આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ગીતના ક્રેડિટ અને ગીતના બોલ બતાવો

જ્યારે તમે Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે તમે ગીતની ક્રેડિટ બતાવી શકો છો અને ગીતના બોલ જોઈ અને શેર કરી શકો છો.

ગીતની ક્રેડિટ બતાવવા માટે

તમે ગીતની ક્રેડિટ જોઈ શકો છો જેમાં પર્ફોર્મિંગ આર્ટિસ્ટ, કૉમ્પોઝિશન અને ગીતના બોલ, પ્રોડક્શન અને એંજિનિઅરિંગ રોલ અને ઉપલબ્ધ ઑડિઓ ગુણવત્તા સામેલ છે.

  1. તમારા iPadમાં સંગીત ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જ્યારે ગીત પ્લે થઈ રહ્યું હોય ત્યારે હમણાં પ્લે થઈ રહેલ સ્ક્રીન ખોલવા માટે મિનિપ્લેયર પર ટૅપ કરો, “વધુ” બટન પર ટૅપ કરો પછી ક્રેડિટ જુઓ પર ટૅપ કરો.

    • સૂચીમાં ગીતની બાજુમાં “વધુ” બટન પર ટૅપ કરો પછી “ક્રેડિટ જુઓ” પર ટૅપ કરો.

ટાઇમ-સિંક કરેલાં ગીતના બોલ બતાવો અને છુપાવો

Apple Musicમાં ઘણાં ગીત માટે ટાઇમ-સિંક કરેલાં ગીતના બોલ દેખાય છે.

  1. તમારા iPadમાં સંગીત ઍપ પર જાઓ.

  2. જ્યારે ગીત પ્લે થઈ રહ્યું હોય ત્યારે હમણાં પ્લે થઈ રહેલ સ્ક્રીન ખોલવા માટે મિનિપ્લેયર પર ટૅપ કરો પછી “ગીતના બોલ” બટન પર ટૅપ કરો.

    નોટ : જો તમે ઑફલાઇન હોવ તો જ્યાં સુધી તમારા ડિવાઇસમાં ડાઉનલોડ કરેલા ગીત હોય ત્યાં સુધી તમે ગીતના લિરિક્સ જોઈ શકો છો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ચોક્કસ પદ પર જાઓ : ગીતના તે ભાગ પર જવા માટે ચોક્કસ ગીતના બોલ પર ટૅપ કરો—ઉદાહરણ તરીકે, કૉરસની પહેલી લાઇન.

    • ગીતના બોલ ઉચ્ચારવા માટે અથવા અનુવાદ કરવા માટે મદદ મેળવો : અનુવાદ અને ઉચ્ચારણ બટન પર ટૅપ કરો પછી ઉચ્ચારણ બતાવો અથવા અનુવાદ બતાવો પસંદ કરો.

      અનુવાદ અને ઉચ્ચારણ બટન ફક્ત ત્યારે જ દેખાય છે જ્યારે તમારા iPad ડિવાઇસની પસંદગીની ભાષાઓની સૂચી સાથે મૅચ થાય તેવો અનુવાદ અથવા ઉચ્ચારણ ઉપલબ્ધ હોય. (તમે સીધા જ સેટિંગ્સ  > સામાન્ય > ભાષા અને વિસ્તારમાં આ સૂચી જોઈ શકો છો અને તેમાં ભાષા ઉમેરી શકો છો.) તમામ ભાષામાં ઉપલબ્ધ નથી.

      ટિપ : તમે ગીતના બોલ અથવા ઉચ્ચારણ મોટી ટેક્સ્ટમાં દેખાય તે રીતે સેટ કરી શકો છો. સેટિંગ્સ  > સામાન્ય > ઍપ > સંગીત પર જાઓ.

    • તમામ ગીત માટે ગીતના બોલ જુઓ : “વધુ” બટન પર ટૅપ કરો, “ક્રેડિટ જુઓ” પર ટૅપ કરો પછી “ગીતના બોલ જુઓ” પર ટૅપ કરો.

  4. ગીતના બોલ છુપાવવા માટે “ગીતના બોલ” બટન પર ટૅપ કરો.

ગીતના બોલ શેર કરવા માટે

જો ટાઇમ-સિંક કરેલાં ગીતના બોલ ઉપલબ્ધ હોય તો તમે ગીતના બોલ 150 અક્ષર સુધી શેર કરી શકો છો.

  1. તમારા iPadમાં સંગીત ઍપ પર જાઓ.

  2. જ્યારે ગીત પ્લે થઈ રહ્યું હોય ત્યારે હમણાં પ્લે થઈ રહેલ સ્ક્રીન ખોલવા માટે મિનિપ્લેયર પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો પછી “ગીતના બોલ શેર કરો” પર ટૅપ કરો.

    શેરિંગ સ્ક્રીન ખોલવા માટે તમે ગીતના બોલની લાઇનને પણ ટચ અને હૉલ્ડ કરી શકો છો.

  4. તમે શેર કરવા માંગો છો તે પ્રથમ અને છેલ્લા ગીતના બોલ પર ટૅપ કરો પછી શેરિંગ વિકલ્પ પસંદ કરો.

ચિંતા વિષે રિપોર્ટ કરો

ટાઇમ-સિંક કરેલાં ગીતના બોલ વિષે ચિંતાની રિપોર્ટ કરવા માટે “વધુ” બટનપર ટૅપ કરો અને પછી “ચિંતા વિષે રિપોર્ટ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.