આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Newsમાં ક્વાર્ટાઇલ પઝલ ઉકેલો

Apple News+ સબ્સ્ક્રાઇબરને દરરોજ નવી ક્વાર્ટાઇલની ઍક્સેસ મળે છે. ખેલાડીઓ શબ્દો બનાવવા માટે ચાર-બાય-પાંચ ગ્રિડમાંથી બેથી ચાર અક્ષરવાળી ટાઇલ સિલેક્ટ કરે છે. તમે શબ્દ દીઠ ચાર ટાઇલનો ઉપયોગ કરી શકો છો અને જેટલી વધુ ટાઇલનો ઉપયોગ કરશો તેટલા વધુ પૉઇંટ મેળવશો.

ચાર ટાઇલમાંથી બનેલા શબ્દને ક્વાર્ટાઇલ કહેવાય છે અને તેનું મૂલ્ય 8 પૉઇંટ છે. જ્યારે તમે પાંચ ક્વાર્ટાઇલ શોધી લો ત્યારે તમને વધારાના 40 પૉઇંટ મળે છે.

ગેમનો ઉદ્દેશ્ય એક્સપર્ટ રેંક સુધી પહોંચવા માટે જરૂરી 100 પૉઇંટ મેળવવાનો છે. તમે એક્સપર્ટ રેંક સુધી પહોંચો પછી પણ શબ્દો બનાવવાનું અને પૉઇંટ મેળવવાનું ચાલુ રાખી શકો છો.

નોટ : Apple News, Apple News+ અને પઝલ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

News ઍપમાં ક્વાર્ટાઇલ પઝલ.

ક્વાર્ટાઇલ રમો

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. ક્વાર્ટાઇલ પઝલ ખોલો.

  3. શબ્દ બનાવવા માટે ટાઇલ પર ટૅપ કરો પછી તેને એંટર કરવા માટે “એંટર” બટન પર ટૅપ કરો.

    ઉદાહરણ તરીકે એક પૉઇંટ મેળવવા માટે “pear” પર ટૅપ કરો પછી “એંટર” બટન પર ટૅપ કરો. 2 પૉઇંટ મેળવવા માટે “ap” પર ટૅપ કરો પછી “appear” શબ્દ બનાવવા માટે “pear” પર ટૅપ કરો. “ap”, “pear” પછી “ance” પર ટૅપ કરીને 4 પૉઇંટ મેળવો. ક્વાર્ટાઇલ પૂર્ણ કરો અને “disappearance” સ્પેલિંગ દ્વારા 8 પૉઇંટ મેળવો.

    પૂર્ણ થયેલા શબ્દો “મળેલા શબ્દો” બૉક્સમાં દેખાય છે અને તમને મળેલા કોઈ પણ ક્વાર્ટાઇલ ચાર ટાઇલના ગ્રૂપમાં દેખાય છે.

    ક્વાર્ટાઇલ પઝલમાં તમામ સંભવિત શબ્દો યોગ્ય નથી. ઉદાહરણ તરીકે અસ્પષ્ટ અને ટેક્નિકલ શબ્દો, ચોક્કસ નામ અને નિંદાત્મક શબ્દો ક્યારેય શબ્દોની યાદીમાં દેખાશે નહિ.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારી ટાઇલનો ક્રમ ફરી ગોઠવવા માટે : તમે ટાઇલને ગ્રિડની ઉપર મૂકવા માટે તેના પર ટૅપ કરો પછી તેને ટચ કરીને હોલ્ડ કરી શકો છો પછી તેને ફરી ક્રમમાં ગોઠવવા માટે ડ્રૅગ કરો.

    • આગામી રેંક પર મુવ કરવા માટે જરૂરી પૉઇંટ જોવા માટે : આગામી રેંક પર ટૅપ કરો.

    • જેનો તમે ઉપયોગ કરવા માંગતા નથી તેવી ટાઇલ ક્લિઅર કરવા માટે : “કાઢી નાખો” બટન પર ટૅપ કરો.

    • બાકી રહેલા શબ્દો જોવા માટે : જ્યારે તમે એક્સપર્ટ રેંક પર પહોંચો છો ત્યારે “મળેલા શબ્દો” બૉક્સ તમને કેટલા શબ્દ મળ્યા નથી તે બતાવે છે.

    • દરેક શબ્દના પૉઇંટ જોવા માટે : Words Found બૉક્સમાં “ઍક્સપૅન્ડ” બટન પર ટૅપ કરો.

ટિપ : “વધુ” બટન પર ટૅપ કરો પછી ક્વિક ક્વાર્ટાઇલ ટ્યૂટૉરિઅલ લેવા માટે “કેવી રીતે રમવું” પર ટૅપ કરો અથવા ક્વાર્ટાઇલ પઝલ ફીડ ખોલવા માટે “વધુ પઝલ” પર ટૅપ કરો.

ટાઇલને શફલ અથવા ગ્રૂપ કરો

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. ક્વાર્ટાઇલ પઝલ ખોલો અને શબ્દો શોધવાનું શરૂ કરો.

  3. તમને મળેલા ક્વાર્ટાઇલ ગ્રિડમાં નીચે એંકર કરવામાં આવે છે. જો તમે તેમને ગ્રિડની ટોચ પર એંકર કરવા ઇચ્છતા હોવ તો “વધુ” બટન પર ટૅપ કરો પછી મળેલ ક્વાર્ટાઇલ સૉર્ટ કરો પસંદ કરો.

  4. મળેલા ક્વાર્ટાઇલનો ભાગ ન હોય તેવી ટાઇલને શફલ કરવા માટે “શફલ” બટન પર ટૅપ કરો.

  5. ગ્રિડમાં તમામ ટાઇલને શફલ કરવા એંકરિંગ બંધ કરવા માટે “ગોઠવણી” બટન પર ટૅપ કરો પછી “શફલ” બટન પર ટૅપ કરો.

તમામ શબ્દો પ્રદર્શિત કરો

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. ક્વાર્ટાઇલ પઝલ ખોલો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો પછી “તમામ શબ્દો પ્રદર્શિત કરો“ પર ટૅપ કરો. તમને જે શબ્દો મળ્યા નથી તે બતાવવામાં આવે છે.

    • જો તમે એક્સપર્ટ રેંક પર પહોંચ્યા પહેલાં પ્રદર્શિત કરો તો : પઝલ તમારા સ્કોરબોર્ડના આંકડા અને સ્ટ્રીકમાં ગણાતી નથી.

    • જો તમે એક્સપર્ટ રેંક પર પહોંચ્યા પછી પ્રદર્શિત કરો તો : તમારા આંકડા અથવા સ્ટ્રીકને અસર નથી થતી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.