આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તમને વિશ્વાસ હોય તેવા લોકો સાથે પાસવર્ડ અને પાસકી શેર કરો

શેર કરેલા પાસવર્ડ ગ્રૂપ તમારા પરિવાર અને વિશ્વસનીય સંપર્ક સાથે પાસવર્ડ અને પાસકી શેર કરવા માટેની એક સરળ અને સુરક્ષિત રીત છે.

ગ્રૂપમાં કોઈ પણ વ્યક્તિ પાસવર્ડ અને પાસકી ઉમેરી શકે છે. શેર કરેલો પાસવર્ડ બદલાય ત્યારે તે દરેકના ડિવાઇસ પર બદલાય છે.

ગ્રૂપ બનાવો

નોટ : શેર કરેલું પાસવર્ડ ગ્રૂપ બનાવવા માટે તમારે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરવું આવશ્યક છે.

  1. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. “નવું શેર કરેલું ગ્રૂપ” બટન પર ટૅપ કરો.

  3. ગ્રુપ માટે નામ એંટર કરો અને પછી “લોકો ઉમેરો” પર ટૅપ કરો.

  4. તમે જે વ્યક્તિને ઉમેરવા માંગો છો તેમનું નામ, ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર ટાઇપ કરો પછી “ઉમેરો” પર ટૅપ કરો.

    નોટ : તમારા ગ્રૂપમાં કોઈ વ્યક્તિને ઉમેરવા માટે તેઓ તમારા સંપર્કમાં હોય અને તેમની પાસે iOS 17, iPadOS 17, macOS 14 અથવા તેના પછી વર્ઝનવાળો iPhone, iPad અથવા Mac હોય તે આવશ્યક છે. જો તેમને ગ્રૂપમાં ઉમેરવામાં આવી શકે છે તો તેમની સંપર્ક માહિતી વાદળી રંગમાં દેખાય છે. જો તે રાખોડી રંગમાં દેખાતું હોય તો તેમના iPad, iPhone અથવા Mac કદાચ શેર કરેલા પાસવર્ડ ગ્રૂપને સપોર્ટ નહિ કરતું હોય.

  5. “બનાવો” બટન પર ટૅપ કરો.

  6. તમે ગ્રૂપ સાથે જે પાસવર્ડ શેર કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને ઉપર-જમણા ખૂણામાં “મુવ કરો” પર ટૅપ કરો.

    જો તમે હજી સુધી કોઈ પણ પાસવર્ડ શેર કરવા માંગતા ન હોવ તો ઉપર-ડાબા ખૂણામાં “હમણાં નહિ” પર ટૅપ કરો.

    તમે જે લોકોને ગ્રૂપમાં આમંત્રિત કર્યા છે તેમને તમે સૂચિત કરી શકો છો અને તેઓ પાસવર્ડ > ગ્રૂપ આમંત્રણમાં પણ આમંત્રણ જોઈ શકે છે.

તમારા શેર કરેલા પાસવર્ડને iCloud કીચેનમાં સેવ કરવામાં આવે છે અને તમે તેનો ઉપયોગ અન્ય કોઈ પણ સેવ કરેલા પાસવર્ડની જેમ કરી શકો છો.

જ્યારે પણ કોઈ અન્ય વ્યક્તિને ગ્રૂપમાં આમંત્રિત કરવામાં આવશે ત્યારે તમને સૂચના પ્રાપ્ત થશે.

ગ્રૂપ મૅનેજ કરો

જો તમે ગ્રૂપ બનાવો છો તો તમે અન્ય સભ્યોને જોડી અથવા કાઢી શકો છો અથવા ગ્રૂપને ડિલીટ કરી શકો છો. ગ્રૂપના અન્ય સભ્યો પાસે આ વિકલ્પો નથી પરંતુ તેઓ ગમે ત્યારે બહાર નીકળવાનું પસંદ કરી શકે છે.

  1. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. તમારા ગ્રૂપના નામ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ગ્રૂપમાં સભ્ય ઉમેરવા માટે : તમારા નામ પર ટૅપ કરો પછી “લોકો ઉમેરો” પર ટૅપ કરો.

    • ગ્રૂપમાંથી સભ્યને કાઢી નાખવા માટે : સભ્યના નામ પર ટૅપ કરો અને પછી “ગ્રૂપમાંથી કાઢી નાખો” પર ટૅપ કરો.

    • શેર કરેલો પાસવર્ડ અથવા પાસકી ગ્રૂપમાંથી કાઢી નાખવા માટે : “સિલેક્ટ કરો” પર ટૅપ કરો, શેર કરેલા પાસવર્ડ અથવા પાસકી સાથે શેર કરેલું અકાઉંટ સિલેક્ટ કરો પછી “ડિલીટ” બટન પર ટૅપ કરો.

    • ગ્રૂપ ડિલીટ કરવા માટે : તમારા નામ પર ટૅપ કરો અને પછી “ગ્રૂપ ડિલીટ કરો” પર ટૅપ કરો.

  4. તમે ફેરફારો કરવાનું સમાપ્ત કરો ત્યારે પૂર્ણ બટન પર ટૅપ કરો.

ગ્રૂપમાં જોડાવાના આમંત્રણને પ્રતિસાદ આપો

  1. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. આમંત્રણને ટૅપ કરો પછી ગ્રૂપમાં જોડાવા માટે “સ્વીકારો” પર ટૅપ કરો. તમે આમંત્રણને નકારી પણ શકો છો.

મહત્ત્વપૂર્ણ : જો તમે મોકલનારને ઓળખતા ન હો તો આમંત્રણ સ્વીકારશો નહિ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.