આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

લાઇવ સાંભળોમાં રિમોટ માઇક્રોફોન તરીકે iPadનો ઉપયોગ કરો

તમે iPad પર માઇક્રોફોનથી તમારા MFi હિયરિંગ ડિવાઇસ, AirPods અથવા સપોર્ટેડ Beats હેડફોન પર સાઉંડ સ્ટ્રીમ કરી શકો છો. આનાથી તમને અમુક પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે સાંભળવામાં મદદ મળી શકે છે—ઉદાહરણ તરીકે ઘોંઘાટવાળા વાતાવરણમાં વાતચીત કરતી વખતે.

નોટ : લાઇવ સાંભળોમાં લાઇવ કૅપ્શન તમામ ભાષા, દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. લાઇવ કૅપ્શનની ચોકસાઈમાં તફાવત હોઈ શકે છે અને અતિ-જોખમી અથવા આપાતકાલીન સ્થિતિઓમાં તેમના પર આધાર રાખવો જોઈએ નહિ. તમારા AirPods, AirPods Pro, AirPods Max, Powerbeats Pro, Beats Fit Pro અથવા Powerbeats Fit સાથે લાઇવ સાંભળોનો ઉપયોગ કરવા માટે તમને iPadOS 14.3 સાથેના iPadની જરૂર છે. લાઇવ સાંભળો સાથે લાઇવ કૅપ્શનનો ઉપયોગ કરવા માટે તમારે iPadOS 26 અથવા તેના પછીના વર્ઝનવાળા iPadની જરૂર પડશે.

લાઇવ સાંભળોમાં રિમોટ માઇક્રોફોન તરીકે iPadનો ઉપયોગ કરો

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  2. લાઇવ સાંભળો ચાલુ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  3. iPadને સાઉંડ સોર્સની નજીકમાં રાખો પછી તમારી આસપાસનો સાઉંડ વધુ મોટો થઈ જશે.

  4. કંટ્રોલ સેંટરમાં લાઇવ સાંભળો બટન પર ટૅપ કરીને લાઇવ સાંભળો પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • લાઇવ કૅપ્શન જુઓ : રિઅલ ટાઇમમાં લાઇવ સાંભળો સેશનના કૅપ્શન જુઓ.

    • રિવાઇંડ : જો તમે કંઈક ચૂકી ગયા હોવ તો તેના પર પાછા જવા માટે 10 સેકંડ પાછળ જાઓ બટન પર ટૅપ કરો.

    • સ્કિપ કરીને આગળ જવા : લાઇવ ઑડિઓ પર પાછા જવા માટે લાઇવ પર પાછા જાઓ બટન પર ટૅપ કરો.

    • લાઇવ સાંભળો બંધ કરો : લાઇવ સાંભળો સેશન રોકવા માટે લાઇવ સાંભળો સ્વિચ બટન પર ટૅપ કરો.

નજીકના અન્ય ડિવાઇસ સાથે લાઇવ સાંભળો સેશનને કંટ્રોલ કરો

જ્યારે તમે તમારા iPadમાં લાઇવ સાંભળોનો ઉપયોગ કરો છો ત્યારે તમે સેશનને અન્ય નજીકના Apple ડિવાઇસથી રિમોટલી શરૂ કરી શકો છો, રોકી શકો છો અથવા તેમાં પાછા જઈ શકો છો જે સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું છે—જેમ કે અન્ય iPhone અથવા iPad. જેમ તમારો iPad ઑડિઓ સાંભળે છે તેમ ટેક્સ્ટ અન્ય ડિવાઇસ પર રીઅલ ટાઇમમાં પણ દેખાય છે જેથી તમે સાથે કોઈ પણ ડિવાઇસ પર ફૉલો કરી શકો.

બહુવિધ ડિવાઇસ પર લાઇવ સાંભળોનો ઉપયોગ કરવા માટે તમારા iPad પર લાઇવ સાંભળો સેશન શરૂ કરો પછી તમારા બીજા ડિવાઇસ પર સેશન શરૂ કરો. વધુ માહિતી માટે જુઓ : લાઇવ સાંભળોમાં રિમોટ માઇક્રોફોન તરીકે iPhoneનો ઉપયોગ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.