “રૂટ ડાઉનલોડ કરો” ચાલુ છે તેની ખાતરી કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.