આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્વિચ કંટ્રોલ સેટ અપ કરો અને ચાલુ કરો

સ્વિચ કંટ્રોલ સેટ અપ કરવા માટે તમારે એક અથવા ઘણી સ્વિચ કનેક્ટ કરવી અને ઉમેરવી આવશ્યક છે પછી દરેક સ્વિચ માટે ઍક્શન અસાઇન કરો. તમારી જરૂરિયાતો અનુસાર તમે સ્કૅનિંગ શૈલી પસંદ કરી શકો છો અને અન્ય સેટિંગ્સને ફાઇન ટ્યૂન કરી શકો છો. તમે સ્વિચ કંટ્રોલ ચાલુ કરો તે પછી તમારે અસાઇન કરેલી ઍક્શન બદલવાની અથવા સેટિંગ્સ ફરી ઍડજસ્ટ કરવાની જરૂર પડી શકે છે. જો તમને આ પગલાં પૂરાં કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમે તમારી નજીકના Apple Store પર પર્સનલાઇઝ મદદ મેળવી શકો છો.

પગલું 1 : એક્સટર્નલ સ્વિચ કનેક્ટ કરો (વૈકલ્પિક)

જો તમે સ્વિચ કંટ્રોલ માટે ઍડપ્ટિવ ઍક્સેસરિ, જૉયસ્ટિક, ગેમ કંટ્રોલર અથવા MFi ડિવાઇસનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે પહેલા તેને ઉત્પાદકની સૂચનાઓનું પાલન કરીને iPad સાથે કનેક્ટ કરવાની જરૂર છે. જો સ્વિચ Bluetooth®નો ઉપયોગ કરીને કનેક્ટ થાય તો તમારે તેને iPad સાથે કરવાની જરૂર છે.

તમે સાઉંડ અથવા AirPod જેસ્ચર જેવી નોન-એક્સટર્નલ સ્વિચ પણ ઉમેરી શકો છો. જુઓ : પગલું 2 : સ્વિચ, રૅસિપી અને સ્વિચ સેટ ઉમેરો.

  1. સ્વિચ ચાલુ કરો.

  2. સેટિંગ્સ  > Bluetooth પર જાઓ, Bluetooth ચાલુ કરો, સ્વિચના નામ પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

પગલું 2 : સ્વિચ, રૅસિપી અને સ્વિચ સેટ ઉમેરો

તમે માત્ર એક સ્વિચનો ઉપયોગ કરીને અથવા ઘણી સ્વિચનો ઉપયોગ કરીને વિવિધ ઍક્શનને સમાવી શકો છો. દરેક સ્વિચ અસાઇન કરેલી ઍક્શન કરે છે જેમ કે આઇટમને સિલેક્ટ કરવી અથવા કર્સરને આગામી આઇટમ પર મુવ કરવું.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને સ્વિચ કંટ્રોલ પર ટૅપ કરીને પછી સ્વિચ પર ટૅપ કરો.

  3. નવી સ્વિચ ઉમેરો પર ટૅપ કરીને પછી એક્સટર્નલ, સ્ક્રીન, કૅમેરા, બૅક ટૅપ, સાઉંડ અને AirPod જેસ્ચર પસંદ કરો.

    જો તમે એક્સટર્નલ સ્વિચ ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છો પરંતુ તે યાદીમાં દેખાતી નથી તો ખાતરી કરો કે તે ઉપર પગલું 1: એક્સટર્નલ સ્વિચ કનેક્ટ કરો (વૈકલ્પિક)માં વર્ણવ્યા અનુસાર તમારા iPad સાથે કનેક્ટ કરેલી છે.

  4. સ્વિચને ઍક્શન અસાઇન કરો.

    સ્વિચની ઍક્શન તમારી સ્વિચની સંખ્યા અને તમે નીચે પગલું 3: સ્કૅનિંગ શૈલી પસંદ કરોમાં પસંદ કરેલી સ્કૅનિંગની શૈલી પર આધાર રાખે છે. જો તમને ખબર ન હોય કે કઈ ઍક્શન અસાઇન કરવી તો ઑટો સ્કૅનિંગ (ડિફૉલ્ટ સ્કૅનિંગ શૈલી) સાથે સુસંગત હોય તેવી “આઇટમ સિલેક્ટ કરો” પસંદ કરો. અસાઇન કરેલી ઍક્શન બદલવા માટે તમે પછીથી આ સેટિંગ પર પાછા જઈ શકો છો.

    ટિપ : તમારા iPadને તમે પહેલાંથી સેટ અપ કરેલા જેસ્ચર જેમ કે તમે તમારા iPadને નૅવિગેટ અને કંટ્રોલ કરો એ જ સ્વિચ (અથવા વૈકલ્પિક ઇનપુટ પદ્ધતિ)નો ઉપયોગ કરતા ગેમ કંટ્રોલરમાં ફેરવો.

