આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Siri દ્વારા Apple Intelligenceનો ઉપયોગ કરો

Siri ઇંટેલિજંટ અસિસટંટ છે જે રોજિંદા કાર્યને સરળ અને ઝડપી બનાવવા માટે તમારા iPadમાં બનાવવામાં આવ્યું છે. Apple Intelligence* સાથે Siriની ડિઝાઇન નવી છે અને તે વધુ સહજ અને મદદરૂપ છે. Siri સક્રિય થાય છે ત્યારે Siri સર્ચ ફીલ્ડ દેખાય છે અને તમે બંધ ન કરો ત્યાં સુધી રહે છે જેથી તમે Siri સાથે વાત કરતી વખતે જે કરતા હોવ તે કરવાનું ચાલુ રાખી શકો છો.

જો વિનંતી કરતી વખતે તમે તમારા શબ્દોમાં મૂંઝવણ અનુભવો તો Siri તેને પણ ફૉલો કરે છે. ઉદાહરણ તરીકે, તમે કહી શકો છો કે, “Siri, set an alarm—wait no, sorry, I meant a timer for 10 minutes—actually, let’s make that 15.”Siri તમે શું કહેવા માંગો છો તે સમજે છે અને 15 મિનિટ માટે ટાઇમર શરૂ કરે છે.

તમારા વૉઇસનો ઉપયોગ કરવા ઉપરાંત તમે Siri માટે વિનંતી ટાઇપ કરી શકો છો. Apple પ્રૉડક્ટ વિષેના તમારા પ્રશ્નોના જવાબ મેળવવા માટે તમે Siriના પ્રૉડક્ટ નૉલેજનો પણ ઉપયોગ કરી શકો છો.

અને તમારી પરવાનગી સાથે વધુ નિપુણતા મેળવવા માટે Siri ChatGPTનો ઉપયોગ કરી શકે છે. જુઓ : Apple Intelligence દ્વારા ChatGPTનો ઉપયોગ કરો.

iPadમાં નોટ્સ ઍપમાં નોટ અને ટેક્સ્ટને મોટી કરવા માટે Siri દ્વારા આપવામાં આવેલા પગલાં બતાવ્યા છે.

નોટ : Apple Intelligence iPadનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iPadOSના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે. Siriની ઉપલબ્ધતા અને ફીચર ભાષા અને દેશ અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. વધુ માહિતી માટે iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

Siri માટે ટાઇપ કરો

લૉક સ્ક્રીન પર કીબોર્ડ બતાવતું iPad. કીબોર્ડમાં ઉપર Siri માટે વિનંતી દેખાય છે.

જ્યારે તમે મોટેથી બોલવા માંગતા ન હોવ ત્યારે તમે Siri માટે ટાઇપ કરી શકો છો—ઉદાહરણ તરીકે, જ્યારે તમે મીટિંગ અથવા લાઇબ્રેરી જેવી શાંત જગ્યાએ હોવ.

Siriમાં ઝડપથી ટાઇપ કરવા માટે સ્ક્રીનમાં નીચે ડબલ-ટૅપ કરો પછી તમારી વિનંતી એંટર કરો.

જો Apple Intelligence બંધ હોય અથવા તમારી ભાષા અથવા વિસ્તારમાં અનુપલબ્ધ હોય તો તમે ઍક્સેસિબિલિટી સેટિંગ્સ બદલીને Siriમાં ટાઇપ કરી શકો છો. Siri ઍક્સેસિબિલિટી સેટિંગ્સ બદલો જુઓ.

Siriને સંદર્ભ જાળવી રાખે તેવી વિનંતી કરો

Apple Intelligence દ્વારા તમે Siriને તમારી અગાઉની વિનંતીઓ પર આધાર રાખે અને તમે હમણાં જ જે કહ્યું તેના સંદર્ભને જાળવી રાખે તેવી વિનંતી કરી શકો છો.

ઉદાહરણ તરીકે, તમે આવું કંઈક કહી શકો અથવા લખી શકો છો કે “How are the San Francisco Giants doing this season?” પછી પૂછો “When are they playing next?” અને અંતમાં : “Add that to my calendar.”

  1. Siri સક્રિય કરો પછી તમારી વિનંતી કરો.

  2. વિનંતી કર્યા પછી તરત જ બીજી વિનંતી કરો.

તમારી Apple પ્રૉડક્ટ વિષે Siriને પ્રશ્નો પૂછો

તમે તમારા iPad વિષે તેમજ iPhone, Mac, Apple TV 4K, Apple Watch, AirPods અને HomePod જેવી અન્ય Apple પ્રૉડક્ટ વિષેના પ્રશ્નોના જવાબ મેળવવા માટે Siriના પ્રૉડક્ટ નૉલેજનો ઉપયોગ કરી શકો છો.

Siri સક્રિય કરો પછી સપોર્ટેડ ભાષામાં આવું કંઈક કહો અથવા ટાઇપ કરો :

  • “How do I take a screenshot on my iPad?”

  • “How do I unlock an iPad?”

  • “How do I download podcasts on iPad?”

  • “How do I FaceTime on iPad?”

  • “How do I screen record on iPad?”

  • “How do I turn off my iPad?”

  • “How do I play sound from my TV through HomePod?”

  • “How do I fix a photo if I caught someone blinking?”

  • “How do I use Apple Pencil on iPad?”

નોટ : Apple Intelligence અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે Apple Intelligence અને પ્રાઇવસિ જુઓ. પ્રાઇવસિ અને Siri વિષે વધુ જાણવા માટે Siri, ડિક્ટેશન & પ્રાઇવસિ જુઓ.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.