આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફોટો અને વીડિયોની માહિતી જુઓ

તમે ફોટોસ ઍપમાં ફોટો અથવા વીડિયો વિષે સેવ કરેલી મેટાડેટા માહિતી શોધી શકો છો. તમે તારીખ, સમય અને લોકેશન જેવા અમુક સ્ટોર કરેલા ડેટાને પણ બદલી શકો છો.

ફોટો અને વીડિયોના મેટાડેટા જુઓ

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમે જેનો મેટાડેટા જોવા માંગો છો તે ફોટો અથવા વીડિયો પર ટૅપ કરો પછી ઉપર સ્વાઇપ કરો અથવા “માહિતી” બટન પર ટૅપ કરો.

    ફોટો અથવા વીડિયોના આધારે તમને નીચેની વિગતો દેખાય છો :

    • ફોટોમાં ઓળખાયેલા લોકો (જુઓ : લોકો અને પાળેલાં પ્રાણીઓ શોધો અને નામ આપો)

    • ફોટો અથવા વીડિયોનું વર્ણન કરવા માટે કૅપ્શન ફીલ્ડ છે અને સર્ચમાં તેને શોધવાનું સરળ બનાવે છે

    • વિઝ્યુઅલ ખોજો દ્વારા ઓળખાયેલી આઇટમ

    • કૉન્સર્ટ અને સ્પોર્ટ ઇવેંટમાં લેવાયેલા ફોટો અને વીડિયો માટે ઇવેંટની માહિતી

    • કયા ડિવાઇસે ફોટો અથવા વીડિયો કૅપ્ચર કર્યો

    • ફોટો અથવા વીડિયો લેવામાં આવ્યો હોય તે તારીખ અને સમય (તારીખ અને સમયને સંપાદિત કરવા માટે ઍડજસ્ટ કરો પર ટૅપ કરો)

    • લેંસ, શટર સ્પીડ, ફાઇલ સાઇઝ વગેરે જેવા કૅમેરા મેટાડેટા

    • ફોટો અથવા વીડિયો લેવામાં આવ્યો હોય તે જગ્યા (નકશો ઍપમાં લોકેશન જોવા માટે લિંક પર ટૅપ કરો; લોકેશનને સંપાદિત કરવા માટે “ઍડજસ્ટ કરો” પર ટૅપ કરો; લોકેશન એંટર કરવા માટે “લોકેશન ઉમેરો” પર ટૅપ કરો)

    • ફોટો અથવા વીડિયો શેર કરવામાં આવ્યો હોય તો તમારી સાથે તેને કોણે શેર કર્યો

    • આ ફોટો કયા ઍલ્બમમાં છે (ઍલ્બમ ખોલવા માટે ટૅપ કરો)

    ફોટોસ ઍપમાં ફોટો ખુલ્લો છે. ફોટોની ઉપર મેટાડેટા માહિતી દેખાય છે જેમાં ઉપરથી નીચે ક્રમાનુસાર ફોટો લેવામાં આવ્યો તે તારીખ અને સમય, ફાઇલનું નામ, iPhoneનું મૉડલ અને કૅમેરા સેટિંગ્સ અને જ્યાં ફોટો પાડવામાં આવ્યો હોય તે લોકેશનનો નકશો સામેલ છે.
  3. મેન્યૂ બંધ કરવા માટે “બંધ કરો” બટન પર ટૅપ કરો.

તારીખ, સમય અથવા લોકેશન બદલો

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટો અથવા વીડિયોને ખોલવા માટે તેના પર ટૅપ કરો પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. “તારીખ અને સમય ઍડજસ્ટ કરો” અથવા “લોકેશન ઍડજસ્ટ કરો” પર ટૅપ કરીને નવી માહિતી એંટર કરો.

    • તારીખ અને સમયના ફેરફારો માટે અપડેટ કરવા માટે કૅલેંડર અને ઘડિયાળનો ઉપયોગ કરો પછી “ઍડજસ્ટ કરો” પર ટૅપ કરો.

    • લોકેશનના ફેરફાર માટે ટેક્સ્ટ ફીલ્ડમાં ફોટો ક્યાં લેવામાં આવ્યો હતો તે એંટર કરો અને જ્યારે “નકશાનું લોકેશન”ની નીચે લોકેશન દેખાય ત્યારે લોકેશન પર ટૅપ કરો.

ફોટોની બૅચની તારીખ, સમય અથવા લોકેશન બદલવા માટે સિલેક્ટ કરો પર ટૅપ કરો અને જે થંબનેલ તમે બદલવા માંગો છો તેના પર ટૅપ કરો પછી ઉપર આપેલાં પગલાં અનુસરો.

ફોટો અથવા વીડિયોને તેની મૂળ તારીખ, સમય અથવા લોકેશન પર રિવર્ટ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરીને તારીખ અને સમય ઍડજસ્ટ કરો અથવા લોકેશન ઍડજસ્ટ કરો પર ટૅપ કરીને પછી રિવર્ટ કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.