    તમે તમારી સ્વિચને રૅસિપી—ટેંપરરી, વિશિષ્ટ ઍક્શનનો સેટ—પણ અસાઇન કરી શકો છો. ઍપ્સમાં પુસ્તક ઍપમાં પેજ ફેરવવા જેવી પુનરાવર્તિત, જટિલ ઍક્શન માટે રૅસિપીનો ઉપયોગ કરો. રૅસિપી બનાવવા માટે સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > રૅસિપી પર જાઓ.

    જો તમારી પાસે સ્વિચ અથવા રૅસિપીના ઘણા સેટ હોય જેની વચ્ચે તમે સ્વિચ કરો છો તો તમે તમારા સેટિંગ્સ માટે સ્વિચ સેટ બનાવી શકો છો. પ્રોફાઇલ બનાવવા માટે સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > સ્વિચ સેટ > નવો સ્વિચ સેટ ઉમેરો પર જાઓ.

પગલું 3 : સ્કૅનિંગની શૈલી પસંદ કરો

ડિફૉલ્ટ રૂપે, દર્શાવેલી અવધિ પછી કર્સર ઑટોમૅટિક રીતે એક આઇટમથી બીજી આઇટમ પર મુવ થઈ જાય છે. જો તમે કર્સરને મૅન્યુઅલ રીતે મુવ કરવાનું પસંદ કરતા હોવ તો અલગ સ્કૅનિંગ શૈલી પસંદ કરી શકો છો.

સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > સ્કૅનિંગ શૈલી પર જાઓ અને પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

  • ઑટો સ્કૅનિંગ : દર્શાવેલી અવધિ પછી કર્સર ઑટોમૅટિક રીતે આગળની આઇટમ પર મુવ થઈ જાય છે. આ ડિફૉલ્ટ સ્કૅનિંગ શૈલી છે.

    જો તમે માત્ર એક સ્વિચથી ઑટો સ્કૅનિંગનો ઉપયોગ કરો છો તો સ્વિચને “આઇટમ સિલેક્ટ કરો” ઍક્શન અસાઇન કરવામાં આવી છે તેની ખાતરી કરો.

  • મૅન્યુઅલ સ્કૅનિંગ : તમે તમારી “આગામી આઇટમ પર મુવ કરો” સ્વિચને સક્રિય કરો છો ત્યારે કર્સર આગામી આઇટમ પર મુવ કરે છે.

    મૅન્યુઅલ સ્કૅનિંગ માટે ઓછામાં ઓછી બે સ્વિચ હોવી જરૂરી છે. “આગળની આઇટમ પર મુવ કરો” ઍક્શન એક સ્વિચને અસાઇન કરવામાં આવી છે અને “આઇટમ સિલેક્ટ કરો” ઍક્શન બીજી સ્વિચને અસાઇન કરવામાં આવી છે તેની ખાતરી કરો.

  • સિંગલ સ્વિચ સ્ટેપ સ્કૅનિંગ : જ્યારે તમે “આગામી આઇટમ પર મુવ કરો” સ્વિચને સક્રિય કરો છો ત્યારે કર્સર આગામી આઇટમ પર મુવ કરે છે; જો કોઈ દર્શાવેલી અવધિમાં કોઈ ઍક્શન લેવામાં ન આવે તો વર્તમાન આઇટમ ઑટોમૅટિક રીતે સિલેક્ટ થઈ જાય છે.

    આ સ્કૅનિંગ શૈલીને માત્ર એક સ્વિચની જરૂર પડે છે. “આગળની આઇટમ પર મુવ કરો” ઍક્શન સ્વિચને અસાઇન કરવામાં આવી છે તેની ખાતરી કરો.

પગલું 4 : સ્વિચ કંટ્રોલ સેટિંગ્સ ફાઇન ટ્યૂન કરવા માટે

તમે તમારી ચોક્કસ જરૂરિયાતો અને શૈલી અનુસાર સ્વિચ કંટ્રોલના આચરણને વિવિધ રીતે ઍડજસ્ટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે સ્કૅનિંગની સ્પીડ બદલી શકો છો અથવા iPadમાં હાઇલાઇટ કરેલી આઇટમને બોલીને સંભળાવવા માટે સેટ કરી શકો છો.

સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ પર જાઓ પછી નીચેનામાંથી કોઈ પણ એક ઍડજસ્ટ કરો :

  • ઑટો સ્કૅનિંગ સમય : આઇટમ સ્કૅનિંગની સ્પીડ ઍડજસ્ટ કરો.

