આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્ક્રીન ટાઇમ દ્વારા કૉલ અને મેસેજ બ્લૉક કરો

વિશિષ્ટ સંપર્કના કૉલ અને મેસેજને અનુમતિ આપવા અથવા બ્લૉક કરવા માટે

તમે હંમેશાં માટે અથવા ચોક્કસ સમયગાળા દરમિયાન iCloudમાં ચોક્કસ સંપર્કના ઇનકમિંગ અને આઉટગોઇંગ ફોન કૉલ, FaceTime કૉલ અને મેસેજ સહિતના સંચારને અનુમતિ આપી શકો છો અથવા બ્લૉક કરી શકો છો.

જો તમે iCloudમાં પહેલાંથી સંપર્ક ચાલુ ન કર્યા હોય તો સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud પર જઈને “iCloudમાં સેવ કરેલ”ની બાજુમાં “તમામ જુઓ” પર ટૅપ કરો પછી “સંપર્ક” પર ટૅપ કરો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો.

    જો તમે તમારા બાળક માટે આ ફીચર ચાલુ કરવા માંગતા હોવ તો તમારા બાળકના નામ પર ટૅપ કરો.

  3. સંચાર લિમિટ પર ટૅપ કરીને “સ્ક્રીન ટાઇમ દરમિયાન” પર ટૅપ કરો પછી હંમેશાં માટે (ડાઉનટાઇમ દરમિયાન સિવાય)ના સંચાર માટે નીચેનામાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો :

    • માત્ર સંપર્ક : માત્ર તમારા સંપર્ક સાથે જ સંચારની અનુમતિ આપવા માટે.

    • સંપર્ક & ઓછામાં ઓછા એક સંપર્ક સાથેનું ગ્રૂપ : માત્ર તમારા સંપર્કમાંના લોકોને જ આમને-સામને વાર્તાલાપ કરવાની અનુમતિ આપવા માટે અને તમારા સંપર્કમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ સામેલ હોય તેવા ગ્રૂપ વાર્તાલાપની અનુમતિ આપવા માટે.

    • તમામ : અજ્ઞાત નંબરો સહિત કોઈ પણ વ્યક્તિ સાથે વાર્તાલાપની અનુમતિ આપવા માટે.

  4. ઉપરની ડાબી બાજુએ “પાછળ” પર ટૅપ કરો પછી “ડાઉનટાઇમ દરમિયાન” પર ટૅપ કરો.

    તમે પગલાં 3 (સ્ક્રીન ટાઇમ દરમિયાન માટે)માં જે વિકલ્પ સિલેક્ટ કર્યો છે તે પહેલાંથી જ અહીં સેટ કરેલ છે. તમે ચોક્કસ સંપર્કમાં આ સેટિંગને બદલી શકો છો પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • મારા સંપર્કમાંથી પસંદ કરો : ડાઉનટાઇમ દરમિયાન તમારા ઉપલબ્ધ સંપર્ક સાથે સંચારની અનુમતિ આપવા માટે.

    • નવો સંપર્ક ઉમેરો : સંપર્ક ઉમેરવા અને ડાઉનટાઇમ દરમિયાન તેમની સાથે સંચારની અનુમતિ આપવા માટે.

જો વર્તમાનમાં તમારાં સંચાર લિમિટના સેટિંગ્સ દ્વારા બ્લૉક કરેલી વ્યક્તિ તમને કૉલ કરવાનો અથવા તમને મેસેજ મોકલવાનો પ્રયત્ન કરે છે તો તેમનો સંચારનો પ્રયત્ન નિષ્ફળ જશે.

જો તમે વર્તમાનમાં તમારાં સંચાર લિમિટ સેટિંગ્સ દ્વારા બ્લૉક કરવામાં આવેલી વ્યક્તિને કૉલ અથવા મેસેજ મોકલવાનો પ્રયાસ કરો છો તો તેમનું નામ અથવા નંબર તમારી તાજેતરના કૉલ અથવા મેસેજની સૂચીમાં લાલ રંગમાં દેખાય છે અને તમારો સંચારનો પ્રયત્ન નિષ્ફળ જશે. સંચાર લિમિટમાં ફેરફાર કરવામાં આવે ત્યારે તમે તેમની સાથે સંચાર કરી શકો છો. જો લિમિટ ફક્ત ડાઉનટાઇમ પર લાગુ થતી હોય તો તમને ટાઇમ લિમિટ મેસેજ પ્રાપ્ત થશે. ડાઉનટાઇમ સમાપ્ત થઈ જાય ત્યારે તમે સંપર્કની સાથે સંચાર ફરી શરૂ કરી શકો છો.

તમારાં સંચાર લિમિટ સેટિંગ્સ દ્વારા બ્લૉક કરવામાં આવેલા સંપર્ક સાથે સંચાર ફરી શરૂ કરવા માટે ઉપરોક્ત પગલાં અનુસરીને સેટિંગ્સમાં ફેરફાર કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.