iPadમાં ડાયરીમાં ફૉર્મેટિંગ, ફોટો વગેરે ઉમેરો

ડાયરી ઍપમાં તમે ફોટો, ડ્રૉઇંગ, વીડિયો, ઑડિઓ વગેરે ઉમેરીને મલ્ટિમીડિયા એંટ્રી બનાવી શકો છો.

ડાયરી ઍપમાં ફોટો અને ચાલુ એંટ્રી બતાવતી સ્ક્રીન.

ટેક્સ્ટ ફૉર્મેટ કરવા

તમે એંટ્રી ટેક્સ્ટનો કલર, શૈલી અને ફૉર્મેટિંગ ઍડજસ્ટ કરી શકો છો.

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે “ફૉર્મેટ” બટન પર ટૅપ કરો.

  3. બોલ્ડ ટેક્સ્ટ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રાઇકથ્રુ, બુલેટ કરેલ અથવા ક્રમાંકિત લિસ્ટ, બ્લૉક કોટ અથવા ફૉન્ટનો રંગ લાગુ કરો.

ડ્રૉઇંગ ઉમેરો

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે “ડ્રૉઇંગ ઉમેરો” બટન પર ટૅપ કરો પછી ડ્રૉઇંગ શરૂ કરો.

    ટિપ : ડ્રૉઇંગ ઇનલાઇન સાથે ટેક્સ્ટ મૂકવા માટે તમે ડ્રૉઇંગને જ્યાં લઈ જવા માંગો છો ત્યાં સુધી ટચ કરી દબાવી રાખો પછી ડ્રૉઇંગ ઇંસર્ટ કરો પસંદ કરો.

  3. અન્ય ટૂલ જેમ કે ક્રેયૉન, રીડ પેન અથવા વૉટરકલર બ્રશ જોવા માટે ટૂલબારમાં સ્વાઇપ કરો પછી તમને જે જોઈએ તેના પર ટૅપ કરો.

    સ્ટ્રોકની જાડાઈ અથવા અપારદર્શકતા જેવા ગુણ બદલવા માટે કોઈ પણ ટૂલ પર બીજી વાર ટૅપ કરો.

  4. જ્યારે તમે ડ્રૉઇંગ પૂરું કરો ત્યારે “ડ્રૉઇંગ ઉમેરો” બટન પર ટૅપ કરો.

    તમે ઇનલાઇન ડ્રૉઇંગની સાઇઝ બદલી શકો અને ફરી ગોઠવી શકો છો. સાઇઝ બદલવા માટે નીચે ડાબી બાજુ હૅન્ડલને ડ્રૅગ કરો. ડ્રૉઇંગને ફરી ગોઠવવા માટે ટચ કરી દબાવી રાખો પછી તેને ડ્રૅગ કરીને નવા લોકેશન પર લઈ જાઓ.

ગ્રિડમાં ફોટો અથવા વીડિયો ઉમેરવા અથવા ટેક્સ્ટ સાથે ઇનલાઇન કરવા માટે

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારી લાઇબ્રેરીમાંથી ફોટો અને વીડિયો પસંદ કરવા માટે : “ફોટો અથવા વીડિયો પસંદ કરો” બટન પર ટૅપ કરો.

      જો તમને “ફોટો અથવા વીડિયો પસંદ કરો” બટન દેખાય નહિ તો “વધુ” બટન પર ટૅપ કરો પછી ફોટો અથવા વીડિયો પસંદ કરો પર ટૅપ કરો.

    • નવો ફોટો અથવા વીડિયો લેવા માટે : “ફોટો અથવા વીડિયો લો” બટન પર ટૅપ કરો.

      જો તમને “ફોટો અથવા વીડિયો લો” બટન દેખાય નહિ તો “વધુ” બટન પર ટૅપ કરો પછી ફોટો અથવા વીડિયો લો પર ટૅપ કરો.