  • પહેલી આઇટમ પર પૉઝ કરવા માટે : ગ્રૂપમાં પહેલી આઇટમ પર પૉઝ કરવા માટે સ્કૅનિંગ સેટ કરો.

  • લૂપ : સ્વિચ કંટ્રોલ છુપાવતા પહેલાં સ્ક્રીન પર કેટલી વાર વારાફરતી જવું તે પસંદ કરો.

  • મુવ રિપીટ : સ્વિચ દબાવવામાં આવે ત્યારે પાછળની અથવા આગળની આઇટમ પર મુવ કરતા પહેલાં વિલંબ સેટ કરો.

  • લાંબી પ્રેસ કરો : તમે સ્વિચને દબાવો અને હોલ્ડ કરો ત્યારે કોઈ અલગ ઍક્શન થાય કે નહિ અને તે ઍક્શન કરવા પહેલાં કેટલો સમય રાહ જોવી તે સેટ કરો.

  • ટૅપ આચરણ : ટૅપ બિહેવ્યર પસંદ કરો અને સ્કૅનર મેન્યૂ બતાવવા માટે બીજી સ્વિચ ઍક્શન કરવા માટે ઇંટરવલ સેટ કરો.

  • ટૅપ પછી ફોકસ કરેલી આઇટમ : સ્વિચ કંટ્રોલ તમે ટૅપ કરો તે આઇટમથી સ્કૅન કરવાનું ફરી શરૂ કરે કે પછી શરૂઆતથી સ્કૅન કરે તે પસંદ કરો.

  • ટૅપ કર્યા પછી સમાન કી સ્કૅન કરો : ટૅપ કર્યા પછી સમાન કી સ્કૅન કરો ચાલુ કરો.

  • હંમેશાં કીબોર્ડ કી ટૅપ કરો : હંમેશાં કીબોર્ડ કી ટૅપ કરો ચાલુ કરો.

  • વિસ્તારિત અનુમાન : વિસ્તારિત અનુમાન ચાલુ કરો.

  • હોલ્ડ કરવાની અવધિ : સ્વિચને સ્વિચ ઍક્શન તરીકે સ્વીકારવામાં આવે તે પહેલાં તેને કેટલા સમય સુધી દબાવીને હોલ્ડ કરવી પડશે તે સ્પષ્ટ કરો.

  • રિપીટ કરવાનું અવગણો : ઍક્સિડેંટલ રિપીટ થયેલી સ્વિચ ટ્રિગરને અવગણો.

  • સાઉંડ ઇફેક્ટ : સાઉંડ ઇફેક્ટ ચાલુ કરો.

  • સ્પીચ : આઇટમ સ્કૅન થઈ એટલે તેને બોલીને સંભળાવો.

  • મેન્યૂ આઇટમ : સ્કૅનર મેન્યૂમાં બતાવેલી ઍક્શન અને તેને દેખાડવાનો ક્રમ પસંદ કરો.

  • આઇટમનું ગ્રૂપ બનાવવા માટે : ઝડપી નૅવિગેશન માટે આઇટમનું ગ્રૂપ બનાવો.

  • મોટું કર્સર : હાઇલાઇટને વધુ અગ્રણી બનાવો.

  • કર્સરનો રંગ : અલગ હાઇલાઇટ રંગ પસંદ કરો.

  • સેવ કરેલા જેસ્ચર : કસ્ટમ જેસ્ચર બનાવો.

  • સ્વિચ કંટ્રોલથી પુષ્ટિ કરો : તમારા પાસકોડથી ચુકવણીની પુષ્ટિ કરવા માટે સ્વિચ કંટ્રોલ સાથે પુષ્ટિ કરો ચાલુ કરો અથવા કોઈ પણ સમયે સાઇડ બટન પર ડબલ ક્લિક કરવું પડશે.

પગલું 5: સ્વિચ કંટ્રોલ ચાલુ કરો

મહત્ત્વપૂર્ણ : જ્યારે સ્વિચ કંટ્રોલ ચાલુ હોય ત્યારે તમે સ્વિચ કંટ્રોલમાંથી બહાર નીકળવા માટે ટચસ્ક્રીન પર સ્ટૅન્ડર્ડ જેસ્ચરનો ઉપયોગ કરી શકતા નથી.

સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ પર જાઓ પછી સ્વિચ કંટ્રોલ ચાલુ કરો.

ટિપ : તમે સ્વિચ કંટ્રોલને ઍક્સેસિબિલિટી શૉર્ટકટમાં ઉમેરી શકો છો પછી હોમ બટન (હોમ બટન સાથેના iPad પર) અથવા ટૉપ બટનને (iPadનાં અન્ય મૉડલ પર) ટ્રિપલ-ક્લિક કરીને તેને ઝડપથી ચાલુ અથવા બંધ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.