આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તમારા Wi-Fiનો પાસવર્ડ શોધો અને શેર કરો

તમે હાલમાં જે Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છો તેનો પાસવર્ડ શોધી શકો છો અને અગાઉ સેવ કરેલા બધા Wi-Fi નેટવર્ક અને પાસવર્ડ જોઈ શકો છો. તમે હાલમાં જે Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છો તેનો પાસવર્ડ નજીકના મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે શેર કરી શકો છો.

Wi-Fi પાસવર્ડ શોધો

  1. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. Wi-Fi પર ટૅપ કરો.

    જો તમે Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ હોવ તો તેનું નામ સ્ક્રીનની ઉપર દેખાય છે. તમે અગાઉ સેવ કરેલા તમામ Wi-Fi નેટવર્ક પણ જોઈ શકો છો.

    જો તમને Wi-Fi દેખાતું નથી તો સ્ક્રીનમાં ઉપર “સાઇડબાર” બટન પર ટૅપ કરો.

  3. Wi-Fi નેટવર્ક પર ટૅપ કરો.

  4. પાસવર્ડ ફીલ્ડ પર ટૅપ કરો.

    અન્ય જગ્યાએ ઉપયોગ કરવા માટે પાસવર્ડ કૉપિ કરવા માટે પાસવર્ડ કૉપિ કરો પર ટૅપ કરો.

નજીકના મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે તમારો Wi-Fi નેટવર્ક પાસવર્ડ શેર કરો

  1. તમારું iPad (જેમાંથી પાસવર્ડ શેર કરવામાં આવી રહ્યો છે) અનલૉક છે અને Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ કરેલું છે તેની ખાતરી કરો.

  2. તમારા મિત્ર અથવા પરિવારના સભ્યને તેમના iPhone, iPad અથવા Mac પર Wi-Fi સેટિંગ્સમાં જવા માટે કહો પછી નેટવર્ક પસંદ કરો.

  3. જ્યારે કોઈ મેસેજ તમને પૂછે કે તમે તમારો Wi-Fi પાસવર્ડ શેર કરવા માંગો છો તો શેર પાસવર્ડ પર ક્લિક કરો.

નોટ : તમારા Wi-Fi નેટવર્ક પાસવર્ડને શેર કરવા માટે ડિવાઇસ Bluetooth અને Wi-Fi રેંજમાં હોવા આવશ્યક છે, પર્સનલ હૉટસ્પૉટનો ઉપયોગ કરતા ન હોવા જોઈએ અને એકબીજાના સંપર્કમાં ઉમેરેલા હોવા જોઈએ.

તમે Wi-Fi નેટવર્ક પર પણ જઈ શકો છો અને નેટવર્કનો QR કોડ બતાવો પર ટૅપ કરી શકો છો, જેને મિત્રો અને પરિવાર નેટવર્કમાં જોડાવા માટે સ્કૅન કરી શકે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.