iPadમાં પ્રિવ્યૂમાં PDF અને ઇમેજ ખોલો અને જુઓ

તમે PDF ડૉક્યુમૅન્ટ અને ઇમેજ ખોલવા અને જોવા માટે પ્રિવ્યૂ ઍપનો ઉપયોગ કરી શકો છો.

PDF અને ઇમેજ બતાવતી પ્રિવ્યૂ ઍપની મુખ્ય સ્ક્રીન. સ્ક્રીનમાં નીચે તાજેતરના, શેર કરેલ અને બ્રાઉઝ ટૅબ છે.

PDF અથવા ઇમેજ ખોલો

તમે પહેલાં ફાઇલ ઍપ ખોલ્યા વગર સીધા જ પ્રિવ્યૂમાં PDF અને ઇમેજ બ્રાઉઝ કરી શકો છો અને ખોલી શકો છો.

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. ફાઇલ શોધવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમે તાજેતરમાં ખોલેલી ફાઇલ જોવા માટે : “તાજેતરના” પર ટૅપ કરો.

    • શેર કરેલી ફાઇલ જોવા માટે : “શેર કરેલ” પર ટૅપ કરો.

    • ઉપલબ્ધ ફાઇલ બ્રાઉઝ કરવા માટે : “બ્રાઉઝ કરો” પર ટૅપ કરો.

    • બ્રાઉઝ કરવા માટે લોકેશન પસંદ કરો : “સાઇડબાર ટૉગલ કરો” બટન પર ટૅપ કરીને પછી સાઇડબારમાં લોકેશનની અંદર વિકલ્પ પર ટૅપ કરો.

    • ટૅગ મુજબ બ્રાઉઝ કરવા માટે : “સાઇડબાર ટૉગલ કરો” બટન પર ટૅપ કરીને પછી સાઇડબારમાં ટૅગની અંદર વિકલ્પ પર ટૅપ કરો.

  3. વૈકલ્પિક રીતે “વધુ” બટન પર ટૅપ કરો પછી આઇટમ દેખાવાની (આઇકન અથવા સૂચી) અથવા આઇટમ સૉર્ટ કરવાની રીત સિલેક્ટ કરો.

  4. ફાઇલ ખોલવા માટે તેના પર ટૅપ કરો.

ટિપ : જો કોઈ તમને ભરવા માટે PDF ફૉર્મ ઇમેલ કરે છે તો તમે ફૉર્મને પ્રિવ્યૂ ઍપમાં ખોલવા અને ભરવા માટે Mail ઍપમાં અટૅચ કરેલી ફાઇલ પર ટૅપ કરીને ખોલી શકો છો. પછી તમે મોકલનારને જવાબ આપી શકો છો અને પૂર્ણ કરેલું ફૉર્મ અટૅચ કરી શકો છો. જુઓ : PDF અટૅચમેંટ સાથે ઇમેલનો જવાબ આપો.

PDF અથવા ઇમેજ જુઓ

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. તમે જોવા માંગતા હોવ તે PDF અથવા ઇમેજ ખોલો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઝૂમ ઇન અથવા આઉટ કરવા માટે : પેજ અથવા ઇમેજ પર બે આંગળીઓ ખુલ્લી અથવા બંધ કરીને પિંચ કરો.

    • PDF માટે થંબનેલ વ્યૂ ખોલો અથવા બંધ કરો : “સાઇડબાર ટૉગલ કરો” બટન પર ટૅપ કરો.

    • PDFમાં પેજ સ્ક્રોલ કરવા માટે : ઉપર અથવા નીચે સ્વાઇપ કરો.

    • PDFમાં ચોક્કસ પેજ પર જવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “પેજ પર જાઓ” પર ટૅપ કરો. પેજ નંબર એંટર કરો પછી “જાઓ” પર ટૅપ કરો.

PDFમાં ટેક્સ્ટ શોધો

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. તમે સર્ચ કરવા માંગો છો તે PDF ખોલો.

  3. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો.

  4. વૈકલ્પિક રીતે, સર્ચ ફીલ્ડમાં “સર્ચ વિકલ્પો” બટન પર ટૅપ કરો અને નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જ્યાં સર્ચ ટેક્સ્ટ બીજા શબ્દનો ભાગ હોય તેવા મૅચને બાકાત રાખવા માટે : સંપૂર્ણ શબ્દ સિલેક્ટ કરો.

    • ફક્ત સર્ચ ટેક્સ્ટના કૅપિટલાઇઝેશન સાથે મૅચ થતાં પરિણામોનો સમાવેશ કરવા માટે : મૅચ કેસ સિલેક્ટ કરો.

  5. સર્ચ ફીલ્ડમાં શબ્દ અથવા વાક્યાંશ એંટર કરો.

    જો તમે કોઈ વાક્યાંશ એંટર કરો તો પ્રિવ્યૂ તે ચોક્કસ વાક્યાંશ શોધે છે.

  6. આગળના અથવા પાછળના સર્ચ પરિણામ પર જવા “આગામી પરિણામ” બટન અથવા “પાછલું પરિણામ” બટન પર ટૅપ કરો.

  7. સર્ચના પરિણામો બંધ કરવા માટે પૂર્ણ બટન પર ટૅપ કરો.

PDF અથવા ઇમેજ વિષેની માહિતી જોવા માટે

તમે PDF ડૉક્યુમૅન્ટ અને ઇમેજ વિષેની માહિતી જેમ કે બનાવ્યાની તારીખ, ફાઇલનામ વગેરે મેળવવા માટે પ્રિવ્યૂ ઍપનો ઉપયોગ કરી શકો છો. જ્યારે ફોટો માટે લોકેશનની માહિતી ઉપલબ્ધ હોય ત્યારે જ્યાં તે ફોટો લેવામાં આવ્યો હતો તે અક્ષાંશ અને રેખાંશ પણ તમે જોઈ શકો છો.

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. PDF અથવા ઇમેજ ખોલો.

  3. “માહિતી” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.