આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

ટૅબ ગ્રૂપ શેર કરો અને iPadમાં Safariમાં કોલૅબરેટ કરો

તમે ટૅબ ગ્રૂપ શેર કરી શકો છો અને iCloudનો ઉપયોગ કરતા લોકો સાથે કોલૅબરેટ કરી શકો છો. તમે કોઈ પણ સમયે ટૅબ ગ્રૂપમાં લોકોને ઉમેરી શકો છો અને તેમાંથી કાઢી શકો છો અને Safariમાંથી નીકળ્યા વગર મેસેજ વાર્તાલાપ, ફોન કૉલ અથવા FaceTime કૉલ પણ શરૂ કરી શકો છો. કોલૅબરેટર ટૅબ ગ્રૂપમાંથી ટૅબ ઉમેરી અને કાઢી શકે છે અને દરેક વ્યક્તિ રિઅલ ટાઇમમાં અપડેટ જોઈ શકે છે.

તમે જેની સાથે કોલૅબરેટ કરો છો તે દરેક વ્યક્તિએ તેમના Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોવું, Safariને iCloud સેટિંગ્સમાં ચાલુ કરેલું હોવું અને બે-ફૅક્ટર ઑથેંટિકેશન ચાલુ કરેલું હોવું આવશ્યક છે.

ટૅબ ગ્રૂપ શેર કરો

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરીને ટૅબ ગ્રૂપને ટચ કરી દબાવી રાખો પછી શેર કરો પર ટૅપ કરો.

  3. મેસેજ પર ટૅપ કરો પછી તમે જેની સાથે તેને શેર કરવા માંગો છો તે વ્યક્તિ કે ગ્રૂપને એંટર કરો.

    કોઈ વ્યક્તિ શેર કરેલા ટૅબ ગ્રૂપમાં ફેરફાર કરે છે ત્યારે તમને મેસેજ વાર્તાલાપમાં ઍક્ટિવિટીનાં અપડેટ મળે છે.

શેર કરેલા ટૅબ ગ્રૂપમાં લોકોને ઉમેરવા અને તેમાંથી કાઢી નાખવા માટે

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. “કોલૅબરેટ” બટન પર ટૅપ કરો.

  3. “શેર કરેલા ટૅબ ગ્રૂપને મૅનેજ કરો” પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • કોઈને કાઢી નાખવા : નામ પર ટૅપ કરો અને પછી “ઍક્સેસ કાઢી નાખો” પર ટૅપ કરો.

    • કોઈને ઉમેરવા : “વધુ લોકો સાથે શેર કરો” પર ટૅપ કરો પછી તેમને આમંત્રિત કરવા માટે મેસેજ પર ટૅપ કરો.

    • દરેક સાથે શેરિંગ બંધ કરવા : “શેરિંગ બંધ કરો” પર ટૅપ કરો.

Safariમાંથી મેસેજ, ઑડિઓ અથવા વીડિયો વાર્તાલાપ શરૂ કરો

તમે Safari છોડ્યા વગર ટૅબ ગ્રૂપ શેર કરતા હોય તે દરેક વ્યક્તિ સાથે મેસેજ, FaceTime ઑડિઓ અથવા FaceTime વીડિયોનો ઉપયોગ કરીને વાર્તાલાપ શરૂ કરી શકો છો.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. Safariમાં “કોલૅબરેટ” બટન પર ટૅપ કરીને પછી વાર્તાલાપ શરૂ કરવા માટે મેસેજ, વીડિયો અથવા ઑડિઓ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.