આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં કૅલેંડરમાં ઇવેંટનો ટ્રૅક રાખવા માટે

તમને આગામી કૅલેંડર ઇવેંટ, આમંત્રણ વગેરે વિષે જણાવતી સૂચનાઓને તમે કસ્ટમાઇઝ કરી શકો છો. તમે તમારી ઇવેંટ અને કૅલેંડરની અન્ય માહિતી તમારાં તમામ ડિવાઇસ પર અપ ટૂ ડેટ રહે તે પણ સુનિશ્ચિત કરી શકો છો.

કૅલેંડરની સૂચનાને કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. સૂચનાઓ પર ટૅપ કરીને પછી કૅલેંડર પર ટૅપ કરો.

  3. “સૂચનાઓને અનુમતિ આપો” ચાલુ કરો.

  4. તમે સૂચના કેવી રીતે અને ક્યાં બતાવવા માંગો છો તે પસંદ કરો—ઉદાહરણ તરીકે, લૉક સ્ક્રીન પર, સૂચના કેંદ્રમાં, સ્ક્રીનમાં ઉપર બૅનર તરીકે, અલર્ટ સાઉંડ સાથે વગેરે.

ચોક્કસ કૅલેંડર ઇવેંટ માટે કસ્ટમાઇઝ કરેલી સૂચના ચાલુ કરવા માટે

કૅલેંડરની સૂચના કસ્ટમાઇઝ કર્યા પછી તમે તેને આગામી ઇવેંટ અથવા આમંત્રિતના પ્રતિભાવ વગેરે જેવા ચોક્કસ પ્રસંગમાં બતાવવી કે નહિ તે પસંદ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. સૂચનાઓ પર ટૅપ કરીને પછી કૅલેંડર પર ટૅપ કરો.

  3. સૂચના કસ્ટમાઇઝ કરો પર ટૅપ કરીને ચોક્કસ કસ્ટમાઇઝ કરેલી સૂચનાઓ ચાલુ અથવા બંધ કરો.

તમારાં તમામ ડિવાઇસમાં તમારા કૅલેંડરને અપ ટૂ ડેટ રાખો

જેમાં તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તે તમામ ડિવાઇસમાં તમારા કૅલેંડરની માહિતીને અપ ટૂ ડેટ રાખવા માટે તમે iCloudનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ  ઍપ પર જાઓ.

  2. તમારા નામ પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. iCloudમાં સેવ કરેલની બાજુમાં “તમામ જુઓ” પર ટૅપ કરો.

  4. iCloud કૅલેંડર પર ટૅપ કરો અને “આ iPad પર ઉપયોગ કરો” ચાલુ કરો.

જો તમે તમારા કૅલેંડર માટે iCloudનો ઉપયોગ કરવા માંગતા નથી તો તમે તમારા કૅલેંડરની માહિતીને તમારા iPad અને તમારા કંપ્યૂટર વચ્ચે સિંક કરી શકો છો. જુઓ : તમારા iPad અને અન્ય ડિવાઇસની વચ્ચે ફાઇલ ટ્રાંસફર કરવા માટે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.