આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં “ખોજી”માં AirTag ઉમેરો

તમે તમારા iPadનો ઉપયોગ કરીને Apple અકાઉંટ સાથે AirTag પેર કરી શકો છો. તમે તેને રોજબરોજની વસ્તુ જેમ કે કીચેન અથવા બૅકપેક સાથે ઍટચ કરો છો ત્યારે જો તે ગુમ થઈ જાય અથવા ક્યાંક મૂકાઈ જાય તો તેને શોધવા માટે “ખોજી” ઍપનો ઉપયોગ કરી શકો છો.

જો તમે તમારા AirTagને ભૂલી જાવ છો તો તમને સૂચના મળી શકે છે. જુઓ : જો તમે AirTag અથવા આઇટમને ભૂલી જાવ તો અલગ થવાનું અલર્ટ સેટ કરો.

AirTagને એક સમયે માત્ર એક જ Apple અકાઉંટમાં રજિસ્ટર કરી શકાય છે પરંતુ તમે અન્ય સાથે AirTagને શેર કરી શકો છો.

તમે “ખોજી”માં સપોર્ટેડ તૃતીય પક્ષ પ્રૉડક્ટ પણ ઉમેરી શકો છો. જુઓ : તૃતીય પક્ષ પ્રૉડક્ટ ઉમેરો અથવા અપડેટ કરો.

AirTag ઉમેરો

  1. AirTagમાંથી અને પ્રૉડક્ટ વ્રેપિંગ અને બૅટરી ટૅબ કાઢી નાખો પછી તેને તમારા iPadની નજીક રાખો.

  2. તમારા iPadમાં હોમ સ્ક્રીન પર જાઓ.

    નોટ : પેર કરવાનો પ્રયત્ન કરવા માટે તમારી સ્ક્રીન બંધ કરીને ફરી ચાલુ કરો.

  3. તમારા iPadની સ્ક્રીનમાં કનેક્ટ પર ટૅપ કરો.

  4. યાદીમાંથી નામ પસંદ કરો અથવા નામ ટાઇપ કરવા માટે કસ્ટમ નામ પસંદ કરો અને ઇમોજી સિલેક્ટ કરો અને પછી “આગળ વધો” પર ટૅપ કરો.

  5. આઇટમને તમારા Apple અકાઉંટમાં રજિસ્ટર કરવા માટે “આગળ વધો” પર ટૅપ કરો અને પછી “સમાપ્ત” પર ટૅપ કરો.

તમે “ખોજી” ઍપમાં AirTagને પણ રજિસ્ટર કરી શકો છો. “ઉમેરો” બટન પર ટૅપ કરીને પછી “AirTag ઉમેરો” પસંદ કરો.

જો આઇટમ કોઈ બીજાના Apple અકાઉંટ સાથે રજિસ્ટર થયેલી હોય તો તમારે તેને ઉમેરતા પહેલાં કાઢવી આવશ્યક છે. જુઓ : AirTag અથવા અન્ય આઇટમને ખોજીમાંથી કાઢી નાખો.

AirTagનું નામ અથવા ઇમોજી બદલવા માટે

  1. તમારા iPadમાં ખોજી ઍપ ખોલો.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “આઇટમ” પર ટૅપ કરો પછી તમે જે AirTagનું નામ અથવા ઇમોજી બદલવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. “આઇટમનું નામ બદલો” પર ટૅપ કરો.

  4. યાદીમાંથી નામ પસંદ કરો અથવા નામ ટાઇપ કરવા માટે કસ્ટમ નામ પસંદ કરો અને ઇમોજી સિલેક્ટ કરો.

  5. “પૂર્ણ” પર ટૅપ કરો.

AirTag વિષે વધુ વિગતો જોવા માટે

તમે તમારા Apple અકાઉંટમાં AirTag રજિસ્ટર કરો પછી ખોજી ઍપમાં તેના વિષે વધુ વિગતો જોઈ શકો છો.

  1. તમારા iPadમાં ખોજી ઍપ ખોલો.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “આઇટમ” પર ટૅપ કરો અને પછી તમે જે AirTag વિષે વધુ વિગતો જોવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. મૉડલ, સિરિઅલ નંબર અને ફર્મવેર વર્ઝન જોવા માટે AirTagના અડ્રેસ પર ટૅપ કરો.

જો બૅટરી લેવલ ઓછું હોય તો AirTagના લોકેશનની નીચે મેસેજ દેખાય છે. તમને આઇટમની યાદીમાં AirTagના નામની બાજુમાં પણ ઓછી બૅટરીનું ઇંડિકેટર દેખાઈ શકે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.