આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તમારો પોતાનો અવાજ રેકોર્ડ કરો

જો તમને સ્પીચ ગુમાવવાનું જોખમ હોય અથવા સ્પીચની અપંગતા ધરાવતા વ્યક્તિ હોવ તો તમે તમારા જેવો સિંથિસાઇઝ કરેલો વૉઇસ બનાવવા માટે iPadમાં પોતાના વૉઇસનો ઉપયોગ કરી શકો છો. તમે લાઇવ સ્પીચમાં તમારા પોતાના અવાજનો ઉપયોગ કરી શકો છો અને વ્યક્તિગત વાર્તાલાપ દરમિયાન, ફોન અને FaceTime કૉલમાં અને સહાયક સંચાર ઍપ્સમાં iPadમાં તમે જે ટાઇપ કરો છો તે મોટેથી બોલાવી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને પછી પોતાનો અવાજ પર ટૅપ કરો.

  3. પોતાનો અવાજ બનાવો પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    (જો તમારે તમારા રેકોર્ડિંગ સેશનને પૉઝ કરવું હોય તો ”પૂર્ણ” પર ટૅપ કરો. ફરી શરૂ કરવા માટે રેકોર્ડિંગ ચાલુ રાખો પર ક્લિક કરો.)

    તમારા તમામ ડિવાઇસમાં iCloud સાથે તમારા પોતાના અવાજનો ઉપયોગ કરવાની અનુમતિ આપવા માટે “તમામ ડિવાઇસમાં શેર કરો” ચાલુ કરો. ઍપ્સને તમારા પોતાના અવાજનો ઉપયોગ કરવાની વિનંતી કરવાની અનુમતિ આપવા માટે “ઉપયોગ કરવા માટે ઍપને વિનંતી કરવાની અનુમતિ આપો” ચાલુ કરો.

નોટ : તમારો પોતાનો અવાજ બનાવવાનો વિકલ્પ જોવા માટે તમારે પહેલા પાસકોડ સેટ કરવો આવશ્યક છે. iPadનાં સપોર્ટેડ મૉડલ પર પોતાનો અવાજ ઉપલબ્ધ છે અને તે તમામ ભાષાઓમાં ઉપલબ્ધ નથી. તમારા પોતાના અવાજ સાથે લાઇવ સ્પીચનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે Apple સપોર્ટ લેખ જુઓ : તમારા iPhone, iPad, Mac અથવા Apple Watchમાં લાઇવ સ્પીચનો ઉપયોગ કરો.

તમારો પોતાનો અવાજ તમારા iPadમાં સુરક્ષિત રીતે સેવ કરવામાં આવે છે જેનો ઉપયોગ તમે ફોન અને FaceTime કૉલ, વ્યક્તિગત વાર્તાલાપ અને તૃતીય પક્ષ ઑલ્ટર્નેટિવ ઍન્ડ ઑગમેંટટિવ કમ્યુનિકેશન (AAC) ઍપ્સ દરમિયાન કરી શકો છો.

મહત્ત્વપૂર્ણ : “પોતાનો અવાજ”નો ઉપયોગ માત્ર લાઇવ સ્પીચમાં અને ઑગમેંટટિવ ઍન્ડ ઑલ્ટર્નેટિવ કમ્યુનિકેશન (AAC) ઍપ્સ જેવી તમે અનુમતિ આપેલી તૃતીય પક્ષ ઍપ્સમાં કરી શકાય છે. તમે “પોતાનો અવાજ”નો ઉપયોગ ડિવાઇસ પર તમારા જેવો સંભાળતો વૉઇસ બનાવવા માટે જ કરી શકો છો અને તમારા પોતાના વ્યક્તિગત, બિનવ્યાવસાયિક હેતુ માટે જ ઉપયોગમાં લઈ શકો છો. પોતાનો અવાજ કેવી રીતે બનાવવો તે જાણવા માટે Apple સપોર્ટ લેખ જુઓ : તમારા iPhone, iPad અથવા Macમાં પોતાનો અવાજ બનાવો. તમારું લેગસી કૉન્ટેક્ટ તમારા પોતાના અવાજને ઍક્સેસ કરી શકશે નહિ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.