આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

Magic TrackPadને iPad સાથે કનેક્ટ કરો

તમે Magic TrackPad 2 સહિત Magic TrackPadને તમારા iPad (Magic TrackPad અલગથી વેચાય છે) સાથે કનેક્ટ કરી શકો છો.

Magic Trackpad પેર કરવા માટે

  1. ખાતરી કરો કે Magic Trackpad ચાલુ અને ચાર્જ કરેલું છે.

  2. iPadમાં સેટિંગ્સ  > Bluetooth પર જાઓ અને પછી Bluetooth ચાલુ કરો.

  3. જ્યારે તે અન્ય ડિવાઇસનાં લિસ્ટમાં દેખાય ત્યારે ડિવાઇસ સિલેક્ટ કરો.

નોટ : જો Magic Trackpad પહેલાંથી જ તમારા Mac અથવા બીજા iPad સાથે પેર કરેલું હોય તો તમે તમારા iPad સાથે Magic Trackpadને કનેક્ટ કરી શકો તે પહેલાં તમારે તેને અનપેર કરવું આવશ્યક છે. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • iPhone પર અથવા iPad પર : જુઓ : Bluetooth ઍક્સેસરિ અનપેર કરો.

  • macOS 13 અથવા પછીના વર્ઝન પર : Apple મેન્યૂ  > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો, સાઇડબારમાં Bluetooth પર ક્લિક કરો, ડિવાઇસને કંટ્રોલ-ક્લિક કરો પછી ભૂલી જાઓ પસંદ કરો.

  • macOS 12.5 અથવા તેનાથી પહેલાંના વર્ઝન પર : Apple મેન્યૂ > સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો, Bluetooth પર ક્લિક કરો, ડિવાઇસ પર કંટ્રોલ-ક્લિક કરો પછી કાઢી નાખો પર ક્લિક કરો.

Magic TrackPadને iPad સાથે ફરી કનેક્ટ કરો

જ્યારે તમે Magic Trackpadની સ્વિચને બંધ કરો છો અથવા જ્યારે તમે તેને મુવ કરો છો અથવા iPad Bluetooth® રેંજની બહાર હોય—લગભગ 33 ફુટ (10 મીટર) ત્યારે તે ડિસ્કનેક્ટ થાય છે.

ફરી કનેક્ટ કરવા માટે ટ્રૅકપૅડ સ્વિચને ચાલુ કરો અથવા ટ્રૅકપૅડ અને iPadને રેંજમાં પાછા લાવો પછી ટ્રૅકપૅડ પર ક્લિક કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.