આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તમારા ફોટોમાંથી સ્ટિકર બનાવવા માટે

ફોટોસ ઍપમાં તમારા ફોટોના વિષયવસ્તુ પરથી સ્ટિકર અને Live Photosના વિષયવસ્તુ પરથી ઍનિમેટિડ સ્ટિકર બનાવી શકો છો. પછી મેસેજ, ફોટો, નોટ્સ વગેરેને સજાવવા માટે તમારાં સ્ટિકરનો ઉપયોગ કરો.

ફોટો અથવા Live Photoને સ્ટિકરમાં ફેરવો

તમે ફોટોની મુખ્ય વિષયવસ્તુને સ્ટિકરમાં ફેરવી શકો છો.

ફોટોસ ઍપમાં કૂતરાનો ફોટો ખુલ્લો છે. કૂતરો સિલેક્ટ કરલો છે અને સ્ટિકર ઉમેરો વિકલ્પ ઉપરના મેન્યૂમાં ઉપલબ્ધ છે.
  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટોને ફુલ સ્ક્રીનમાં જોવા માટે તેના પર ટૅપ કરો.

  3. વિષયવસ્તુને ટચ કરીને હોલ્ડ કરો પછી છોડો.

  4. સ્ટિકર ઉમેરો પર ટૅપ કરો.

    તમારા સ્ટિકર મેન્યૂમાં દેખાતા સ્ટિકરને તમે iPad ઑનસ્ક્રીન કીબોર્ડ અથવા માર્કઅપ ટૂલનો ઉપયોગ કરીને ઍક્સેસ કરી શકો છો.

  5. જો તમે આઉટલાઇન, કૉમિક અથવા પફી જેવી વિઝ્યુઅલ ઇફેક્ટ લાગુ કરવા માંગતા હોવ તો ઇફેક્ટ ઉમેરો પર ટૅપ કરો.

ટિપ : ફોટો સજાવવા માટે તમે બનાવેલાં સ્ટિકરનો ઉપયોગ કરી શકો છો. જુઓ : ફોટો અને વીડિયોને સંપાદિત કરો.

સ્ટિકર ડિલીટ કરવા માટે

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટો ખોલો અને પછી “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. “માર્કઅપ” બટન પર ટૅપ કરીને પછી “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  4. સ્ટિકર ઉમેરો પર ટૅપ કરો અને તમે જે સ્ટિકરને ડિલીટ કરવા માંગો છો તેના પર ટચ કરીને હોલ્ડ કરો પછી કાઢી નાખો પર ટૅપ કરો.

તમારાં સ્ટિકર iCloud સાથે સિંક થાય છે જેથી જ્યારે તમે સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન કરો ત્યારે તે તમારા iPhone, iPad, Mac અને Apple Vision Pro ડિવાઇસ પર ઉપલબ્ધ થાય.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.