  3. ફોટો અને વીડિયોને એંટ્રી ટેક્સ્ટ સાથે ઇનલાઇન મૂકવા માટે ફોટો અથવા વીડિયોને ટચ કરી દબાવી રાખો પછી તેને ગ્રિડમાંથી એંટ્રી પર ડ્રૅગ કરો.

    તમે ફ્રેમમાં હૅન્ડલને ડ્રૅગ કરીને ઇનલાઇન મીડિયાની સાઇઝ બદલી શકો છો.

નકશાનું લોકેશન ઉમેરવા માટે

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે “લોકેશન” બટન પર ટૅપ કરો.

    જો તમને “લોકેશન” બટન દેખાય નહિ તો “વધુ” બટન પર ટૅપ કરો પછી લોકેશન પર ટૅપ કરો.

    જ્યારે તમે લોકેશન ઉમેરશો ત્યારે સ્થળમાં એંટ્રી દેખાય છે.

અટૅચમેંટ સાથે કામ કરો

તમામ અટૅચમેંટ—ફોટો, ડ્રૉઇંગ, વીડિયો, લોકેશન, રેકૉર્ડિંગ અને માનસિક અવસ્થા ટાઇલનો ક્રમ ફરી ગોઠવવો, એંટ્રી ટેક્સ્ટ સાથે ઇનલાઇન મૂકવા વગેરે કરી શકાય છે.

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટેક્સ્ટમાં ઇનલાઇન અટૅચમેંટ મૂકવા માટે : અટૅચમેંટને ટચ કરી દબાવી રાખો પછી તેને ગ્રિડમાંથી એંટ્રી પર ડ્રૅગ કરો.

    • ઇનલાઇન અટૅચમેંટની સાઇઝ બદલવા માટે : હૅન્ડલને ફ્રેમ પર ડ્રૅગ કરો.

    • ગ્રિડમાં ઇનલાઇન અટૅચમેંટ મુવ કરવા માટે : અટૅચમેંટને ટચ કરી દબાવી રાખો પછી તેને ગ્રિડ સુધી ડ્રૅગ કરો.

    • અટૅચમેંટને ફુલ સ્ક્રીનમાં જુઓ : થંબનેલ પર ટૅપ કરો.

    • અટૅચમેંટને ફરી ગોઠવો : થંબનેલને ટચ કરીને હૉલ્ડ કરો અને પછી તેને ડ્રૅગ કરીને અલગ જગ્યાએ લઈ જાઓ.

    • અટૅચમેંટ કાઢી નાખો : થંબનેલમાં ઉપરના જમણા ખૂણામાં ડિલીટ કરો બટન પર ટૅપ કરો.

ઑડિઓ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો

તમે ઑડિઓ રેકોર્ડ કરી શકો છો અને ડાયરી એંટ્રીમાં તમારા શબ્દોને ટ્રાંસ્ક્રાઇબ કરી શકો છો. ઑડિઓ ટ્રાંસક્રિપ્શન માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે (સિંગાપોર અને ભારતના પ્રદેશો સિવાય).

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે “ઑડિઓ રેકોર્ડ કરો” બટન પર ટૅપ કરો.

    જો તમને “ઑડિઓ રેકોર્ડ કરો” બટન દેખાય નહિ તો “વધુ” બટન પર ટૅપ કરો પછી ઑડિઓ રેકોર્ડ કરો પર ટૅપ કરો.

  3. “રેકોર્ડ કરો” બટન પર ટૅપ કરો પછી બોલવાનું શરૂ કરો.

  4. જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે પૉઝ કરો બટન પર ટૅપ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

  5. ઑડિઓ રેકૉર્ડિંગ પર ટૅપ કરો અને પછી ટ્રાંસક્રિપ્શન રિવ્યૂ કરવા માટે “ટ્રાંસક્રિપ્શન” બટન પર ટૅપ કરો.

  6. એંટ્રીમાં ટેક્સ્ટ ઉમેરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “એંટ્રીમાં ટ્રાંસક્રિપ્ટ ઉમેરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.