આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્ક્રીન રેકૉર્ડિંગ કરો

તમે તમારી iPad સ્ક્રીન પર શું થઈ રહ્યું છે તે કૅપ્ચર કરવા માટે સ્ક્રીન રેકૉર્ડિંગ કરી શકો છો અને તેને વીડિયો તરીકે સેવ કરી શકો છો. તમે ઑડિઓ ઉમેરવા માટે માઇક્રોફોન પણ ચાલુ કરી શકો છો.

iPad સ્ક્રીન રેકોર્ડ કરવા માટે

  1. સ્ક્રીનની ઉપરના જમણી બાજુના ખૂણેથી નીચેની તરફ સ્વાઇપ કરીને કંટ્રોલ સેંટર ખોલો.

  2. સ્ક્રીનના બૅકગ્રાઉંડને ટચ કરીને હોલ્ડ કરો પછી કંટ્રોલ ઉમેરો પર ટૅપ કરો.

  3. કંટ્રોલ ગૅલરીમાં તેને કંટ્રોલ સેંટરમાં ઉમેરવા માટે સ્ક્રીન રેકૉર્ડિંગ પર ટૅપ કરીને પછી કંટ્રોલ સેંટર પર પાછા જવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ટૅપ કરો.

    નોટ : એકવાર તમે સ્ક્રીન રેકૉર્ડિંગને કંટ્રોલ સેંટરમાં ઉમેરો પછી તમારે તેને ભવિષ્યની રેકૉર્ડિંગ માટે ફરીથી ઉમેરવાની જરૂર નથી.

  4. સ્ક્રીન રેકૉર્ડિંગ બટન પર ટૅપ કરો અને પછી રેકૉર્ડિંગ શરૂ કરવા માટે 3-સેકંડના કાઉંટડાઉનની રાહ જુઓ.

  5. તમે રેકોર્ડ કરવા માંગતા હોવ તે ઍક્શન કરો.

  6. રેકૉર્ડિંગ રોકવા માટે સ્ક્રીનની ટોચ પર લાલ વર્તુળ પર ટૅપ કરો અને પછી “સ્ક્રીન રેકૉર્ડિંગ રોકો” બટન પર ટૅપ કરો.

ઑડિઓ સાથે સ્ક્રીન રેકૉર્ડિંગ કરવા માટે

  1. સ્ક્રીનની ઉપરના જમણી બાજુના ખૂણેથી નીચેની તરફ સ્વાઇપ કરીને કંટ્રોલ સેંટર ખોલો.

  2. સ્ક્રીન રેકૉર્ડિંગ બટનને ટચ કરી દબાવી રાખો, તેને ચાલુ કરવા માટે માઇક્રોફોન પર ટૅપ કરો, “રેકૉર્ડિંગ શરૂ કરો” પર ટૅપ કરો પછી રેકૉર્ડિંગ શરૂ થવા માટે 3-સેકંડના કાઉંટડાઉનની રાહ જુઓ.

સ્ક્રીન રેકૉર્ડિંગ ફોટોસ ઍપમાં તમારી ફોટો લાઇબ્રેરીમાં ઑટોમૅટિક રીતે સેવ થઈ જાય છે. તમારા તમામ સ્ક્રીન રેકૉર્ડિંગ જોવા માટે ફોટોસ ખોલીને કલેક્શન પર ટૅપ કરીને મીડિયા પ્રકાર સુધી નીચે સ્ક્રોલ કરીને પછી સ્ક્રીન રેકૉર્ડિંગ પર ટૅપ કરો.

નોટ : અમુક ઍપ્સ તમને તેમના કૉન્ટેંટને રેકોર્ડ કરવાની અનુમતિ આપતી નથી. તમે એક જ સમયે તમારી સ્ક્રીન રેકોર્ડ કરવાનું અને સ્ક્રીન મિરરિંગનો ઉપયોગ કરી શકતા નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.