આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મેસેજમાં Tapback દ્વારા પ્રતિક્રિયા આપો

Tapback તમને મેસેજનો જવાબ આપવા માટે ઝડપી અને સરળ રીત આપે છે જેમ કે હાર્ટ, થંબ્સ-અપ અથવા થંબ્સ-ડાઉન, હાસ્ય, ઉદ્ગાર ચિહ્નો, પ્રશ્ન ચિહ્ન અને કોઈ પણ સ્ટિકર, Memoji અથવા ઇમોજી.

સ્ક્રીનમાં ઉપર બાજુમાં દેખાતા Tapbacksના ઍટ્રિબ્યુશન અને મેસેજની ઉપર દેખાતા Tapback મેન્યૂ સાથે મેસેજ વાર્તાલાપ.

Tapback દ્વારા પ્રતિક્રિયા આપો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ ખોલો.

  3. મેસેજ પર ડબલ ટૅપ કરો (અથવા ટચ અને હોલ્ડ કરો).

  4. સૂચવેલ ઇમોજી અને સ્ટિકર જોવા માટે ડાબે સ્વાઇપ કરો અથવા “ઇમોજી” બટન પર ટૅપ કરો પછી નીચે આપેલા કોઈ પણ પ્રકારના Tapback પસંદ કરવા માટે ટૅપ કરો :

    • અન્ય ઇમોજી : “ઇમોજી” બટન પર ટૅપ કરો (“ઇમોજી” બટનની જમણી બાજુએ આઇકન દ્વારા અન્ય ઇમોજી શ્રેણીઓ પર જાઓ).

    • સ્ટિકર : “લાઇવ સ્ટિકર” બટન પર ટૅપ કરો.

Tapback વાર્તાલાપમાં કોઈ ચોક્કસ મેસેજ સાથે જોડાયેલું હોય છે અને વાર્તાલાપમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ તેને જોઈ શકે છે.

Tapback કોણે મોકલ્યું તે શોધો

જો મેસેજ માટે એકથી વધુ Tapback હોય તો તે સ્ટૅકમાં દેખાય છે. દરેક Tapback કોણે ઉમેર્યું તે તમે શોધી શકો છો.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. Tapback દ્વારા વાર્તાલાપ ખોલો.

  3. Tapbacksના સ્ટૅક પર ટૅપ કરો.

    મોકલનાર અને તેમના ટૅપબૅક સ્ક્રીનની ટોચની નજીક દેખાય છે.

તમારું Tapback સંપાદિત કરો અથવા કાઢી નાખો

તમે ઉમેરેલા Tapbackને તમે ફક્ત સંપાદિત કરી શકો અથવા કાઢી શકો છો. તમે અન્ય લોકોએ ઉમેરેલાં Tapbackને સંપાદિત કરી શકતા નથી અથવા કાઢી શકતા નથી.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ ખોલો.

  3. તમારા Tapback પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અલગ Tapbackનો ઉપયોગ કરો : અન્ય ઇમોજી, Memoji અથવા સ્ટિકર પર ટૅપ કરો.

    • Tapback કાઢી નાખો : તમે ઉપયોગમાં લીધું હતું તે જ Tapback પર ટૅપ કરો (જેથી તે હાઇલાઇટ ન થાય).

તમે દરેક મેસેજમાં માત્ર એક જ Tapback ઉમેરી શકો છો. જો તમે વધારાનાં સ્ટિકર મોકલવા માંગતા હોવ તો જુઓ : વાર્તાલાપ પર સ્ટિકર મૂકો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.